Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યહોશુઆ 4:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 પછી તમે તેઓને કહેશો કે, ‘યહોવાહનાં કરારકોશની આગળ યર્દનના પાણીના ભાગ થઈ ગયા હતા. જયારે તે યર્દન પાર ઊતરતો હતો ત્યારે યર્દનના પાણીના ભાગ થઈ ગયા. એ પથ્થરો ઇઝરાયલના લોકોના સ્મરણાર્થે હંમેશા રહેશે.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 ત્યારે તમે તેઓને એમ કહો કે, ‘ [આનું કારણ એ છે કે] યહોવાના કરારકોશની આગળ યર્દનનાં પાણીના ભાગ થઈ ગયા. જ્યારે યર્દનને પાર તે ઊતરતો હતો ત્યારે યર્દનનાં પાણીના ભાગ થઈ ગયા. અને એ પથ્થરો ઇઝરાયલી લોકોના સ્મરણાર્થે સદાકાળ રહેશે.’”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

7 ત્યારે તમે તેમને કહેજો કે પ્રભુની કરારપેટીએ યર્દન નદી પાર કરી ત્યારે નદીનું વહેણ કપાઈ ગયું. આમ, એ પથ્થરો અહીં બનેલા આ બનાવની ઇઝરાયલી લોકોને સદા યાદ આપશે.”

See the chapter Copy

પવિત્ર બાઈબલ

7 ત્યારે તમે તેઓને કહેજો કે, જયારે યહોવાના કરારકોશ યર્દન નદી ઓળંગતા હતા ત્યારે યર્દનનું વહેણ કપાઈ ગયું હતું. આ પથ્થરો ઇસ્રાએલી પ્રજાને આ દિવસે શું બન્યું હતું તેનું હમેશાનું સ્માંરક બની રહેશે.”

See the chapter Copy




યહોશુઆ 4:7
11 Cross References  

તેમણે પોતાના ચમત્કારી કાર્યોથી પોતાને માટે સ્મારક કર્યું છે; યહોવાહ દયાળુ તથા કૃપાથી ભરપૂર છે.


તેથી તમે લોકો આજની આ રાતનું સદા સ્મરણ કરજો અને એને યહોવાહના પાસ્ખાપર્વ તરીકે પાળજો. અને નિત્ય નિયમાનુસાર તમારા વંશજોએ પણ યહોવાહના માનમાં તેની ઊજવણી કરવી.”


હારુને આ નામો પોતાના બે ખભા પર કિંમતી પથ્થર ધારણ કરીને યહોવાહ પાસે જવું જેથી તેને ઇઝરાયલીઓનું સ્મરણ રહે.


ઇઝરાયલીઓ પાસેથી મળેલાં જીવના બદલામાં અર્પણ કરેલાં પ્રાયશ્ચિતનાં નાણાં મુલાકાતમંડપની સેવામાં ખર્ચવાં. આ અર્પણ ઇઝરાયલી લોકોને માટે યહોવાહની સમક્ષતામાં સ્મરણરૂપ થશે.”


જે બળદને કાપનાર છે તે, માણસને મારી નાખનાર જેવો; જે હલવાનનું અર્પણ કરે છે તે કૂતરાનું ડોકું મરડી નાખનાર જેવો; જે ખાદ્યાર્પણ ચઢાવનાર તે ભૂંડનું રક્ત ચઢાવનાર જેવો; જે ધૂપથી સ્મારક અર્પણ કરનાર છે તે દુષ્ટતાને આશીર્વાદ આપનાર જેવો છે. તેઓએ પોતે જ પોતાનો માર્ગ પસંદ કર્યો છે અને તેઓ ધિક્કારપાત્ર વસ્તુઓમાં આનંદ માણે છે.


તે ઇઝરાયલીપુત્રોને માટે સ્મરણમાં રહે કે, જેથી કોઈ વ્યક્તિ એટલે હારુનના વંશજમાંની કોઈ પણ વ્યક્તિએ યહોવાહ સમક્ષ ધૂપ ચઢાવવાને આવવું નહિ. આ રીતે, તેના હાલ કોરા અને તેના સાથીઓ જેવા ન થાય.


અને એવું થશે કે જે માણસને હું પસંદ કરીશ તેની લાકડીને અંકુર ફૂટી નીકળશે. આ રીતે હું ઇઝરાયલી લોકો જે તારી વિરુદ્ધ બોલે છે તેઓની ફરિયાદોને બંધ કરીશ.”


અને સ્તુતિ કરીને ભાંગીને કહ્યું કે, ‘લો ખાઓ, એ મારું શરીર છે, જે તમારે માટે ભાંગવામાં આવ્યું છે, મારી યાદગીરીને સારુ તે કરો.’”


તમારે તેની સાથે ખમીરી રોટલી ન ખાવી. સાત દિવસ સુધી તમારે તેની સાથે ખમીર વગરની એટલે દુઃખની રોટલી ખાવી કારણ કે, તમે મિસર દેશમાંથી ઉતાવળે નીકળ્યા હતા. અને આ રીતે તમે મિસરમાંથી જે રીતે બહાર આવ્યા તે દિવસ આખા જીવનભર યાદ રહે.


જયારે આવનાર દિવસોમાં તમારાં બાળકો પૂછે કે, આ પથ્થરોનો અર્થ શો છે? ત્યારે તમારી વચમાં તમારા માટે આ નિશાનીરૂપ થશે.


Follow us:

Advertisements


Advertisements