Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યહોશુઆ 20:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તે માણસ તેમાંના કોઈ એક નગરમાં નાસી જશે, તે નગરના દરવાજાના પ્રવેશદ્વાર પર તે ઊભો રહેશે અને તે નગરોના વડીલોને તેની બાબત જણાવશે. પછી તેઓ તેને તે નગરમાં સ્વીકારશે અને તેઓની વચ્ચે રહેવા માટે તેને જગ્યા આપશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને તે તેમાંના કોઈએક નગરમાં નાસી જાય, ને તે નગરના દરવાજાના નાકા આગળ ઊભો રહીને તે પોતાની હકીકત નગરના વડીલોને કહી સંભળાવે; અને તેઓ તેને નગરમાં પોતાની પાસે રાખીને પોતા મધ્યે રહેવાની જગા આપે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

4 ખૂની આવા કોઈએક નગરમાં નાસી જાય અને નગરના પ્રવેશદ્વારે ન્યાય કરવાની જગ્યાએ જઈને ત્યાંના આગેવાનોને જે કંઈ બન્યું હોય તેની સ્પષ્ટતા કરે. તે પછી તેઓ તેને નગરમાં પ્રવેશવા દે અને તેને વસવાટનું સ્થાન આપે, જેથી પેલો માણસ ત્યાં રહી શકે.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

4 “જ્યારે આવો માંણસ આ શહેરમાંથી કોઈ એકમાં આશરો લે, તે તેણે નગર દ્વાર પાસે ઉભા રહેવું અને શું બન્યું તે આગેવાનોને કહેવું અને તેઓ તેને શહેરમાં રહેવા પરવાનગી આપશે અને તેને જગ્યા આપશે.

See the chapter Copy




યહોશુઆ 20:4
8 Cross References  

ત્યારે તો હું નગરના દરવાજે જતો હતો, ત્યારે જાહેર સભાના સ્થળમાં હું મારું આસન તૈયાર કરાવતો હતો.


તેનાં સંતાનો સહીસલામત નથી, તેઓ ભાગળમાં કચડાય છે. અને તેઓનો બચાવ કરે એવું કોઈ નથી.


પાપીઓની સાથે મારો સર્વનાશ કરશો નહિ ઘાતકી માણસોની સાથે મને મારી નાખશો નહિ.


તેનો પતિ નગર દરવાજે આદર પામે છે, અને દેશનાં મુખ્ય આગેવાનોમાં તે પ્રતિષ્ઠિત છે.


હવે રાજાના મહેલમાં એક કૂશ દેશના ખોજા, એબેદ-મેલેખે સાંભળ્યું કે તેઓએ યર્મિયાને ટાંકામાં નાખ્યો છે. અને રાજા બિન્યામીનના દરવાજા આગળ બેઠો છે.


એ માટે કે જે વચન તથા સમ જેમાં ઈશ્વરથી જૂઠું બોલી શકાતું નથી, એવી બે નિશ્ચળ વાતોથી આપણને, એટલે આગળ મૂકેલી આશા પકડવા સારુ આશ્રયને માટે દોડનારાંને, પુષ્કળ પ્રમાણમાં ઉત્તેજન મળે.


કેમ કે કોઈ માણસ કે જેણે અજાણતા કોઈ વ્યક્તિને મારી નાખ્યો હોય તે આશ્રયનગરમાં નાસી જઈ શકે. આ નગરો કોઈ એક જે મારી નંખાયેલા વ્યક્તિના ખૂનનો બદલો લેવા તેને શોધનારથી રક્ષણ અને આશ્રયને માટે થશે.


Follow us:

Advertisements


Advertisements