Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ગણના 22:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 ઇઝરાયલી લોકોએ મુસાફરી કરીને મોઆબના મેદાનમાં યર્દન નદીની બીજી બાજુએ યરીખોની પાસે છાવણી કરી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને ઇઝરાયલી લોકો આગળ ચાલ્યા, ને તેઓએ મોઆબના મેદાનમાં યર્દનને પેલે પાર યરીખોની પાસે છાવણી કરી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

1 ઇઝરાયલીઓ આગળ ચાલ્યા અને તેમણે મોઆબના સપાટ મેદાનોમાં યર્દન નદીને પૂર્વ કિનારે યરીખોની સામે પડાવ નાખ્યો.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

1 પછી ઇસ્રાએલી લોકો આગળ યાત્રા કરીને મોઆબના મેદાનમાં યર્દન નદીને પૂર્વકાંઠે યરીખોની સામે આવ્યા અને ત્યાં પડાવ નાખ્યો.

See the chapter Copy




ગણના 22:1
14 Cross References  

તે ઉપરાંત મોઆબ, આમ્મોન તથા અદોમમાં અને તેની પાસેના પ્રદેશોમાં વસતા સર્વએ સાંભળ્યું કે બાબિલના રાજાએ યહૂદામાંના કેટલાકને હજુ પણ બાકી રહેવા દીધા છે. અને તેઓ પર શાફાનના દીકરા અહિકામના દીકરા ગદાલ્યાને અધિકારી તરીકે નીમવામાં આવ્યો છે.


બામોથથી મોઆબીઓના દેશમાંની ખીણમાં પિસ્ગાહ પર્વતની તળેટીમાં અરણ્યમાં આવેલી ખીણ તરફ ગયા.


યર્દન નદીને કિનારે યરીખોના, મોઆબના મેદાનમાં મૂસા તથા એલાઝાર યાજકે તેઓની સાથે વાત કરી કે,


તેઓ કેદીઓને તથા લૂંટ કરેલી વસ્તુઓને મૂસા, એલાઝાર યાજક તથા ઇઝરાયલ લોકોની જમાત પાસે લાવ્યા. આ બધું તેઓ મોઆબના મેદાનમાં યરીખોની સામે યર્દન નદીને કિનારે આવેલી છાવણીમાં લાવ્યા.


અમે યર્દન નદીને પેલે પારના દેશમાં તેઓની સાથે વારસો નહિ લઈએ, કેમ કે, યર્દન નદીને પૂર્વ કિનારે અમને વારસો મળી ચૂક્યો છે.”


આ બે કુળોને તથા અડધા કુળને તેઓના દેશનો ભાગ યરીખોની આગળ યર્દન નદીની પૂર્વ તરફ એટલે સૂર્યની ઉગમણી દિશા તરફ મળ્યો છે.”


મોઆબના મેદાનમાં યર્દનને કિનારે યરીખો પાસે યહોવાહે મૂસાને કહ્યું,


જે આજ્ઞાઓ તથા કાનૂનો યર્દન નદીને કિનારે મોઆબના મેદાનોમાં યરીખો સામે યહોવાહે મૂસાને ઇઝરાયલી લોકો માટે આપ્યા તે એ છે.


યર્દન પાર મોઆબ દેશમાં મૂસાએ આ નિયમ પ્રગટ કરવાની શરૂઆત કરીને કહ્યું કે,


તે સમયે આપણે યર્દન પાર અમોરીઓના બન્ને રાજાઓના હાથમાંથી આર્નોનની ખીણથી હેર્મોન પર્વત સુધીનો દેશ કબજે કરી લીધો.


મૂસા મોઆબના મેદાનમાંથી યરીખોની સામે આવેલા નબો પર્વત પર, પિસ્ગાહના શિખર પર ચઢયો. યહોવાહે તેને દાન સુધીનો આખો ગિલ્યાદ દેશ,


મોઆબના મેદાનમાં ઇઝરાયલીઓએ ત્રીસ દિવસ સુધી મૂસાના માટે શોક પાળ્યો, ત્યાર બાદ મૂસા માટેના શોકના દિવસો પૂરા થયા.


ત્યારે ઉપલી તરફથી વહેનાર પાણી ઠરી ગયું અને ઘણે દૂર સુધી, એટલે સારેથાન પાસેના આદમ નગર સુધી, ઢગલો થઈ ગયું. અને અરાબાના સમુદ્ર એટલે ખારા સમુદ્રની તરફ જે વહેતું હતું તે વહી ગયું અને લોક યરીખોની સામે પેલે પાર ઊતર્યા.


Follow us:

Advertisements


Advertisements