યહોશુઆ 17:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તેઓ એલાઝાર યાજક તથા નૂનના પુત્ર યહોશુઆ અને આગેવાનો પાસે આવી અને તેઓને કહ્યું કે, “યહોવાહે મૂસાને આજ્ઞા કરી હતી કે, “અમને અમારા ભાઈઓ સાથે વારસો આપવામાં આવે.” તેથી, યહોવાહની આજ્ઞા અનુસાર, તેણે તેઓને તેઓના પિતાના ભાઈઓ મધ્યે વારસો આપ્યો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને તેઓ એલાઝર યાજકની ને નૂનના પુત્ર યહોશુઆની ને સરદારોની આગળ આવીને કહેવા લાગી કે, યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી કે, “અમને અમારા ભાઈઓ મધ્યે વતન આપવું.” એ માટે યહોવાની આજ્ઞા પ્રમાણે તેણે તેઓને તેઓના પિતાના ભાઈઓ મધ્યે વતન આપ્યું. See the chapterપવિત્ર બાઇબલ C.L.4 તેમણે યજ્ઞકાર એલાઝાર, નૂનના પુત્ર યહોશુઆ તથા આગેવાનો પાસે જઈને કહ્યું હતું, “પ્રભુએ મોશેને આજ્ઞા આપી હતી કે અમારા સંબંધીઓમાં પુરુષોની સાથે સાથે અમને પણ પ્રદેશમાં હિસ્સો આપવો.” તેથી પ્રભુએ આપેલી આજ્ઞા પ્રમાણે તેમને પણ તેમના સંબંધીઓમાં પુરુષોની સાથે સાથે પ્રદેશ ફાળવી આપવામાં આવ્યો. See the chapterપવિત્ર બાઈબલ4 તેઓ યાજક એલઆજાર, નૂનના દીકરા યહોશુઆને આગેવાનો પાસે આવ્યા અને તેણે કહ્યું, “યહોવાએ મૂસાને હુકમ કર્યો હતો કે આપણા પુરુષ સબંધીઓની જેમ અમને પણ પ્રદેશ આપવો.” તેથી યહોશુઆ દેવને અનુસર્યો અને તેમના કાકાઓના ભાગની જેમ તેમને થોડી ભૂમિ આપી. See the chapter |