ગણના 21:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 લોકો ઈશ્વર અને મૂસાની વિરુદ્ધ બોલવા લાગ્યા, “શા માટે અરણ્યમાં મરી જવાને તમે અમને મિસરમાંથી બહાર કાઢી લાવ્યા? અહીં રોટલી નથી, પાણી નથી, આ કંગાળ ભોજનથી તો અમે કંટાળી ગયા છીએ.” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને લોકો ઈશ્વરની તથા મૂસાની વિરુદ્ધ બોલ્યા, “તમે અમને અરણ્યમાં મરી જવાને માટે મિસરમાંથી કેમ કાઢી લાવ્યા છે? કેમ કે અન્ન નથી, ને પાણી પણ નથી. અને અમારા જીવ આ હલકા અન્નથી કંટાળે છે.” See the chapterપવિત્ર બાઇબલ C.L.5 તેમણે મોશે અને ઈશ્વર વિરૂદ્ધ ફરિયાદ કરી, “આ વેરાન રણપ્રદેશમાં અમે માર્યા જઈએ માટે તમે અમને ઇજિપ્તમાંથી કાઢી લાવ્યા છો? અહીં તો નથી પીવાને પાણી કે ખાવાને અન્ન! આ હલકા ખોરાકથી અમે કંટાળ્યા છીએ!” See the chapterપવિત્ર બાઈબલ5 તેઓ દેવની અને મૂસાની વિરુદ્ધ બોલવા લાગ્યા, “તમે શા માંટે અમને મિસરમાંથી લઈ આવ્યા. અહી મરવા માંટે? અહીં ખાવા અનાજ નથી, પીવાને પાણી નથી. આ સ્વાદરહિત માંન્નાથી તો અમે કંટાળી ગયા છીએ.” See the chapter |
પણ તેઓના દીકરાઓએ તથા દીકરીઓએ મારી વિરુદ્ધ બંડ કર્યું. તેઓ મારા નિયમો પ્રમાણે ચાલ્યા નહિ અને મારા કાનૂનોને અનુસર્યા નહિ, તેમ જ મારા કાયદાઓનું પાલન કરીને તેનો અમલ કર્યો નહિ. વળી તેઓએ મારા વિશ્રામવારને અપવિત્ર કર્યા, જો કોઈ માણસ તેઓને પાળે તો તે તેઓ વડે જીવે, ત્યારે મેં તેઓ પર મારો કોપ રેડીને તેઓના પર મારો આક્રોશ પૂરો કર્યો.