Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યહોશુઆ 7:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 ઊઠ! લોકોને શુદ્ધ કર અને કહે, આવતીકાલને માટે તમે પોતાને શુદ્ધ કરો. કારણ કે ઇઝરાયલનો પ્રભુ યહોવાહ કહે છે, હે ઇઝરાયલ, તારી મધ્યે એક શાપિત વસ્તુ કાઢી નહિ નાખે, ત્યાં સુધી તું તારા શત્રુ આગળ ટકી શકનાર નથી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 ઊઠ, લોકોને શુદ્ધ કર, ને કહે, ‘કાલને માટે તમે પોતાને શુદ્ધ કરો; કારણ કે ઇઝરાયલનો ઈશ્વર યહોવા એમ કહે છે કે, હે ઇઝરાયલ, તારી મધ્યે એક શાપિત વસ્તુ છે. તમે તમારામાંથી શાપિત વસ્તુ કાઢી નહિ નાખો, ત્યાં સુધી તું તારા શત્રુ આગળ ટકી શકનાર નથી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

13 તેથી ઊઠ, જઈને લોકોને શુદ્ધ કર. તેમને કહે કે તેઓ શુદ્ધ થઈને આવતી કાલે મારી સમક્ષ હાજર થવા તૈયાર થાય. કારણ, હું પ્રભુ, ઇઝરાયલનો ઈશ્વર, આમ કહું છું: ‘હે ઇઝરાયલ, તમારી મધ્યે મના કરેલી અર્પિત વસ્તુ છે; તમે તમારામાંથી એ વસ્તુ દૂર નહિ કરો ત્યાં સુધી તમે તમારા શત્રુઓ આગળ ટકવાના નથી!

See the chapter Copy

પવિત્ર બાઈબલ

13 “તેથી, ઊભો થા અને લોકોને શુદ્ધ કર. તેમને કહે: ‘આવતી કાલ માંટે તમે તમાંરી જાતન શુદ્ધ કરો, કારણ ઇસ્રાએલીઓના યહોવા દેવે કહ્યું છે કે, લોકોએ ચોરી કરી છે અને જે તમાંરે ન રાખવી જોઈએ તે વસ્તુઓ રાખી લીધી છે, તમે તમાંરા તાબામાં તે શાપિત વસ્તુઓ રાખી છે જેનો મેં તમને નાશ કરવાની આજ્ઞા કરી હતી અને જો જ્યાં સુધી તે વસ્તુઓ નાશ ન પામે ત્યાં સુધી તમે તમાંરા દુશ્મનોને કરાવી શકવાના નથી.

See the chapter Copy




યહોશુઆ 7:13
13 Cross References  

યાકૂબના બાકીના દીકરાઓએ મૃત્યુ પામેલાઓના એ નગરમાં આવીને તેને લૂટ્યું, કેમ કે તે લોકોએ તેઓની બહેનને ભ્રષ્ટ કરી હતી.


અને હવે તમે યહૂદિયા અને યરુશાલેમનાં સ્ત્રીપુરુષોને ગુલામ તરીકે રાખો છો. એવું કરીને તમે પોતે પણ તમારા ઈશ્વર પ્રભુની વિરુદ્ધ અપરાધ કર્યા નથી?


ઓ ઢોંગી! પ્રથમ તું પોતાની જ આંખમાંથી ભારોટીયો કાઢ, ત્યાર પછી તને તારા ભાઈની આંખમાંથી ફોતરું કાઢવાને સારી રીતે દેખાશે.


જો તારો ભાઈ એટલે તારી માનો દીકરો અથવા તારી દીકરી અથવા તારી પ્રિય પત્ની તથા તારો પ્રિય મિત્ર તને લલચાવતાં એમ કહે કે “ચાલો જે અન્ય દેવદેવીઓને તમે જાણતા નથી, તેમ તમારા પિતૃઓ પણ જાણતા નહોતા તેઓની આપણે પૂજા કરીએ.


અને યહોશુઆએ લોકોને કહ્યું, “તમે પોતાને પવિત્ર કરો, કેમ કે કાલે યહોવાહ તમારી મધ્યે આશ્ચર્યકારક કૃત્યો કરશે.”


પણ તમે પોતાના માટે, તમામ એવી નાશવંત વસ્તુ લેવા વિષે સાવધ રહો. રખેને તે વસ્તુઓને શાપિત માન્ય પછી તેમાંથી કશું લો. અને તેમ કરવાથી તમે ઇઝરાયલની છાવણીનો નાશ થાય એવું કરો અને તેના પર સંકટ લાવો.


ઇઝરાયલે પાપ કર્યું છે. તેઓએ જે કરાર મેં તેઓને ફરમાવ્યો હતો તેનું ઉલ્લંઘન કર્યું છે. શાપિત વસ્તુમાંથી કેટલીક લઈ પણ લીધી છે અને ચોરી તથા બંડ પણ કર્યું છે. વળી પોતાના સામાનની મધ્યે તેઓએ તે સંતાડ્યું છે.


Follow us:

Advertisements


Advertisements