ગણના 18:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 અગ્નિમાં હોમવામાં આવેલા અર્પણનાં ભાગો સિવાય આ બધાં અતિ પવિત્ર અર્પણો તારાં ગણાશે. એટલે બધાં ખાદ્યાર્પણો, બધાં પાપાર્થાર્પણો અને બધાં દોષાર્થાર્પણો આ બધાં પવિત્ર અર્પણો જે મારે માટે રાખ્યાં છે અને મારા માટે લાવે તે તારાં અને તારા માટે પવિત્ર ગણાય. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 પરમપવિત્ર વસ્તુઓમાંનું અગ્નિથી [બચેલું] આ તને મળશે. તેઓનાં સર્વ અર્પણ, એટલે તેઓનાં સર્વ ખાદ્યાર્પણ, તેઓનાં સર્વ પાપાર્થાર્પણ, તેઓનાં સર્વ દોષાર્થાર્પણ, જે કંઈ તેઓ મને ચઢાવે તે તારે માટે તથા તારા દિકરાઓને માટે પરમપવિત્ર થાય. See the chapterપવિત્ર બાઇબલ C.L.9 પરમપવિત્ર વસ્તુઓમાંથી અગ્નિમાં દહનીય નથી એવું આટલું તારું ગણાશે: તેઓ મને પવિત્ર અર્પણ તરીકે ચડાવે છે તે બધાં ધાન્યઅર્પણ, પ્રાયશ્ર્વિતબલિ અને દોષનિવારણબલિ તે તારા અને તારા વંશજોને માટે પરમપવિત્ર ગણાય. See the chapterપવિત્ર બાઈબલ9 અગ્નિમાં હોમવામાં ન આવેલા અર્પણનાં ભાગો સિવાય આ બધા અતિ પવિત્ર અર્પણો તારા ગણાશો; બધા ખાદ્યાર્પણો, પાપાર્થાર્પણો અને દોષાર્થાર્પણો એ બધા પવિત્ર અર્પણો તારા અને તારા વંશજોના ગણાશે. See the chapter |