Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યહોશુઆ 22:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 હવે તમારા યહોવાહ, પ્રભુએ તમારા ભાઈઓને પ્રતિજ્ઞા આપી હતી તે પ્રમાણે, તેમણે તેઓને વિસામો આપ્યો છે. તે માટે તમે પાછા વળીને તમારા તંબુઓમાં તથા તમારો પોતાનો પ્રદેશ, જે યહોવાહનાં સેવક મૂસાએ તમને યર્દનની પેલી બાજુ પર આપ્યો હતો, તેમાં જાઓ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને હવે તમારા ઈશ્વર યહોવાએ તમારા ભાઈઓને કહ્યું હતું તેમ, હમણાં તેણે તેઓને વિશ્રાંતિ આપી છે. એ માટે તે પાછા વળીને તમારા તંબુઓમાં તથા તમારા વતનની ભૂમિ, જે યહોવાના સેવક મૂસાએ તમને યર્દનની પેલે પાર આપી, તેમાં જાઓ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

4 હવે તમારા ઈશ્વર પ્રભુએ આપેલા વચન પ્રમાણે તેમણે તમારા સાથી ઇઝરાયલીઓને વિશ્રામદાયક વસવાટ આપ્યો છે. તો હવે તમે પ્રભુના સેવક મોશેએ યર્દનના પૂર્વ ભાગમાં તમને આપેલા તમારા પોતાના વસવાટના પ્રદેશમાં તમારે ઘેર પાછા જાઓ.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

4 અને હવે યહોવા દેવે તમાંરા ઇસ્રાએલી બંધુઓને શાંતિ અને સુરક્ષા આપી છે. તેથી હવે તમે તમાંરે ધેર પાછા ફરો, યર્દન નદીને સામે કાંઠે આવેલ તમાંરા પ્રદેશમાં, જે તમને યહોવાના સેવક મૂસા દ્વારા આપવામાં આવ્યો હતો.

See the chapter Copy




યહોશુઆ 22:4
16 Cross References  

“યહોવાહ, તમારા ઈશ્વર તમારી સાથે છે અને તેમણે ચારેતરફ તમને શાંતિ આપી છે. પ્રદેશના રહેવાસીઓને મારા હાથમાં સોંપ્યા છે. યહોવાહ તથા તેમના લોકોની સામે, પ્રદેશ પરાજિત થયો છે.


યહોવાહે જવાબ આપ્યો, “મારી સમક્ષતા તારી સાથે આવશે અને હું તને વિસામો આપીશ.”


ઇઝરાયલી લોકોમાંનો દરેક પોતાનો વારસો ન પામે ત્યાં સુધી અમે પોતાના ઘરે પાછા ફરીશું નહિ.


કેમ કે, યહોવાહ તમારા ઈશ્વર જે આરામ તથા વારસો આપવાના છે તેમાં હજુ સુધી તમે ગયા નથી.


અને આપણે તેઓનો દેશ લઈને રુબેનીઓને, ગાદીઓને તથા મનાશ્શાના અડધા કુળને વતન તરીકે આપ્યો.


જ્યાં સુધી કે જેમ તમને તેમ તમારા ભાઈઓને યહોવાહે જે દેશ ઈશ્વર તમારા યહોવાહ તેઓને યર્દનને પેલી બાજુ આપવાના છે તેનું વતન તેઓ પણ પામે ત્યાં સુધી આરામ આપ્યો. ત્યાર પછી તમે બધા પોતપોતાનાં વતન તમને આપ્યાં છે તેમાં પાછા આવો.”


કેમ કે જો યહોશુઆએ તેઓને તે વિશ્રામ આપ્યો હોત, તો તે પછી બીજા દિવસ સંબંધી ઈશ્વરે કહ્યું ન હોત.


યહોવાહ જેમ તમને વિસામો આપ્યો તેમ તે તમારા ભાઈઓને પણ આપે અને જે દેશ યહોવાહ તમારા પ્રભુ તેઓને આપે છે તેનું વતન તેઓ પણ પામશે. પછી તમે પોતાના દેશ પાછા જશો અને યહોવાહનાં સેવક મૂસાએ યર્દન પાર, પૂર્વ દિશાએ જે દેશ તમને આપ્યો છે તેના માલિક થશો.


યહોવાહનાં સેવક મૂસાએ અને ઇઝરાયલના લોકોએ તેઓને હરાવ્યા. યહોવાહનાં સેવકે મૂસાએ રુબેનીઓને, ગાદીઓને અને મનાશ્શાના અર્ધકુળને તે દેશ વતન તરીકે આપ્યો.


મૂસાએ રુબેનીઓના આખા કુળનાં કુટુંબો પ્રમાણે તેઓને વારસો આપ્યો.


મનાશ્શાના બીજા અર્ધ કુળ સાથે રુબેનીઓને તથા ગાદીઓને તેમનો વારસો મળ્યો. મૂસાએ તેઓને યર્દનની પૂર્વ બાજુએ તે હિસ્સો આપ્યો.


ઘણાં દિવસોથી આજ દિન સુધી તમે તમારા ભાઈઓને તજયા નથી. પણ તેને બદલે, તમે તમારા યહોવાહ, પ્રભુની આજ્ઞાઓ કાળજીથી પૂરેપૂરી પાળી છે.


Follow us:

Advertisements


Advertisements