યર્મિયાનો વિલાપ 1:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 સિયોનના માર્ગો શોક કરે છે કેમ કે ત્યાંના ઉત્સવોમાં કોઈ આવતું નથી. તેના સર્વ દરવાજા ઉજ્જડ થઈ ગયા છે. તેના યાજકો નિસાસા નાખે છે. તેની કુમારિકાઓ અતિ ઉદાસ થઈ ગઈ છે અને તે નગર ખિન્નતા અનુભવે છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 સિયોનના માર્ગો શોક કરે છે, કેમ કે નીમેલા પર્વમાં કોઈ આવતું નથી! તેના સર્વ દરવાજા ઉજ્જડ થયા છે, તેના યાજકો નિસાસા મૂકે છે. તેની કુમારિકાઓ ખિન્ન છે, ને તે [નગરી] જાતે અતિ દુ:ખી છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.4 પવિત્ર પર્વોના દિવસોમાં ભજનને માટે મંદિરમાં કોઈ આવતું નથી. તેથી સિયોનના સૂના માર્ગો શોક કરે છે. સિયોનની ગાનારી યુવતીઓ દુ:ખથી કણસે છે અને તેના યજ્ઞકારો નિસાસા નાખે છે. શહેરના દરવાજા સૂના પડયા છે. See the chapterપવિત્ર બાઈબલ4 સિયોનના માર્ગો આક્રંદ કરે છે, ત્યાં કોઇ ઉત્સવોમાં આવતું નથી; તેના દરવાજા ઉજ્જડ થઇ ગયા છે, ને તેના યાજકો આર્તનાદ કરે છે; તેની કુમારિકાઓ અતિ ઉદાસ થઇ ગઇ છે, અને તે શહેર તેની કડવાશ અનુભવે છે. See the chapter |