ગણના 11:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 લોકો છાવણીમાં ફરીને માન્ના વીણીને એકત્ર કરી લાવતા અને ઘંટીમાં દળી અથવા ખાંડણિયામાં ખાંડીને તથા તવામાં શેકીને તેની પૂરીઓ બનાવતા; અને તેનો સ્વાદ જૈતૂનના તેલ જેવો હતો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 લોકો અહીંતહીં ફરીને તેને એકઠું કરતા, ને તેને ઘંટીઓમાં દળીને અથવા ખાંડણિયામાં ખાંડીને તથા તવામાં શેકીને તેની પોળીઓ બનાવતા. અને તેનો સ્વાદ તાજા તેલના સ્વાદ જેવો હતો. See the chapterપવિત્ર બાઇબલ C.L.8-9 પડાવમાં રાત્રે ઝાકળની સાથે માન્ના પણ પડતું હતું. સવારે લોકો ફરી ફરીને માન્ના એકઠું કરી લાવતા અને ઘંટીમાં દળતા અથવા ખાંડણિયામાં ખાંડી આટો બનાવતા અને તેને તવા પર શેકીને તેની ભાખરી બનાવતા. તેનો સ્વાદ તાજા તેલથી મોયેલી ભાખરીના જેવો લાગતો હતો.) See the chapterપવિત્ર બાઈબલ8 લોકો ખેતરમાં ફરીને માંન્ના વીણીને એકત્ર કરી લાવતા અને ઘંટીમાં દળતા અથવા ખાંડણિયામાં ખાંડી લેતા અને લોટ બનાવીને તેને તપેલીમાં બાફીને તેની ભાખરી બનાવતા. See the chapter |