Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યહોશુઆ 3:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 ત્યારે ઉપલી તરફથી વહેનાર પાણી ઠરી ગયું અને ઘણે દૂર સુધી, એટલે સારેથાન પાસેના આદમ નગર સુધી, ઢગલો થઈ ગયું. અને અરાબાના સમુદ્ર એટલે ખારા સમુદ્રની તરફ જે વહેતું હતું તે વહી ગયું અને લોક યરીખોની સામે પેલે પાર ઊતર્યા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 ત્યારે ઉપલી તરફથી વહેનાર પાણી ઠરી રહ્યું, અને ઘણે દૂર સુધી, એટલે સારેથાન પાસેના આદામનગર સુધી, ઢગલો થઈ ગયું. અને અરાબાના સમુદ્ર એટલે ખારા સમુદ્રની તરફ જે વહેતું હતું તે વહી ગયું. અને લોક યરીખોની સામે પેલે પાર ઊતર્યા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

16 નદીનું વહેણ કપાઈ ગયું અને સારેથાન નજીક આવેલા આદામ નગર પાસે ઉપરવાસમાંથી પાણી વહેતું અટકી જઈને ભરાઈ ગયું અને મૃત સરોવર તરફ નીચાણ તરફનો પ્રવાહ વહી ગયો. લોકો યર્દન ઓળંગીને યરીખોની નજીક ઊતર્યા.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

16 પાણી બંધની જેમ પાછળ એકઠું થયું, છેક ઉદ્દગમ સ્થાન આદામ, સારેથાન પાસેનાં શહરે તરફ અને ખારા સમુદ્ર તરફ વહેતાં રોકી દેવાયા હતાં. પછી લોકોએ યરીખો નજીક યર્દન નદી ઓળંગી.

See the chapter Copy




યહોશુઆ 3:16
31 Cross References  

એ પાંચ રાજાઓ સિદ્દીમની ખીણ જે હાલમાં ખારો સમુદ્ર છે તેમાં એકત્ર થયા.


તાનાખ તથા મગિદ્દો, સારેથાનની બાજુનું તથા યિઝ્રએલની નીચેનું આખું બેથ-શેઆન, બેથ-શેઆનથી આબેલ-મહોલા સુધી, એટલે યોકમામની પેલી બાજુ સુધીમાં અહીલૂદનો દીકરો બાના,


રાજાએ યર્દન નદીના સપાટ પ્રદેશમાં સુક્કોથ અને સારેથાનની વચ્ચે ચીકણી માટીમાં તેનો ઘાટ ઘડ્યો.


સમુદ્ર તે જોઈને નાસી ગયો; યર્દન પાછી હઠી.


અરે સમુદ્ર, તું કેમ નાસી ગયો? યર્દન નદી, તું કેમ પાછી હઠી?


યહોવાહ જળપ્રલય સમયે બિરાજમાન હતા; યહોવાહ સદા સર્વકાળ રાજા તરીકે બિરાજનાર છે.


તેઓ સમુદ્રનાં પાણીને મશકની માફક ભેગાં કરે છે; તેના અતિશય ઊંડાણોને તે વખારોમાં ભરી રાખે છે.


તે સમુદ્રને સૂકવી નાખે છે; તેઓ પગે ચાલીને નદીને સામે કિનારે ગયા; ત્યાં આપણે તેમનામાં આનંદ કર્યો હતો.


ઝરાઓ તથા નાળાંઓમાં તમે રસ્તા પાડ્યા; તમે નિરંતર વહેતી નદીઓને સૂકવી નાખી.


તમારો માર્ગ તો સમુદ્રમાં અને તમારી વાટો મહાજળમાં હતી, પણ તમારાં પગલાં કોઈના જોવામાં આવ્યાં નહિ.


તેમણે સમુદ્રના બે ભાગ કરીને તેઓને પાર બહાર લાવ્યા; તેમણે દીવાલની જેમ પાણીને સ્થિર રાખ્યાં.


મૂસાએ પોતાનો હાથ લાલ સમુદ્ર પર ઊંચો કરીને લંબાવ્યો, એટલે યહોવાહે આખી રાત પૂર્વ તરફથી ભારે પવન ફૂંકાવીને સમુદ્રને પાછો હઠાવ્યો, તેથી તેના પાણીના બે ભાગ પડી ગયા. અને સમુદ્રની જગ્યાએ કોરી જમીન બનાવી હતી.


ઇઝરાયલી લોકો કોરી જમીન પર ચાલીને સમુદ્રમાં થઈને પાર ગયા. તેઓની ડાબી અને જમણી બાજુએ પાણીની દીવાલો બની ગઈ હતી.


પરંતુ ઇઝરાયલના લોકો તો સમુદ્રની વચ્ચેથી કોરી ભૂમિ પર થઈને પસાર થઈ ગયા. તેઓની ડાબી અને જમણી બાજુએ પાણીની ભીંતો થઈ ગઈ હતી.


હે યહોવાહ, તમારા ઉચ્છવાસથી પાણીના; અને મોજાંઓ અટકીને તેમના જાણે ઊંચા ટેકરા બની ગયા. અને દરિયાના ઊંડાણમાં જળના પ્રવાહો ઠરી ગયા.


હું શા માટે આવ્યો પણ ત્યાં કોઈ હતું નહિ? મેં શા માટે પોકાર કર્યો પણ કોઈએ જવાબ આપ્યો નહિ? શું મારો હાથ એટલો બધો ટૂંકો થઈ ગયો છે કે તમને છોડાવી શકે નહિ? શું તમને બચાવવા માટે મારામાં શક્તિ નથી? જુઓ, મારા ઠપકાથી હું સમુદ્રને સૂકવી નાખું છું; હું નદીઓને રણ કરી નાખું છું; તેમાંની માછલીઓ પાણી વિના મરી જાય છે અને ગંધાઈ ઊઠે છે.


તે માણસે મને કહ્યું, “આ પાણી પૂર્વ તરફના પ્રદેશમાં અને નીચે અરાબા સુધી જશે; તે પાણી વહીને ખારા સમુદ્રમાં જશે અને તેનાં પાણી મીઠાં થઈ જશે.


તે સમુદ્રને ધમકાવે છે અને તેને સૂકવી નાખે છે; તે બધી નદીઓને પણ સૂકવી દે છે. બાશાન અને કાર્મેલના લીલાછમ પ્રાંતો સુકાઈ જાય છે; લબાનોનનાં ફૂલો કરમાઈ જાય છે.


શું યહોવાહ નદીઓ પર ગુસ્સે થયા? શું તમારો ક્રોધ નદીઓ વિરુદ્ધ છે? શું તમારો પ્રકોપ સમુદ્ર વિરુદ્ધ છે કે જેને કારણે તમે ઘોડાઓ પર અને મુક્તિના રથો પર સવારી કરી રહ્યા છો?


તમારો દક્ષિણ ભાગ સીનના અરણ્યથી અદોમની સરહદ સુધી વિસ્તરશે. તમારી દક્ષિણ સરહદ ખારા સમુદ્રના પૂર્વના છેડાથી શરૂ થાય.


યર્દન પાર અરણ્યમાં, સૂફ સમુદ્રની સામેના અરાબાની ખીણ પ્રદેશમાં, પારાન, તોફેલ, લાબાન, હસેરોથ તથા દી-ઝાહાબ તેઓની નગરો આવેલાં હતા ત્યાં જે વચનો મૂસાએ ઇઝરાયલપુત્રોને કહી સંભળાવ્યાં તે નીચે મુજબ છે.


અરાબામાં પશ્ચિમે યર્દન નદી તથા તેની સીમા પણ, કિન્નેરેથથી અરાબાના સમુદ્ર એટલે કે ખારા સમુદ્રની પૂર્વમાં પિસ્ગાહ પર્વતના ઢોળાવ તળે આવેલી છે, ત્યાં સુધીનો પ્રદેશ.


સીહોને પૂર્વ તરફ કિન્નેરેથ સમુદ્ર સુધી અરાબા સુધી તથા પૂર્વ તરફ અરાબાના સમુદ્ર ખારા સમુદ્ર સુધી, બેથ-યશીમોથને રસ્તે અને દક્ષિણ તરફ, પિસ્ગાહ પર્વતની તળેટી સુધી રાજ કર્યું હતું.


તેની સીમા દક્ષિણના ખારા સમુદ્રના છેડાથી, એટલે દક્ષિણના અખાતથી શરુ થતી હતી.


પછી યાનોઆથી નીચે અટારોથ સુધી, નારા સુધી અને પછી યરીખોથી, યર્દનના છેડા સુધી પહોંચી.


જયારે આખી પૃથ્વીના પ્રભુ, યહોવાહનો કરારકોશ ઊંચકનારા યાજકોના પગ યર્દનનાં પાણીમાં મુકાશે ત્યારે યર્દનનું પાણી ઉપરથી નીચે તરફ વહે છે તેના ભાગ પડી જશે અને તે ઢગલો થઈને સ્થિર થઈ જશે.”


ત્યારે ‘તમારાં બાળકોને કહેજો કે ત્યાં ઇઝરાયલે કોરી ભૂમિ પર ચાલીને યર્દન પાર કરી હતી.’


જયારે યર્દનની પશ્ચિમમાં રહેનાર અમોરીઓના સર્વ રાજાઓએ અને સમુદ્ર કિનારે રહેનાર કનાનીઓના રાજાઓએ સાંભળ્યું કે, ઇઝરાયલના લોકો જ્યાં સુધી યર્દન નદી પસાર કરી રહ્યા ત્યાં સુધી યહોવાહે યર્દનના પાણી સૂકવી દીધાં, ત્યારે તેઓનાં હૃદય પીગળી ગયાં અને ઇઝરાયલી લોકોને લીધે તેઓ અતિશય ગભરાઈ ગયા.


જયારે તેઓએ ત્રણસો રણશિંગડાં વગાડ્યાં, ત્યારે ઈશ્વરે પ્રત્યેક માણસની તલવાર પોતાના સાથીની સામે તથા મિદ્યાનીઓના સર્વ સૈન્યની સામે કરી. સૈન્ય સરેરા તરફ બેથ-શિટ્ટાહ સુધી તથા ટાબ્બાથ પાસેના આબેલ-મહોલાની સરહદ સુધી ગયું.


Follow us:

Advertisements


Advertisements