Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ગણના 14:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 ત્યારે મૂસા તથા હારુન ઇઝરાયલ લોકોના ભેગા મળેલા સમગ્ર સમુદાય આગળ ઊંધા પડયા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 ત્યારે ઇઝરાયલની સમગ્ર પ્રજાની આખી સભાની આગળ મૂસા તથા હારુન ઊંધા પડયા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

5 ત્યારે મોશે અને આરોન ઇઝરાયલી સમાજની સમગ્ર સભાની સમક્ષ પ્રાર્થના માટે ભૂમિ પર શિર ટેકવતાં ઊંધા પડયા.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

5 આ સાંભળીને મૂસા તથા હારુન ઇસ્રાએલીઓના ભેગા મળેલા સમગ્ર સમાંજ સમક્ષ ઊધે મસ્તકે ભૂમિ પર પડયા.

See the chapter Copy




ગણના 14:5
18 Cross References  

ઇબ્રામ ભૂમિ સુધી નીચો નમ્યો. ઈશ્વરે તેની સાથે વાત કરતાં કહ્યું,


જ્યારે લોકોએ આ જોયું ત્યારે તેઓએ દંડવત પ્રણામ કર્યા અને કહ્યું, “યહોવાહ એ જ ઈશ્વર છે! યહોવાહ એ જ ઈશ્વર છે!”


દાઉદે ઊંચે નજર કરીને જોયું તો, યહોવાહનો દૂત, આકાશ અને પૃથ્વી વચ્ચે ઉઘાડી તલવાર લઈને, યરુશાલેમ તરફ પોતાના હાથ લંબાવી ઊભો હતો. પછી દાઉદ અને વડીલોએ, ટાટ પહેરી, ભૂમિ પર લાંબા થઈ પ્રણામ કર્યા.


જ્યારે તે લોકો હુમલો કરતા હતા ત્યારે હું એકલો હતો. મેં ઊંધા પડીને પોકારીને કહ્યું, “હે પ્રભુ યહોવાહ! શું યરુશાલેમ પર તમારો રોષ વરસાવતાં તમે ઇઝરાયલમાં બાકી રહેલાઓનો નાશ કરશો?”


ત્યારે મેં તેમના શબ્દો સાંભળ્યા, તેમને સાંભળતાં જ હું ભરનિદ્રામાં જમીન પર ઊંધો પડી ગયો.


યહોવાહની સંમુખથી અગ્નિ આવ્યો અને વેદી પરના દહનીયાર્પણને તથા ચરબીવાળા ભાગોને ભસ્મ કર્યાં. જ્યારે સર્વ લોકોએ આ જોયું, ત્યારે તેઓ પોકાર કરવા લાગ્યા અને જમીન પર ઊંધા પડ્યા.


અને નૂનનો દીકરો યહોશુઆ તથા યફૂન્નેનો દીકરો કાલેબ જેઓ દેશની જાસૂસી કરનારાઓમાંનાં હતા. તેઓએ પોતાનાં વસ્ત્ર ફાડ્યાં.


મૂસાએ તથા હારુને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને કહ્યું, “ઈશ્વર, સર્વ માનવજાતના આત્માઓના ઈશ્વર, જો એક માણસ પાપ કરે તો શું તમે આખી જમાત પ્રત્યે કોપાયમાન થશો?”


જ્યારે મૂસાએ આ સાંભળ્યું ત્યારે તે ઊંધો પડી ગયો.


“આ જમાત આગળથી દૂર જાઓ જેથી હું તેઓનો તરત જ નાશ કરું.” એટલે મૂસા અને હારુન જમીન પર ઊંધા પડ્યા.


યહોવાહે મૂસાને કહ્યું, “હારુનની લાકડી સાક્ષ્યમંડપની સમક્ષ મૂક. બળવો કરનારા લોકો વિરુદ્ધ ચિહ્ન તરીકે મૂક, જેથી મારી વિરુદ્ધ તેમની આ ફરિયાદોનો અંત આવે અને તેમને મરવું પડે નહિ.”


મૂસા તથા હારુન સભા આગળથી નીકળી ગયા. તેઓ મુલાકાતમંડપના દ્વાર પાસે ગયા અને ઉંધા પડ્યા. ત્યાં તેઓની સમક્ષ યહોવાહનું ગૌરવ પ્રગટ થયું.


પછી તેમણે થોડે દૂર જઈને મુખ નમાવીને પ્રાર્થના કરતાં કહ્યું કે, “ઓ મારા પિતા, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કરો; તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.”


તેણે કહ્યું, “એમ તો નહિ, પણ હું યહોવાહનાં સૈન્યનો સરદાર છું.” અને યહોશુઆએ ભૂમિ પર પડીને તેનું ભજન કરીને કહ્યું, “મને માલિકનો આદેશ ફરમાવો.”


યહોવાહે યહોશુઆને કહ્યું કે, ઊઠ! એમ શા માટે નીચે પડી રહ્યો છે?


ત્યારે ચોવીસ વડીલો રાજ્યાસન પર બેઠેલાને દંડવત પ્રણામ કરશે. જે સદાસર્વકાળ સુધી જીવંત છે તેમની આરાધના કરશે અને રાજ્યાસન આગળ પોતાના મુગટ ઉતારીને કહેશે કે,


ત્યારે ચારે પ્રાણીઓએ કહ્યું, આમીન! પછી વડીલોએ દંડવત પ્રણામ કરીને તેમની આરાધના કરી.


સઘળા સ્વર્ગદૂતો રાજ્યાસનની તથા વડીલોની તથા ચારે પ્રાણીઓની આસપાસ ઊભેલા હતા, અને તેઓએ રાજ્યાસનની આગળ દંડવત પ્રણામ કરીને ઈશ્વરની ભજન કરતાં કહ્યું કે,


Follow us:

Advertisements


Advertisements