લેવીય 2:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તે હારુનના પુત્રોની પાસે એટલે યાજકોની પાસે તે લાવે અને તે તેમાંથી એક મુઠ્ઠીભર મેંદાનો લોટ, તેલ અને ધૂપ લે. પછી યાજક યહોવાહની કરુણાની યાદગીરી માટે સુવાસિત ખાદ્યાર્પણ તરીકે વેદી પર તેનું દહન કરે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને તે હારુનના પુત્રોની પાસે એટલે યાજકોની પાસે તે લાવે; અને તે તેમાંથી એક મુઠ્ઠીભર મેંદો તથા તેલ ને તે પરનો બધો લોબાન લે. અને યાજક યાદગીરીને માટે યહોવાને સારુ સુવાસિત હોમયજ્ઞ તરીકે વેદી પર તેનું દહન કરે. See the chapterપવિત્ર બાઇબલ C.L.2 તેણે તેના પર ઓલિવ તેલ રેડવું અને લોબાન મૂકવો. પછી તે અર્પણ આરોનવંશી યજ્ઞકાર સમક્ષ લાવવું. યજ્ઞકારે તેમાંથી મૂઠીભર લોટ, તેલ અને બધો લોબાન લઈને તેમનું પ્રતીકરૂપે યજ્ઞવેદી પર દહન કરવું. આહુતિના આ યજ્ઞની સુવાસ પ્રભુને પ્રસન્ન કરે છે. See the chapterપવિત્ર બાઈબલ2 પછી તેણે એ હારુનના પુત્રો – યાજકો સમક્ષ લાવવું. પછી એક યાજક તેમાંથી એક મૂઠી લોટ, તેલ અને બધો લોબાન લઈને તેને પ્રતીકરૂપે વેદી પર હોમે. આ ખાદ્યાર્પણ અગ્નિ દ્વારા થાય છે તેની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે. See the chapter |
જે બળદને કાપનાર છે તે, માણસને મારી નાખનાર જેવો; જે હલવાનનું અર્પણ કરે છે તે કૂતરાનું ડોકું મરડી નાખનાર જેવો; જે ખાદ્યાર્પણ ચઢાવનાર તે ભૂંડનું રક્ત ચઢાવનાર જેવો; જે ધૂપથી સ્મારક અર્પણ કરનાર છે તે દુષ્ટતાને આશીર્વાદ આપનાર જેવો છે. તેઓએ પોતે જ પોતાનો માર્ગ પસંદ કર્યો છે અને તેઓ ધિક્કારપાત્ર વસ્તુઓમાં આનંદ માણે છે.