Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ગણના 14:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 પણ યહોવાહની વિરુદ્ધ તમે દંગો ન કરશો, તેમ જ દેશના લોકોથી તમે ડરશો નહિ, કેમ કે તેઓને આપણે ખોરાકની પેઠે ખાઈ જઈશું. તેઓનો આશ્રય તેઓની પાસેથી જતો રહ્યો છે, કેમ કે યહોવાહ આપણી સાથે છે તેઓથી ડરશો નહિ.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 ફક્ત યહોવાની વિરુદ્ધ તમે બંડ ન કરો, તેમ જ દેશના લોકોથી તમે ડરી જશો નહિ; કેમ કે તેઓ તો આપણો કોળિયો છે. તેઓનો આશ્રય તેઓની પાસેથી જતો રહ્યો છે, ને યહોવા આપણી સાથે છે. તેઓથી ડરશો નહિ.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

9 પ્રભુની વિરુધ બંડ ન કરો અને ત્યાંના લોકોથી ડરી ન જાઓ. આપણે તેમને સહેલાઈથી જીતી લઈશું. તેમનું રક્ષણ કરનાર કોઈ રહ્યો નથી. પણ પ્રભુ આપણી સાથે છે તેથી તેમનાથી બીશો નહિ.”

See the chapter Copy

પવિત્ર બાઈબલ

9 યહોવાની વિરુદ્ધ બંડ ન કરશો, એ લોકોથી ડરશો નહિ, તે બધાને હરાવવા આપણે શક્તિમાંન છીએ. હવે તેમનું રક્ષણ કરનાર કોઈ રહ્યો નથી અને યહોવા આપણી સાથે છે, તેથી તેમનાથી જરાય ડરશો નહિ.”

See the chapter Copy




ગણના 14:9
50 Cross References  

ઇઝરાયલે યૂસફને કહ્યું, “હું મરણ પામી રહ્યો છું, પણ ઈશ્વર તમારી સાથે રહેશે અને તમને આપણા પિતૃઓના કનાન દેશમાં પાછા લઈ જશે.


જુઓ, ઈશ્વર અમારી સાથે છે તથા અમારા આગેવાન છે અને તેમના યાજકો ચેતવણીનાં રણશિંગડાં લઈને તમારી વિરુદ્ધ અમારી સાથે છે. તમે ઇઝરાયલના લોકોની સામે, તમારા પૂર્વજોના પ્રભુ, ઈશ્વરની સામે ન લડો, તેમાં તમે સફળ થવાના નથી.”


તેથી તે આસાને મળીને બોલ્યો, “આસા તથા સમગ્ર યહૂદિયા અને બિન્યામીનના બધા લોકો, મારી વાત સાંભળો જ્યાં સુધી તમે ઈશ્વર સાથે રહેશો ત્યાં સુધી તેઓ તમારી સાથે રહેશે. તમે જો તેમને શોધશો તો તે તમને મળશે; પણ જો તમે તેમનો ત્યાગ કરશો, તો તે તમારો ત્યાગ કરશે.


આ યુદ્ધમાં તમારે લડવાની જરૂર નથી. હે યહૂદિયા અને યરુશાલેમના લોકો તમે તમારા સ્થાને જ ઊભા રહેજો અને જોજો કે ઈશ્વર તમને કઈ રીતે બચાવી લે છે. ગભરાશો નહિ કે નાહિંમત થશો નહિ. આવતીકાલે તેમનો સામનો કરવા બહાર જજો, ઈશ્વર તમારી સાથે છે.’”


તેની પાસે ફક્ત માણસો જ છે, પણ આપણને સહાય કરવાને તથા આપણાં યુદ્ધો લડવાને આપણી સાથે આપણા પ્રભુ ઈશ્વર છે.” પછી યહૂદિયાના રાજા હિઝકિયાના ઉત્તેજનથી લોકો ઉત્સાહિત થયા હતા.


મેં અધિકારીઓને તથા બીજા લોકોને ઉદ્દેશીને કહ્યું, “તમારે તે લોકોથી ડરવું નહિ. આપણા પ્રભુ યહોવાહ કેવા મહાન અને ભયાવહ છે તે યાદ કરીને તમારા ભાઈઓ, પુત્રો, પુત્રીઓ, પત્નીઓ અને તમારા ઘર માટે લડો.”


પછી તેમણે તે ફળદ્રુપ દેશને તુચ્છ ગણ્યો; તેઓએ તેના વચનનો વિશ્વાસ કર્યો નહિ.


યહોવાહ તારા રક્ષક છે; યહોવાહ તારા જમણે હાથે તને છાયા કરશે.


શું સર્વ દુષ્ટતા કરનારને કંઈ ડહાપણ નથી? તેઓ રોટલીની જેમ મારા લોકોને ખાઈ જાય છે, પણ યહોવાહને વિનંતિ કરતા નથી.


સૈન્યોના યહોવાહ આપણી સાથે છે; યાકૂબના ઈશ્વર આપણા આશ્રય છે. સેલાહ.


આપણી સાથે સૈન્યોના સરદાર યહોવાહ છે; આપણો આશ્રય યાકૂબના ઈશ્વર છે. સેલાહ.


આવો યહોવાહનાં પરાક્રમો જુઓ, તેમણે પૃથ્વીની કેવી પાયમાલી કરી છે તે જુઓ.


તમે મહા મગરમચ્છનાં માથાના કકડેકકડા કરી નાખ્યા; તમે તેને અરણ્યમાં રહેતા લોકોને ખાવાને આપ્યો.


પરાત્પર ઈશ્વરના આશ્રયસ્થાનમાં જે વસે છે, તે સર્વસમર્થની છાયામાં રહેશે.


પરંતુ મૂસાએ લોકોને આશ્વાસન આપ્યું, “ગભરાશો નહિ. જ્યાં છો ત્યાં જ મક્કમતાપૂર્વક ઊભા રહો અને જુઓ કે આજે યહોવાહ તમારો કેવી અજાયબ રીતે બચાવ કરે છે! જે મિસરવાસીઓને તમે અત્યારે જુઓ છો તેઓ હવે પછી ક્યારેય તમને દેખાશે નહિ.


કેમ કે હવે કેમ જણાય કે હું તથા તમારા લોકો તમારી દ્રષ્ટિમાં કૃપા પામ્યા છીએ? શું એથી નહિ કે તમે અમારી સાથે આવો છો, એથી હું તથા તમારા લોકો પૃથ્વી ઉપરના સર્વ લોકોથી જુદા છીએ?”


હે આકાશો અને પૃથ્વી સાંભળો; કારણ કે યહોવાહ બોલ્યા છે: “મેં બાળકોને ઉછેરીને મોટાં કર્યાં પણ તેઓએ મારી વિરુદ્ધ બળવો કર્યો છે.


તેમાંનો દરેક માણસ વાયુથી આશ્રયસ્થાન અને વાવાઝોડા સામે આશરા જેવો, સૂકી ભૂમિમાં પાણીના નાળાં જેવો, કંટાળાજનક દેશમાં એક વિશાળ ખડકની છાયા જેવો થશે.


તું બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું. વ્યાકુળ થઈશ નહિ, કેમ કે હું તારો ઈશ્વર છું. હું તને બળ આપીશ અને તને સહાય કરીશ અને હું મારા જમણા હાથથી તને પકડી રાખીશ.


હે કીડા સમાન યાકૂબ, હે ઇઝરાયલના લોકો તમે બીશો નહિ; હું તને મદદ કરીશ.” એ યહોવાહનું, તારા છોડાવનાર, ઇઝરાયલના પવિત્રનું વચન છે.


પણ તેઓએ બંડ કરીને તેમના પવિત્ર આત્માને ખિન્ન કર્યો. તેથી તે પોતે તેમના શત્રુ થઈને તેઓની સામે લડ્યા.


તેઓ તારી સામે યુદ્ધ કરશે, પણ તને હરાવી શકશે નહિ, કેમ કે હું તારે પડખે રહી તારો બચાવ કરીશ.” એવું યહોવાહ કહે છે.


યહોવાહ કહે છે કે, બાબિલના રાજાથી તમે બીઓ છો પણ હવે જરાય બીશો નહિ, ‘કેમ કે તમારો બચાવ કરવા તથા તેના હાથમાંથી તમને મુકત કરવા હું તમારી સાથે જ છું.


નાસી ગયેલા બળહીન નિર્વાસિતો હેશ્બોનની છાયા તળે વિસામો લે છે, હેશ્બોનમાંથી અગ્નિ અને સીહોનમાંથી જ્વાળાઓ નીકળીને, મોઆબની સીમ અને ગર્વિષ્ઠ લોકનાં માથાં ખાઈ જાય છે.


અમે પાપ કર્યું છે અને જે ખોટું છે તે કર્યું છે. તમારી આજ્ઞાઓ તથા તમારા હુકમોથી ફરીને દુષ્ટતા કરી છે અને બળવો કર્યો છે.


દયા તથા ક્ષમા પ્રભુ અમારા ઈશ્વરની છે, કેમ કે અમે તમારી સામે બળવો કર્યો છે.


પછી કાલેબે મૂસાની પાસે ઊભા રહેલા લોકોને શાંત પાડ્યા અને કહ્યું, ચાલો, આપણે હુમલો કરી તે દેશનો કબજો લઈએ, કેમ કે આપણે તેને જીતી શકવા માટે સમર્થ છીએ.”


તેથી મૂસાએ બધા ઇઝરાયલી લોકોને કહ્યું. બધા કુળના આગેવાનોએ પોતાની લાકડી તેને આપી, દરેક આગેવાન પાસેથી એક લાકડી, તેમનાં પિતૃઓના કુળો પ્રમાણે એકેક લાકડી, એમ કુલ બાર લાકડી. હારુનની લાકડી પણ તેઓની લાકડીઓ વચ્ચે હતી.


ત્યાં લોકો માટે પીવાનું પાણી નહોતું, તેથી તેઓ મૂસાની અને હારુનની વિરુદ્ધ એકત્ર થયા.


ઈશ્વર તેઓને મિસરમાંથી કાઢી લાવે છે. તેનામાં જંગલી બળદના જેવી તાકાત છે. તે પોતાની વિરુદ્ધ થનાર પ્રજાઓને ખાઈ જશે. તે તેઓનાં હાડકાં ભાંગીને ટુકડા કરશે. તે પોતાના તીરોથી તેઓને વીંધી નાખશે.


“જુઓ, કુંવારી ગર્ભવતી થશે, તેને દીકરો થશે અને તેનું નામ તેઓ ઇમ્માનુએલ પાડશે, જેનો અર્થ એ છે કે, ‘ઈશ્વર આપણી સાથે.”


ત્યારે એ વાતો વિષે આપણે શું કહીએ? જો ઈશ્વર આપણા પક્ષના તો આપણી વિરુદ્ધ કોણ?


જુઓ, ઈશ્વર તમારા યહોવાહે તે દેશ તમારી આગળ મૂક્યો છે; ઈશ્વર તમારા પિતૃઓના યહોવાહે તમને કહ્યું તે પ્રમાણે આગળ વધીને તેનો કબજો લો. બીશો નહિ અને ગભરાશો નહિ.”


“પણ તમે ત્યાં જવા નહિ ચાહતા ઈશ્વર તમારા યહોવાહની આજ્ઞાનો અનાદર કર્યો.


ત્યારે મેં તમને કહ્યું કે, “ડરો નહિ અને તેઓથી બી ન જાઓ.


બળવાન તથા હિંમતવાન થાઓ, બીહો નહિ, તેઓથી ભયભીત ન થાઓ, કેમ કે, જે તમારી સાથે જાય છે તે તો યહોવાહ તમારા ઈશ્વર છે. તે તમને છોડી દેશે નહિ કે તમને તજી દેશે નહિ.”


જે તારી આગળ જાય છે, તે તો યહોવાહ છે; તે તારી સાથે રહેશે, તે તને છોડી દેશે નહિ કે તને તજી દેશે નહિ, માટે તું ગભરાઈશ નહિ કે નાહિંમત થઈશ નહિ.”


જેઓને મારી નાખવામાં આવ્યા છે તે તથા કેદીઓના લોહીથી, શત્રુઓના આગેવાનોના માથાના લોહીથી, મારાં બાણોને લોહી પાઈને તૃપ્ત કરીશ, અને મારી તલવાર માંસ ખાશે.’


તું તેઓથી બીશ નહિ; યહોવાહ તારા ઈશ્વરે ફારુન તથા આખા મિસરને જે કર્યું તે તારે યાદ રાખવું;


તું તેઓથી ભયભીત થઈશ નહિ, કેમ કે, યહોવાહ તારા ઈશ્વર તારી મધ્યે છે, મહાન અને ભયાવહ ઈશ્વર છે.


તમે અરણ્યમાં કેવી રીતે યહોવાહ તમારા ઈશ્વરને કોપ ચઢાવ્યો તે તું યાદ રાખ, ભૂલી જઈશ મા; મિસર દેશમાંથી તમે બહાર નીકળ્યા તે દિવસથી તે અહીં આવ્યા ત્યાં સુધી તમે યહોવાહની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા આવ્યા છો.


માત્ર ખ્રિસ્તની સુવાર્તાને યોગ્ય આચરણ કરો, જેથી ગમે તો હું આવીને તમને જોઉં અથવા દૂર રહું તોપણ તમારા વિષે સાંભળું કે તમે સર્વ એક આત્મામાં સ્થિર રહીને એક જીવથી સુવાર્તાનાં વિશ્વાસને માટે પ્રયત્ન કરો છો.


તારા જીવનના સર્વ દિવસો દરમ્યાન કોઈ પણ તારો સામનો કરી શકશે નહિ. જેમ હું મૂસા સાથે હતો તેમ હું તારી સાથે રહીશ; હું તને તજીશ કે મૂકી દઈશ નહિ.


તેથી હવે આ પર્વતીય પ્રદેશ કે જે વિષે યહોવાહ તે દિવસે મને વચન આપ્યુ હતું, તે મને આપ. કેમ કે તે દિવસે તેં સાંભળ્યું કે ત્યાં અનાકી અને તેમના મોટાં કોટવાળાં નગરો છે. યહોવાહ મારી સાથે હશે અને યહોવાહના કહ્યા પ્રમાણે હું તેઓને અહીંથી દૂર કાઢી મૂકીશ.”


યૂસફના વંશજોએ બેથેલ પર આક્રમણ કર્યું. ઈશ્વર તેઓની સાથે હતા.


Follow us:

Advertisements


Advertisements