Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યહોશુઆ 18:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 પછી તે માણસો ઊઠીને ગયા. જેઓ દેશનું વર્ણન કરવાને જતા હતા તેઓને યહોશુઆએ એવી આજ્ઞા આપી હતી કે, “જઈને દેશમાં સર્વત્ર ફરીને તેનું વર્ણન કરો અને મારી પાસે પાછા આવો. પછી શીલોહમાં હું યહોવાહની આગળ તમારે સારુ ચિઠ્ઠીઓ નાખીને ભાગ પાડીશ.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને તે માણસો ઊઠીને ગયા; અને જેઓ દેશનું વર્ણન કરવા જતા હતા, તેઓને યહોશુઆએ એવી આજ્ઞા આપી, “જઈને દેશમાં સર્વત્ર ફરીને તેનું વિગતવાર વર્ણન કરો, ને મારી પાસે પાછા આવો; જેથી હું અહીં શીલોમાં યહોવાની આગળ તમારે માટે ચિઠ્ઠીઓ નાખીને તેના [ભાગ પાડું].”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

8 એ માણસો દેશની મોજણી કરી તેનું વર્ણન લખી લાવવા ગયા તે પહેલાં યહોશુઆએ તેમને આવી સૂચનાઓ આપી: “સમગ્ર દેશમાં જાઓ, અને તેનું વર્ણન લખી લાવીને મારી પાસે પાછા આવો. પછી અહીં શીલોમાં હું તમારે માટે પાસા નાખીને પ્રભુની સલાહ મેળવીશ.”

See the chapter Copy

પવિત્ર બાઈબલ

8 તેથી તે લોકો તેઓને ત્યાં શું મળ્યું તે વિશે યહોશુઆને અહેવાલ પાછો આપવા જમીન જોવા ગયા. યહોશુઆએ આ આદેશ તે માંણસોને આપ્યો: “તે જમીનનું વર્ણન લખો, તેમાંથી બધે મુસાફરી કરતી વખતે, અને પછી માંરી પાસે પાછા આવો. હું શીલોહ પર દેવની હાજરીમાં જમીનના વિભાજન માંટે ચિઠ્ઠીઓ નાખીશ.”

See the chapter Copy




યહોશુઆ 18:8
13 Cross References  

ઊઠ, આ દેશની લંબાઈ તથા પહોળાઈની સરહદ સુધી ફર, કારણ કે તે દેશ હું તને આપીશ.”


તેમણે તેઓના માટે ચિઠ્ઠી નાખી છે અને તેમના હાથે દોરીથી માપીને તેમને તે વહેંચી આપ્યું છે; તેઓ સર્વકાળ તેનું વતન ભોગવશે; પેઢી દરપેઢી તેઓ તેમાં વસશે.


તેથી જે બાબતો શાંતિકારક છે તથા જે વડે આપણે એકબીજામાં સુધારો કરી શકીએ તેવી છે. તેની પાછળ આપણે લાગુ રહેવું.


નવ કુળોને તથા મનાશ્શાના અર્ધ કુળને આ દેશ વારસામાં ફાળવી આપ.”


યહૂદાપુત્રોના કુળને, તેઓનાં કુટુંબો પ્રમાણે, જે વારસો સોંપવામાં આવેલો હતો તે દક્ષિણે અદોમની સરહદ સુધી વિસ્તરેલો હતો. એટલે દક્ષિણ તરફ સીનના અરણ્ય સાથે, જે સરહદનો છેવાડો ભાગ હતો ત્યાં સુધી.


પછી શીલોહમાં સમગ્ર ઇઝરાયલ લોકો ભેગા મળ્યા ને ત્યાં તેઓએ મુલાકાતમંડપ ઊભો કર્યો. અને તેઓએ આખો દેશ જીત્યો.


પછી યહોશુઆએ તેઓને સારુ શીલોહમાં યહોવાહની આગળ ચિઠ્ઠીઓ નાખી. ત્યાં યહોશુઆએ ઇઝરાયલના લોકોને-તેઓના ભાગ પ્રમાણે વહેંચી આપ્યો.


તમે સાત ભાગોનું વર્ણન કરો અને તે કરેલું વર્ણન અહીં મારી પાસે લાવો. પછી આપણા પ્રભુ યહોવાહની આગળ હું અહીં તમારે સારુ ચિઠ્ઠીઓ નાખીને ભાગ પાડી આપીશ.


તે માણસો જઈને દેશમાં બધી જગ્યાએ ફરીને નગરો પ્રમાણે સાત ભાગે યાદીમાં તેઓનું વર્ણન કર્યું, દરેક ભાગ પાડીને નગરોની યાદી બનાવી. પછી તેઓ શીલોહની છાવણીમાં યહોશુઆ પાસે પાછા આવ્યા.


એ માટે શાઉલે, ઇઝરાયલના પ્રભુ, ઈશ્વરને કહ્યું, “અમારા દોષો જણાવો.” ત્યારે યોનાથાન તથા શાઉલ ચિઠ્ઠીથી પકડાયા, પણ પસંદ કરાયેલા લોક બચી ગયા.


Follow us:

Advertisements


Advertisements