યહોશુઆ 6:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 જેમ યહોશુઆએ લોકોને કહ્યું તેમ, સાત યાજકોએ યહોવાહની આગળ સાત રણશિંગડાં ઊચક્યાં અને તેઓ આગળ ચાલ્યા અને તેઓએ રણશિંગડાં વગાડીને મોટો અવાજ કર્યો અને યહોવાહનો કરારકોશ તેઓની પાછળ ચાલ્યો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને એમ થયું કે, જ્યારે યહોશુઆ લોકોને એ કહી રહ્યો, ત્યારે સાત યાજકો યહોવાનીઇ આગળ મેંઢાના શિંગના સાત રણશિંગડાં લઈને આગળ ચાલ્યા ને રણશિંગડાં વગાડ્યાં. અને યહોવાનો કરારકોશ તેઓની પાછળ પાછળ ચાલ્યો. See the chapterપવિત્ર બાઇબલ C.L.8-9 આમ, યહોશુઆએ આપેલા હુકમ પ્રમાણે શસ્ત્રસજ્જિત અગ્ર રક્ષકદળ ઘેટાંનાં શિંગનાં રણશિંગડાં વગાડનાર યજ્ઞકારોની આગળ ચાલ્યું. એમની પાછળ કરારપેટી ઊંચકનારા યજ્ઞકારો ગયા. એમની પાછળ અનુગામી રક્ષકદળ હતું. એ બધો સમય રણશિંગડાં વાગતાં હતાં. See the chapterપવિત્ર બાઈબલ8 જ્યારે યહોશુઆએ લોકો સાથે વાતો કરવાનું પૂરું કર્યું, ત્યારે સાત યાજકોએ યહોવાની આગળ સાત રણશિંગડાં ધરી રાખ્યાં હતાં તેને ફૂંક્યા. જ્યારે તેમને અનુસરતાં યાજકો દ્વારા લઈ જવાતો યહોવાનાં કરારનો કોશ તેમની પાછળ ચાલતો હતો. See the chapter |