ગણના 22:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 કૃપા કરીને આવ અને મારા માટે આ રાષ્ટ્રને શાપ આપ, કેમ કે તેઓ મારા કરતાં વધારે બળવાન છે. કદાચ હું આ લોકોને હુમલો કરીને એવી રીતે મારું કે તેઓને દેશમાંથી હાંકી કાઢી શકું. હું જાણું છું કે જેને તું આશીર્વાદ આપે છે તે આશીર્વાદિત થાય છે અને જેને તું શાપ આપે છે તે શાપિત થાય છે.” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 તો હવે કૃપા કરીને આવ, આ લોકને મારે અર્થે શાપ આપ! કેમ કે તેઓ મારા કરતાં બળવાન છે. કદાચ હુમ તેઓને હારવીને તેઓને એવી રીતે મારું કે હું તેઓને દેશમાંથી હાંકી કાઢી શકું; કેમ કે હું જાણું છું કે જેને તું આશીર્વાદ આપે છે તે આશીર્વાદિત થાય છે, ને જેને તું શાપ આપે છે તે શાપિત થાય છે.” See the chapterપવિત્ર બાઇબલ C.L.6 તેમની લશ્કરી તાક્ત અમારા કરતાં વધારે છે. તેથી કૃપા કરીને જલદી આવ અને આ લોકોને શાપ દે; કદાચ એમ હું તેમને હરાવી શકીશ અને તેમને દેશમાંથી હાંકી કાઢી શકીશ. કારણ, હું જાણું છું કે તું જેને આશિષ આપે છે તે આશીર્વાદિત થાય છે અને તું જેને શાપ દે છે તે શાપિત થાય છે.” See the chapterપવિત્ર બાઈબલ6 એ લોકો અમાંરા કરતાં વધારે મજબૂત છે, તેથી કૃપા કરીને તરત આવો અને એ લોકોને શ્રાપ આપો, તો કદાચ હું એ લોકોને હરાવીને દેશમાંથી હાંકી કાઢી શકું, મને ખબર છે કે, તમે જેને આશીર્વાદ આપો છો તેઓની સાથે સારું થાય છે અને તમે જેને શ્રાપ આપો છો તેઓની સાથે ખોટું થાય છે.” See the chapter |