Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યહોશુઆ 21:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તેઓએ કનાન દેશના શીલોહ આગળ તેમને કહ્યું, “યહોવાહે મૂસાની મારફતે તેઓને આજ્ઞા આપી કે અમને રહેવા સારુ નગરો અને અમારા જાનવરોને માટે ઘાસવાળી જમીન આપવી.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને તેઓએ કનાન દેશના શીલો આગળ તેઓને કહ્યું, “યહોવાએ મૂસાની મારફત એ પ્રમાણે આજ્ઞા આપી હતી ‘અમને રહેવા માટે નગરો, ને અમારાં ઢોરોને માટે તેની પાસેનાં ગૌચર આપવાં.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

2 કનાન દેશના શીલોમાં તેમણે તેમને કહ્યું, “પ્રભુએ મોશે દ્વારા એવી આજ્ઞા ફરમાવી હતી કે અમારા વસવાટ માટે અમને નગરો તેમ જ અમારાં ઢોર માટે એ નગરોની આસપાસનાં ગોચર આપવાં.”

See the chapter Copy

પવિત્ર બાઈબલ

2 આ કનાનની ભૂમિમાં શીલોહનાં શહેરમાં બન્યું. લેવી શાશકોએ તેમને કહ્યું, “યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી. તેણે આજ્ઞા આપેલી કે તું અમને રહેવા શહેરો આપ. અને તેણે આજ્ઞા આપેલી કે તું અમને ખેતરો આપ જ્યાંથી અમાંરા પ્રાણીઓ ખાઈ શકે.”

See the chapter Copy




યહોશુઆ 21:2
9 Cross References  

તેમાં એક અપવાદ છે, લેવીના મકાનો કોટવાળાં નગરોમાં હોય તો પણ તેને ગમે ત્યારે છોડાવી શકાય.


મુસાફરીને સારુ થેલો, બે અંગરખા, ચંપલ, લાકડી પણ ન લો; કેમ કે મજૂર પોતાના વેતનને યોગ્ય છે.


સુવાર્તા વિષે જે શીખનાર છે તેણે શીખવનારને સર્વ સારી ચીજવસ્તુમાંથી હિસ્સો આપવો.


જેમ યહોવાહ મૂસાને આજ્ઞા આપી હતી તેમ ઇઝરાયલના લોકોએ તે દેશ વહેંચી લીધો.


પછી શીલોહમાં સમગ્ર ઇઝરાયલ લોકો ભેગા મળ્યા ને ત્યાં તેઓએ મુલાકાતમંડપ ઊભો કર્યો. અને તેઓએ આખો દેશ જીત્યો.


તેથી ઇઝરાયલી લોકોએ યહોવાહની આજ્ઞા પ્રમાણે, પોતાના વારસામાંથી નગરો અને ગૌચરો લેવીઓને આપ્યાં.


Follow us:

Advertisements


Advertisements