Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યહોશુઆ 24:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 હું તમારા પિતૃઓને મિસરમાંથી બહાર લાવ્યો. ચાલતા ચાલતા તમે સમુદ્ર સુધી આવી પહોંચ્યા. ત્યારે મિસરીઓ રથો તથા ઘોડેસવારો સાથે લાલ સમુદ્ર સુધી તમારા પિતૃઓની પાછળ ચડી આવ્યા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને હું તમારા પિતૃઓને મિસરમાંથી કાઢી લાવ્યો; અને તમે સમુદ્ર સુધી આવી પહોંચ્યા; અને મિસરીઓ રથો તથા સવારો લઈને લાલ સમુદ્ર સુધી તમારા પિતૃઓની પાછળ પડ્યા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

6 હું તમારા પૂર્વજોને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો અને ઇજિપ્તીઓએ રથો અને અશ્વદળ લઈને તેમનો પીછો કર્યો. પણ તમારા પૂર્વજો સૂફ સમુદ્ર પાસે આવ્યા

See the chapter Copy

પવિત્ર બાઈબલ

6 હું તમાંરા પિતૃઓને મિસરની બહાર લઈ આવ્યો; અને રાતા સમુદ્ર આગળ લાવ્યો. મિસરીઓ પોતાના રથોને અને ઘોડેસવારોને લઈને તમાંરા પિતૃઓને પીછો પકડતા પકડતા રાતા સમુદ્ર આગળ આવ્યા.

See the chapter Copy




યહોશુઆ 24:6
11 Cross References  

તમે તેઓની સામે સમુદ્રના બે ભાગ કર્યા. તેથી તેઓ સમુદ્રમાં કોરી જમીન પરથી પસાર થયા. અને જેમ પથ્થરને ઊંડા પાણીમાં ફેંકવામાં આવે તેમ તેઓની પાછળ પડેલાઓને તમે ઊંડાણમાં ડુબાડી દીધા.


તેમણે સમુદ્રના બે ભાગ કરીને તેઓને પાર બહાર લાવ્યા; તેમણે દીવાલની જેમ પાણીને સ્થિર રાખ્યાં.


ઇઝરાયલીઓ મિસરના રામસેસથી સુક્કોથ આવ્યા. તેઓમાં છે લાખ પુખ્ત વયના પુરુષો હતા. તે ઉપરાંત સગીરો અને સ્ત્રીઓ હતાં.


તે જ દિવસે યહોવાહ ઇઝરાયલી લોકોને તેઓનાં કુળો સહિત મિસર દેશમાંથી બહાર લઈ આવ્યા.


કેમ કે હું તો તમને મિસર દેશમાંથી બહાર લાવ્યો અને મેં તમને ગુલામીના ઘરમાંથી છોડાવ્યા. મેં તમારી પાસે મૂસાને, હારુનને તથા મરિયમને મોકલ્યાં.


મૂસાએ તેઓને બહાર લાવતાં મિસર દેશમાં, સૂફ લાલ સમુદ્રમાં તથા ચાળીસ વર્ષ સુધી અરણ્યમાં આશ્ચર્યકર્મો તથા ચમત્કારિક ચિહ્નો કર્યા.


વિશ્વાસથી તેઓ જેમ કોરી જમીન પર ચાલતા હોય તેમ લાલ સમુદ્રમાં થઈને પાર ગયા; એવો પ્રયત્ન કરતાં મિસરીઓ ડૂબીને મૃત્યુ પામ્યા.


Follow us:

Advertisements


Advertisements