યહોશુઆ 2:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 તમે મિસરમાંથી બહાર આવ્યા ત્યારે યહોવાહે કેવી રીતે લાલ સમુદ્રનાં પાણી સૂકવી નાખ્યાં હતાં તે અમે સાંભળ્યું છે. અને યર્દનની બીજી બાજુના અમોરીઓના બે રાજા સીહોન તથા ઓગ, જેઓનો તમે સંપૂર્ણ નાશ કર્યો હતો, તેઓની તમે શી દશા કરી હતી તે અમે સાંભળ્યું છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 કેમ કે તમે મિસરમાંથી નીકળ્યા ત્યારે યહોવાએ તમારી આગળ સૂફ સમુદ્રનું પાણી કેવી રીતે સૂકવી નાખ્યું, અને અમોરીઓના બે રાજા, સિહોન તથા ઓગ, જેઓ યર્દન પાર રહેતા હતા, જેઓનો તમે સંપૂર્ણ નાશ કર્યો, તેઓની તમે શી દશા કરી તે અમે સાંભળ્યું છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.10 અમે સાંભળ્યું છે કે તમે ઇજિપ્તમાંથી નીકળી આવ્યા ત્યારે પ્રભુએ તમારી આગળ સૂફ સમુદ્રને સૂકવી નાખ્યો હતો. વળી, યર્દનની પૂર્વ તરફના પ્રદેશના સિહોન અને ઓગ નામે અમોરીઓના બે રાજાઓના તેમણે કેવા હાલહવાલ કર્યા તે પણ અમે સાંભળ્યું છે. See the chapterપવિત્ર બાઈબલ10 અમે સાંભળ્યું છે કે, તમે મિસરમાંથી આવતા હતા ત્યારે યહોવાએ રાતા સમુદ્રના પાણીને સૂકવી નાખ્યું હતું, અને અમે એમ પણ સાંભળ્યું છે કે બે અમોરી રાજાઓ સીહોન, ઓગ અને તેનું સૈન્ય તમાંરા દ્વારા યર્દન નદીની પૂર્વે મૃત્યુ અને પરાજય પામ્યું હતું. See the chapter |