ગણના 21:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તેથી લોકોએ મૂસા પાસે આવીને કહ્યું, “અમે પાપ કર્યું છે કેમ કે અમે તારી અને યહોવાહની વિરુદ્ધ બોલ્યા છીએ. યહોવાહને પ્રાર્થના કર કે તેઓ અમારી મધ્યેથી સાપો દૂર કરે.” તેથી મૂસાએ લોકો માટે પ્રાર્થના કરી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને લોકોએ મૂસાની પાસે આવીને કહ્યું, “અમે પાપ કર્યું છે, કેમ કે અમે યહોવાની તથા તારી વિરુદ્ધ બોલ્યા છીએ. યહોવાની પ્રાર્થના કર કે, તે અમારી પાસેથી સર્પોને દૂર કરે.” અને મૂસાએ લોકોને માટે પ્રાર્થના કરી. See the chapterપવિત્ર બાઇબલ C.L.7 એટલે લોકો મોશે પાસે આવ્યા અને કહ્યું, “પ્રભુની વિરૂધ અને તમારી વિરુધ બોલીને અમે પાપ કર્યું છે. તમે અમારે માટે પ્રભુને પ્રાર્થના કરો કે પ્રભુ અમને આ સાપોથી બચાવી લે,” તેથી મોશેએ લોકોને માટે પ્રાર્થના કરી. See the chapterપવિત્ર બાઈબલ7 તેથી લોકો મૂસા પાસે આવ્યા અને કહેવા લાગ્યા, “અમે યહોવાની અને તારી વિરુદ્ધ બોલીને પાપ કર્યુ છે, તું અમને આ સર્પોથી છોડાવવા માંટે યહોવાને પ્રાર્થના કર.” તેથી મૂસાએ લોકો માંટે પ્રાર્થના કરી. See the chapter |
એટલે હવે, અલિફાઝ તું તારા માટે સાત બળદો અને સાત ઘેટા લે. મારા સેવક અયૂબની પાસે જા અને પોતાને માટે દહનીયાર્પણ તરીકે ચઢાવ. મારો સેવક અયૂબ તારે માટે પ્રાર્થના કરશે અને હું તેની પ્રાર્થના સાંભળીશ, તેથી હું તારી મૂર્ખાઈ પ્રમાણે તારી સાથે વર્તીશ નહિ. જેમ મારો સેવક અયૂબ મારા વિષે સાચું બોલ્યો હતો તેમ તું મારા વિષે સાચું બોલ્યો નહિ.”