યહોશુઆ 6:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 સાતમે દિવસે જયારે યાજકો જોરથી રણશિંગડા વગાડતા હતા ત્યારે યહોશુઆએ લોકોને આજ્ઞા કરી કે, “મોટેથી વગાડો. કેમ કે યહોવાહે આ નગર તમને આપ્યું છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 અને સાતમી વખતે એમ થયું કે, યાજકો રણશિંગડાં વગાડતા હતા ત્યારે યહોશુઆએ લોકોને કહ્યું, “હોકારો કરો; કેમ કે યહોવાએ નગર તમને આપ્યું છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.16 સાતમીવાર કૂચ કરતી વખતે યજ્ઞકારો રણશિંગડાં વગાડવાના હતા ત્યારે યહોશુઆએ લોકોને હુકમ આપતાં કહ્યું, “યુદ્ધનો પોકાર પાડો, કારણ, પ્રભુએ આ શહેર તમારા હાથમાં સોંપ્યું છે! See the chapterપવિત્ર બાઈબલ16 ફક્ત તે દિવસે જ તેમણે નગરની સાત વાર પ્રદક્ષિણા કરી હતી સાતમાં ફેરા વખતે લાંબા સમય સુધી યાજકોએ જોરથી રણશિંગડાં ફૂંકયા, તેથી યહોશુઆએ લોકોને કહ્યું, “જોરથી બૂમો પાડો યહોવાએ આપણને આ નગર આપી દીધું છે! See the chapter |