યહોશુઆ 7:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 લૂંટમાંથી એક સારો શિનઆરી જામો, 2 કિલો 300 ગ્રામ ચાંદી, 575 ગ્રામ વજનવાળું સોનાનું એક પાનું લેવાની લાલચ મને થઈ. આ બધું મેં મારા તંબુની મધ્યે જમીનમાં સંતાડેલું છે; ચાંદી સૌથી નીચે છુપાવી છે.” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 લૂટમાં એક સારો શિનઆરી જામો ને બસો શેકેલ રૂપું, ને પચાસ શેકેલ વજનનું સોનાનું એક પાનું જોઈને તેનો મને લોભ લાગ્યો, ને મેં તે લીધાં. અને જુઓ, તે મારા તંબુ મધ્યે ભૂમિમાં સંતાડેલાં છે, ને રૂપું તેની નીચે છે.” See the chapterપવિત્ર બાઇબલ C.L.21 આપણે લૂંટેલી વસ્તુઓમાં મેં એક બેબિલોની જામો, લગભગ અઢી કિલોગ્રામ રૂપું અને આશરે અર્ધા કિલોગ્રામથી વધારે વજનની સોનાની લગડી જોયાં. એ જોઈને મને તેમનો લોભ લાગ્યો એટલે મેં તે લઈ લીધાં. મેં તેમને મારા તંબુમાં દાટી દીધાં છે, અને તેમાં રૂપું સૌથી નીચે મૂકેલું છે.” See the chapterપવિત્ર બાઈબલ21 લૂંટની વસ્તુઓમાં માંરી નજર શિનાર દેશના એક સુંદર ઝભ્ભા ઉપર અને બસો તોલા ચાંદી અને પચાસ તોલા સોનાની લગડી ઉપર પડી અને માંરું મન લલચાયું તેથી મે એ વસ્તુઓ ઉપાડી લીધી અને માંરા તંબુમાં જમીનમાં દાટી દીધી છે. ચાંદી સૌથી નીચે છે.” See the chapter |