Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યહોશુઆ 4:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 લગભગ ચાળીસ હજાર માણસો યહોવાહની આગળ યરીખોના મેદાન પર યુદ્ધ માટે સજ્જ થયા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 આશરે ચાળીસ હજાર માણસ યુદ્ધને માટે શસ્‍ત્ર સજીને તૈયાર થયેલા, યહોવાની આગળ, યરીખોના મેદાનમાં લડવા [નદી] ઊતર્યા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

13 પ્રભુની સમક્ષ લગભગ ચાલીસ હજાર શસ્ત્રસજ્જ લડવૈયા પુરુષો નદી પાર કરીને યરીખો પાસેના મેદાનમાં પહોંચી ગયા.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

13 યહોવાની સમક્ષ યુદ્ધ માંટે તૈયાર 40,000 હથિયારબંધ માંણસો પસાર થયા. તેઓ યરીખોના મેદાનો તરફ કૂચ કરતા હતા.

See the chapter Copy




યહોશુઆ 4:13
11 Cross References  

ખાલદીઓનું સૈન્ય સિદકિયા રાજાની પાછળ પડ્યું અને તેને યરીખો પાસેના યર્દન નદીના મેદાનોમાં પકડી પાડ્યો. તેનું આખું સૈન્ય તેની પાસેથી વિખેરાઈ ગયું.


એટલે યહોવાહ તેઓને બીજે રસ્તે થઈને એટલે રાતા સમુદ્ર પાસેના અરણ્યના રસ્તે તેઓને લઈ ગયા. ઇઝરાયલપુત્રો શસ્ત્રસજજ થઈને મિસરમાંથી બહાર આવ્યા હતા.


પરંતુ ખાલદીઓના લશ્કરે તેમનો પીછો કર્યો અને યરીખોના મેદાનમાં સિદકિયાને પકડી પાડ્યો. તેઓ તેને કેદ પકડી હમાથના પ્રદેશમાં રિબ્લાહમાં બાબિલના રાજા નબૂખાદનેસ્સાર સમક્ષ લઈ ગયા અને તેણે તેનો ઇનસાફ કર્યો.


પરંતુ ખાલદીઓના સૈન્યએ રાજાનો પીછો પકડ્યો અને યરીખોના મેદાનમાં તેને પકડી પાડ્યો. અને તેનું આખું સૈન્ય તેને છોડીને વેરવિખેર થઈ ગયું.


ત્યાર બાદ અમે જાતે શસ્ત્રસજજ થઈને ઇઝરાયલી લોકોની આગળ રહી તેઓને તેઓની જગ્યાએ પહોંચાડતા સુધી લડીશું. પણ અમારા કુટુંબો આ દેશના રહેવાસીઓને લીધે કિલ્લેબંધીવાળા નગરોમાં રહેશે.


શેતાનની કુયુક્તિઓની સામે તમે અડગ રહી શકો માટે ઈશ્વરનાં સર્વ હથિયારો સજી લો.


તે સમયે મેં તમને આજ્ઞા આપીને કહ્યું હતું કે, “ઈશ્વર તમારા યહોવાહે આ દેશ તમને વતન કરી લેવા માટે આપ્યો છે. તમે તથા બધા યોદ્ધાઓ હથિયાર સજીને તમારા ભાઈઓની એટલે ઇઝરાયલના લોકોની આગળ પેલી બાજુ જાઓ.


રુબેનીનું કુળ, ગાદનું કુળ અને મનાશ્શાનું અર્ધ કુળ, મૂસાના ફરમાવ્યા પ્રમાણે, શસ્ત્ર સજીને સૈન્યના રૂપમાં ઇઝરાયલના લોકોની આગળ ગયા.


તે જ દિવસે યહોવાહ યહોશુઆને સર્વ ઇઝરાયલની નજરમાં મોટો મનાવ્યો, જેમ તેઓ મૂસાનો આદર કરતા હતા, તેમ તેઓએ તેના સર્વ દિવસોમાં તેનો આદર કર્યો.


અને ઇઝરાયલીઓએ ગિલ્ગાલમાં છાવણી કરી. અને તેઓએ તે મહિનાને ચૌદમાં દિવસે સાંજે યરીખોના મેદાનમાં પાસ્ખાપર્વ પાળ્યું.


પછી સર્વ ઇઝરાયલ લોકો દાનથી તે બેરશેબા સુધીના, ગિલ્યાદ દેશના તમામ ઇઝરાયલી લોકો ઈશ્વરની આગળ એકમતના થઈને મિસ્પામાં સમૂહમાં એકત્ર થયા.


Follow us:

Advertisements


Advertisements