યહોશુઆ 5:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 મિસરમાંથી નીકળેલા યોધ્ધાઓ, કે જે અરણ્યમાં મરી ગયા, ત્યાં સુધી ઇઝરાયલના લોકો ચાળીસ વર્ષ સુધી અરણ્યમાં ફરતા રહ્યા, કેમ કે, તેઓએ યહોવાહની આજ્ઞાઓ પાળી ન હતી. જે દૂધ તથા મધથી રેલછેલવાળો દેશ તેઓને આપવાનો યહોવાહે તેઓના પૂર્વજો સાથે કરાર કર્યો હતો તે દેશ તેઓને જોવા દેવો નહિ તેવા સમ યહોવાહે તેઓ વિષે ખાધા હતા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 કેમ કે આખી પ્રજા, એટલે મિસરમાંથી નીકળેલા યુદ્ધ કરનારા માણસો મરી ગયા ત્યાં સુધી ઇઝરાયલીઓ ચાળીસ વર્ષ સુધી અરણ્યમાં ફરતા ફર્યા, કારણ કે તેઓએ યહોવાની વાણીને કાન ધર્યો નહિ. અને જે દૂધમધની રેલછેલવાળો દેશ આપણને આપવાની તેઓના પૂર્વજો આગળ યહોવાએ પ્રતિજ્ઞા લીધી હતી, તે દેશ તેઓને જોવા દેવો નહિ, એવી પ્રતિજ્ઞા યહોવાએ તેઓ વિષે લીધી હતી. See the chapterપવિત્ર બાઇબલ C.L.6 કારણ, આખી પ્રજા, એટલે ઇજિપ્તમાંથી નીકળી આવેલા સર્વ લડવૈયા પુરુષો મરી ગયા ત્યાં સુધી ઇઝરાયલી લોકો ચાલીસ વરસ સુધી રણપ્રદેશમાં ફરતા રહ્યા; કારણ, એ લોકોએ પ્રભુનું કહેવું માન્યું નહિ. તેથી પ્રભુએ તેમના પૂર્વજો આગળ દૂધમધની રેલમછેલવાળો જે દેશ આપવાની પ્રતિજ્ઞા કરી હતી તે દેશ તેમને નહિ જોવા દેવા પ્રભુએ સમ ખાધા હતા. See the chapterપવિત્ર બાઈબલ6 રણમાં રહેતા ત્યારે ઘણા લડાકુ લોકોએ યહોવાનું માંન્યું નહિ તેથી યહોવાએ વચન આપ્યું તે લોકો “વધારે અનાજ ઉગે છે” તે જમીન નહિ જોવે. યહોવાએ આપણા પૂર્વજોને તે ભૂમિ આપવાનું વચન આપ્યું હતું. પણ તે માંણસોને કારણે દેવે લોકોને 40 વર્ષ રણમાં ભટકવાની ફરજ પાડી તે રીતે તે લડતા લોકો મરી જશે. તે બધાં લડતા લોકો મરી ગયા અને તેમના પુત્રોએ તેઓની જગ્યાં લીધી. See the chapter |