Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ગણના 2:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 યહૂદાની છાવણીની ધજાવાળા પોતાનાં સૈન્યો મુજબ પૂર્વ તરફ છાવણી કરે, અને આમ્મીનાદાબનો દીકરો નાહશોન યહૂદાના દીકરાઓનો આગેવાન થાય.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને પૂર્વની બાજુએ, સૂર્યોદય તરફ યહૂદાની છાવણીની ધજાવાળાં પોતાનાં સૈન્યો પ્રમાણે છાવણી કરે. અને આમિનાદાબનો દિકરો નાહશોન તે યહૂદાના પુત્રોનો અધિપતિ થાય.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

3-9 “પૂર્વ બાજુએ યહૂદાના સૈન્યના વજવાળા લોકો ટુકડી પ્રમાણે પડાવ નાખે. તેમના આગેવાનોનાં નામ અને સંખ્યા નીચે પ્રમાણે છે: કુળ આગેવાન સંખ્યા યહૂદા આમ્મીનાદાબનો પુત્ર નાહશોન 74,600 ઇસ્સાખાર સૂઆરનો પુત્ર નાથાનાએલ 54,400 ઝબુલૂન હેલોનનો પુત્ર એલિયાબ 57,400 કુલ: 186,400 યહૂદાના સૈન્યે સૌપ્રથમ આગેકૂચ કરવી.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

3 “પૂર્વની બાજુએ, સૂર્યોદય તરફ યહૂદાના કુળસમૂહના ધ્વજ નીચે આવતાં લોકોએ તેમની ટુકડી પ્રમાંણે પડાવ નાખવા. આમ્મીનાદાબનો દીકરો નાહશોન યહૂદાના દીકરાઓનો આગેવાન રહેશે.

See the chapter Copy




ગણના 2:3
19 Cross References  

જયારે ઇઝરાયલ તે દેશમાં હતો, ત્યારે રુબેન તેના પિતાની ઉપપત્ની બિલ્હાની પાસે જઈને તેની સાથે સૂઈ ગયો. તે ઘટના ઇઝરાયલના સાંભળવામાં આવી. યાકૂબના બાર દીકરા હતા.


લેઆના દીકરા: યાકૂબનો જ્યેષ્ઠ દીકરો રુબેન તથા શિમયોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર તથા ઝબુલોન.


રામનો દીકરો આમ્મીનાદાબ, આમ્મીનાદાબનો દીકરો નાહશોન. તે યહૂદાના વંશજોનો આગેવાન થયો.


યહૂદા પોતાના ભાઈઓ કરતાં પરાક્રમી થયો અને તેના વંશમાંથી આગેવાન આવશે. પણ જયેષ્ઠપણાનો હક તો યૂસફનો જ રહ્યો.


હારુનનું લગ્ન આમ્મીનાદાબની પુત્રી અને નાહશોનની બહેન અલીશેબા સાથે થયું. તેઓના પુત્રો: નાદાબ, અબીહૂ, એલાઝાર અને ઈથામાર.


તમારી સાથે લડાઈ કરનારા આગેવાનોનાં નામ નીચે મુજબ છે; રુબેનના કુળમાંથી શદેઉરનો દીકરો અલીસૂર.


યહૂદાના કુળમાંથી આમ્મીનાદાબનો દીકરો નાહશોન.


જ્યારે તમે ભયસૂચક રણશિંગડું વગાડો ત્યારે પૂર્વ દિશામાં નાખેલી છાવણીઓએ કૂચ કરવી.


યહૂદાના સૈન્યમાં ચુંમોતેર હજાર છસો પુરુષો હતા.


મૂસા, હારુન અને તેના દીકરા મંડપની સામે પૂર્વ દિશામાં, મુલાકાતમંડપની સામે પૂર્વ બાજુએ છાવણી કરે અને તેઓ પવિત્રસ્થાનની સંભાળ રાખે, એટલે ઇઝરાયલીઓ માટે તેની સંભાળ રાખે. અને જો કોઈ પરદેશી પાસે આવે તો તે માર્યો જાય.


અને પહેલે દિવસે પોતાનું અર્પણ ચઢાવનાર તે યહૂદાના કુળનો આમ્મીનાદાબનો દીકરો નાહશોન હતો.


અને શાંત્યર્પણોના યજ્ઞને માટે બે બળદ, પાંચ ઘેટા, પાંચ બકરા અને એક વર્ષનાં પાંચ હલવાન હતાં; આમ્મીનાદાબના દીકરા નાહશોનનું અર્પણ એ હતું.


આરામ આમ્મીનાદાબનો પિતા, આમ્મીનાદાબ નાહશોનનો પિતા, નાહશોન સલ્મોનનો પિતા,


આમ્મીનાદાબ, તે નાહશોનનો પિતા હતો, નાહશોન, તે સલ્મોનનો પિતા હતો;


Follow us:

Advertisements


Advertisements