Biblia Todo Logo
Online Bible

- Advertisements -




લેવીય 1:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 પછી તે બળદને યહોવાહની સમક્ષ કાપે. યાજકો, એટલે હારુનના પુત્રો, તેના રક્તને લાવીને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ આવેલી વેદીની ચારે બાજુએ છાંટે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને તે વાછરડાને યહોવાની સમક્ષ તે કાપે; અને યાજકો, એટલે હારુનના પુત્રો, તે રક્તને રજૂ કરે, ને મુલાકાતમંડપના દ્વાર પાસેની વેદી પર ચારે બાજુએ તે રક્ત છાંટે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

5 તેણે પ્રભુ સમક્ષ આખલાને કાપવો અને આરોનવંશી લેવીએ તેનું રક્ત પ્રભુને ચડાવી મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે આવેલી વેદીની ચારે બાજુએ છાંટવું.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

5 “પછી તે દહનાર્પણને યહોવા સમક્ષ વધેરે; અને હારુનના પુત્રો – યાજકો તેનું લોહી યહોવાને ધરાવી મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ આવેલી વેદીની ચારે બાજુએ છાંટે.

See the chapter Copy




લેવીય 1:5
25 Cross References  

તેઓએ પાસ્ખાનાં પશુઓને કાપ્યાં અને યાજકોએ તેઓના હાથમાંથી તેમનું લોહી લઈને છાટ્યું અને લેવીઓએ તે પશુઓનાં ચર્મ ઉતાર્યાં.


પછી યહોવાહની સંમુખ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ વાછરડાનો વધ કરવો.


પછી એ ઘેટાંનો વધ કરીને, તેનું રક્ત લઈને વેદીની ચારે બાજુએ છાંટવું.


તું દહનીયાર્પણની વેદીને મુલાકાતમંડપના માંડવાના દરવાજાની સામે મૂક.


તેથી ઘણા દેશો તેને જોઈને આશ્ચર્યચકિત થશે; રાજાઓ તેને કારણે પોતાના મુખ બંધ રાખશે. કારણ કે તેઓને જે કહેવામાં આવ્યું નહોતું તે તેઓ જોશે અને જે તેઓએ સાંભળ્યું નહોતું તે તેઓ સમજશે.


હું તમારા પર શુદ્ધ પાણી છાંટીશ, તમે તમારી બધી અશુદ્ધિઓથી શુદ્ધ થશો. અને હું તમને તમારી સર્વ મૂર્તિઓથી શુદ્ધ કરીશ.


પછી તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, પ્રભુ યહોવાહ કહે છે, વેદી બનાવવામાં આવે તે દિવસે તેના ઉપર દહનીયાર્પણ ચઢાવવા વિષે તથા તેના પર રક્ત છાંટવા વિષે આ નિયમો છે”


તે તેને વેદીની ઉત્તર બાજુએ યહોવાહની સમક્ષ કાપે. યાજકો, એટલે હારુનના પુત્રો, તેનું રક્ત વેદીની આગળ પાછળ અને ચારે બાજુએ છાંટે.


યાજક તેને વેદી આગળ લાવીને તેનું માથું મરડી નાખે અને વેદી પર તેનું દહન કરે. પછી તેનું રક્ત વેદીની એક બાજુએ રેડી દે.


ત્યારપછી તે લોકોના પાપાર્થાર્પણનો બકરો કાપે અને તેનું રક્ત પડદાની અંદરની બાજુ લાવે. બળદના રક્તની જેમ તે તેના રક્તનું પણ કરે; તે દયાસન પર તેને છાંટે ત્યારપછી દયાસનની સામે તેને છાંટે.


કારણ કે શરીરનો જીવ રક્તમાં છે. અને વેદી પર તે રક્ત તમારા માટે પ્રાયશ્ચિત કરે તે માટે મેં તમને આપ્યું છે. કેમ કે રક્તથી જ પ્રાયશ્ચિત થાય છે, કારણ કે તેમાં જીવ છે.


તે બકરાના માથા પર પોતાનો હાથ મૂકે અને મુલાકાતમંડપની આગળ તેને કાપે. પછી હારુનના પુત્રોએ તેનું રક્ત વેદીની ચારે બાજુએ છાંટવું.


તે પોતાના અર્પણના માથા પર પોતાનો હાથ મૂકે અને મુલાકાતમંડપના દ્વાર પાસે તેને કાપે. પછી યાજકો, એટલે હારુનના પુત્રો તેનું રક્ત વેદીની ચારે બાજુએ છાંટે.


તે પોતાના અર્પણના માથા પર પોતાનો હાથ મૂકે અને મુલાકાતમંડપની આગળ તેને કાપે. પછી હારુનના પુત્રોએ તેનું રક્ત વેદીની ચારે બાજુએ છાંટવું.


તે પોતાના હાથ પાપાર્થાર્પણના માથા પર મૂકે અને દહનીયાર્પણની જગ્યાએ પાપાર્થાર્પણને કાપે.


તે પોતાનો હાથ પાપાર્થાર્પણના માથા પર મૂકે અને જ્યાં દહનીયાર્પણ કપાય છે, ત્યાં તે જગ્યાએ પાપાર્થાર્પણને માટે તેને કાપે.


સુવાસિત દહનીયાર્પણની વેદી મુલાકાતમંડપમાં યહોવાહની આગળ છે તેનાં શિંગ પર યાજક તે રક્તમાંથી ચોપડે અને જે યજ્ઞવેદી મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે છે તેના થડમાં બળદનું સઘળું રક્ત તે રેડી દે.


હું શું લઈને યહોવાહની આગળ આવું? કે ઉચ્ચ ઈશ્વરને નમસ્કાર કરું? શું હું દહનીયાર્પણો લઈને, અથવા એક વર્ષના વાછરડાને લઈને તેમની આગળ આવું?


પણ ગાયના પ્રથમજનિતને, ઘેટાંના પ્રથમજનિતને તથા બકરાના પ્રથમજનિતને તું ન ખરીદ. તેઓ પવિત્ર છે, મારા માટે અલગ કરેલા છે. તારે તેઓનું રક્ત વેદી પર છાંટવું અને મારા માટે સુવાસિત હોમયજ્ઞ તરીકે ચરબીનું અર્પણ કરવું.


દરેક યાજક નિત્ય સેવા કરતાં તથા એ ને એ જ બલિદાનો વારંવાર આપતા ઊભો રહે છે, પરંતુ એ બલિદાનો પાપોને દૂર કરવાને કદાપિ સક્ષમ નથી.


નવા કરારના મધ્યસ્થ ઈસુની પાસે અને જે છંટકાવનું રક્ત હાબેલના કરતાં સારું બોલે છે ત્યાં તેની પાસે આવ્યા છો.


જેઓને ઈશ્વરપિતાના પૂર્વજ્ઞાન પ્રમાણે આત્માનાં પવિત્રીકરણથી આજ્ઞાકારી થવા અને ઈસુ ખ્રિસ્તનાં રક્તથી છંટકાવ પામવા સારુ પસંદ કરેલા છે, તેવા તમ સર્વ પર પુષ્કળ કૃપા તથા શાંતિ હો.


તેઓએ બળદનું બલીદાન કર્યું અને તેઓ તે બાળ શમુએલને એલી પાસે લાવ્યા.


Follow us:

Advertisements


Advertisements