Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યહોશુઆ 3:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 જયારે આખી પૃથ્વીના પ્રભુ, યહોવાહનો કરારકોશ ઊંચકનારા યાજકોના પગ યર્દનનાં પાણીમાં મુકાશે ત્યારે યર્દનનું પાણી ઉપરથી નીચે તરફ વહે છે તેના ભાગ પડી જશે અને તે ઢગલો થઈને સ્થિર થઈ જશે.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 અને આખી પૃથ્વીના પ્રભુ યહોવાનો કોશ ઊંચકનારા યાજકોના પગ યર્દનનાં પઅણિમઆં પડતાં જ એમ થશે કે, યર્દનનું પાણી જે ઊંચેથી નીચલી તરફ વહે છે, તેના ભાગ પડી જશે. અને ઢગલો થઈને તે ઠરી રહેશે.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

13 સમસ્ત પૃથ્વીના પ્રભુની કરારપેટી ઊંચકનારા યજ્ઞકારો પાણીમાં પગ મૂકશે કે યર્દન નદીનું વહેણ કપાઈ જશે, અને ઉપરવાસમાંથી આવતું પાણી એક જગ્યાએ ભરાઈ જશે.”

See the chapter Copy

પવિત્ર બાઈબલ

13 આખી પૃથ્વીના પ્રભુ યહોવાને કોશ યોજકો ઉપાડશે એટલે યર્દન નદીનું વહેણ કપાઈ જશે, અને પાણી બંધની જેમ એકઠું થશે.”

See the chapter Copy




યહોશુઆ 3:13
13 Cross References  

યહોવાહ તમે જ મહાન, શક્તિશાળી, ગૌરવવંત, ભવ્ય અને પ્રતાપી છો. આ પૃથ્વી પર અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તમારું છે. હે યહોવાહ રાજ્ય તમારું છે અને એ બધાં પર તમારો જ અધિકાર છે.


તેઓ સમુદ્રનાં પાણીને મશકની માફક ભેગાં કરે છે; તેના અતિશય ઊંડાણોને તે વખારોમાં ભરી રાખે છે.


ઝરાઓ તથા નાળાંઓમાં તમે રસ્તા પાડ્યા; તમે નિરંતર વહેતી નદીઓને સૂકવી નાખી.


તેમણે સમુદ્રના બે ભાગ કરીને તેઓને પાર બહાર લાવ્યા; તેમણે દીવાલની જેમ પાણીને સ્થિર રાખ્યાં.


હે યહોવાહ, તમારા ઉચ્છવાસથી પાણીના; અને મોજાંઓ અટકીને તેમના જાણે ઊંચા ટેકરા બની ગયા. અને દરિયાના ઊંડાણમાં જળના પ્રવાહો ઠરી ગયા.


કેમ કે તારા કર્તા જ તારા છે; તેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવાહ છે. ઇઝરાયલના પવિત્રએ તારા ઉદ્ધારકર્તા છે; તે આખી પૃથ્વીના ઈશ્વર કહેવાય છે.


તમે તમારા ઘોડાઓથી સમુદ્ર તથા જળનાં મોજાઓ પર મુસાફરી કરી છે.


તેણે કહ્યું, “તેઓ તો આખી પૃથ્વીના પ્રભુ પાસે ઊભા રહેનાર બે અભિષિક્તો છે.”


જુઓ! આખી પૃથ્વીના પ્રભુનો કરારકોશ તમારી આગળ યર્દન ઊતરે છે.


પછી તમે તેઓને કહેશો કે, ‘યહોવાહનાં કરારકોશની આગળ યર્દનના પાણીના ભાગ થઈ ગયા હતા. જયારે તે યર્દન પાર ઊતરતો હતો ત્યારે યર્દનના પાણીના ભાગ થઈ ગયા. એ પથ્થરો ઇઝરાયલના લોકોના સ્મરણાર્થે હંમેશા રહેશે.”


Follow us:

Advertisements


Advertisements