ગણના 21:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 જ્યારે નેગેબમાં રહેતા કનાનીઓના રાજા અરાદે સાંભળ્યું કે ઇઝરાયલ અથારીમને માર્ગેથી મુસાફરી કરી રહ્યા છે, ત્યારે તેણે ઇઝરાયલ સામે લડાઈ કરીને તેમાંના કેટલાકને કેદ કરી લીધા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 અને કનાની રાજા અરાદ જે નેગેબમાં રહેતો હતો તેણે એવી ખબર સાંભળી કે ઇઝરાયલ અથારીમને માર્ગે આવે છે. અને તેણે ઇઝરાયલની વિરુદ્ધ લડાઈ કરી, ને તેઓમાંના કેટલાકને પડકી લીધા. See the chapterપવિત્ર બાઇબલ C.L.1 અરાદનો રાજા કનાની હતો અને તે દક્ષિણના નેગેબ પ્રદેશમાં રહેતો હતો. તેને ખબર પડી કે ઇઝરાયલીઓ અથારીમના માર્ગે આવી રહ્યા છે. તેણે ઇઝરાયલીઓ પર આક્રમણ કર્યું અને તેઓમાંના કેટલાકને જીવતા કેદ પકડી લીધા. See the chapterપવિત્ર બાઈબલ1 જયારે નેગેબમાં રહેતા અરાદના કનાની રાજાએ સાંભળ્યું કે ઇસ્રાએલી પ્રજા અથારીમ તરફ જઈ રહી છે ત્યારે તેણે પોતાના સૈન્યને એકત્ર કરીને તેમના ઉપર હુમલો કરીને તેમાંના કેટલાકને બંદીવાન તરીકે પકડી લીધાં. See the chapter |