યહોશુઆ 23:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 તમારા યહોવાહ પ્રભુએ જે કરાર, જે આજ્ઞા તમને આપી છે, તેનું જો તમે પાલન નહિ કરો અને બીજા દેવોની પૂજા કરશો, તેઓને પગે લાગશો, તો પછી તમારા ઉપર યહોવાહનો કોપ ભભૂકી ઊઠશે. અને જે સારો દેશ તેમણે તમને આપ્યો છે, તેમાંથી તમે નષ્ટ થઈ જશો.” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 તમારા ઈશ્વર યહોવાએ જે કરાર તમારી સાથે કર્યો તે જ્યારે તમે તોડશો, ને જઈને બીજા દેવોની સેવા કરશો, ને તેઓને પગે લાગશો, ત્યારે યહોવાનો કોપ તમારા ઉપર સળગી ઊઠશે, ને સારો દેશ તેમણે તમને આપ્યો છે તેમાં તમારો નાશ વહેલો થઈ જશે.” See the chapterપવિત્ર બાઇબલ C.L.16 તમારા ઈશ્વર પ્રભુએ તમને ફરમાવેલ કરારનું તમે પાલન નહિ કરો અને અન્ય દેવોની સેવાભક્તિ કરશો તો તે તમારા પર કોપાયમાન થઈને તમને સજા કરશે અને તેમણે તમને આપેલા આ સારા દેશમાં તમારામાંનો કોઈ બાકી રહેવા પામશે નહિ!” See the chapterપવિત્ર બાઈબલ16 જો તમે યહોવા દેવનો કરાર જાણવવા નિષ્ફળ થાવ જે તેણે આજ્ઞા કરી હતી અને જો તમે બીજા દેવોને પૂજો અને તેઓને નમો, તો યહોવા તમાંરી સાથે ગુસ્સે થશે અને તુરંત જ તમને આ ભૂમિ જે ફળદ્રુપ છે જે તેણે તમને આપી છે તેમાંથી દબાણ કરી બહાર કાઢશે.” See the chapter |