Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યહોશુઆ 15:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 પછી તે સરહદ આખોરની ખીણથી દબીર સુધી ગઈ, તે જ પ્રમાણે ઉત્તર તરફ ગિલ્ગાલના વળાંક સુધી, કે જે નદીની દક્ષિણ બાજુ પર, અદુમ્મીમના ઘાટની સામે છે ત્યાં સુધી ગઈ. પછી તે સરહદ એન-શેમેશનાં ઝરણાંથી પસાર થઈ અને એન-રોગેલ આગળ પૂરી થઈ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને તે સીમા આખોરની ખીણથી દબીર સુધી ગઈ, ને તે જ પ્રમાણે ઉત્તર તરફ ગિલ્ગાલ, જે નદીની દક્ષિણ બાજુ પરના અદુમ્મીમના ઘાટની સમે છે, ત્યાં સુધી ગઈ; અને તે સીમા ત્યાંથી આગળ એન-શેમેશનાં પાણી સુધી ગઈ, ને તેનો છેડો એન-રોગેલ આગળ આવ્યો;

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

7 તે સીમા ત્યાંથી આખોરની ખીણમાં થઈને દબીર સુધી અને ઉત્તરમાં ગિલ્ગાલ તરફ વળી. જ્યાં તે ખીણની દક્ષિણ બાજુમાં આવેલા અદુમ્મીસના ઘાટ સામે છે. તે સીમા ત્યાંથી એન-શેમેશનાં ઝરણાં સુધી ગઈ અને એન-રોગેલ આગળ બહાર નીકળી.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

7 પછી સરહદ આખોરની ખીણ આગળ થઈને દબીર સુધી જાય છે, પછી ઉત્તર તરફ વળીને ગિલ્ગાલ તરફ વળે છે. ગિલ્ગાલ કોતરની દક્ષિણ બાજુએ અદુમ્મીમના ઘાટની સામે આવેલું છે. અદુમ્મીમ ઘાટની વચ્ચેથી કોતરની દક્ષિણે જઈને પછી એનશેમેશ જળ સ્રોત સુધી ચાલુ રહીને એનરોગેલ આગળ અટકતી હતી.

See the chapter Copy




યહોશુઆ 15:7
13 Cross References  

હવે યોનાથાન અને અહિમાઆસ એન-રોગેલ પાસે ઊભા હતા, એક દાસી તેઓને સમાચાર આપતી. તેઓ જઈને દાઉદ રાજાને કહેતાં, કેમ કે નગરમાં આવતાં તેઓ કોઈનાં જોવામાં આવે નહિ.


અદોનિયાએ એન-રોગેલ પાસેના ઝોહેલેથના પથ્થરની બાજુએ ઘેટાં, બળદો તથા પુષ્ટ પશુઓનું અર્પણ કર્યું. તેણે પોતાના સર્વ ભાઈઓને, એટલે રાજાઓના દીકરાઓને તથા રાજાના સેવકોને એટલે યહૂદિયાના સર્વ માણસોને આમંત્રણ આપ્યું.


જે મારા લોકોએ મને શોધ્યો છે, તેઓને માટે શારોનનાં ઘેટાંના ટોળાંના બીડ સમાન અને આખોરની ખીણ જાનવરોનું વિશ્રામસ્થાન થશે.


કેમ કે તેમની માતા ગણિકા છે, તેમનો ગર્ભધારણ કરનારીએ શરમજનક કાર્ય કર્યું છે. તેણે કહ્યું, “હું મારા પ્રીતમોની પાછળ જઈશ, કેમ કે, તેઓ મને મારી રોટલી, પાણી, મારું ઊન, મારું શણ, મારું તેલ અને પીણું આપે છે.”


પછી યહોશુઆ અને તેની સાથે આખું ઇઝરાયલ ગિલ્ગાલની છાવણીમાં પાછાં આવ્યાં.


તેણે ત્યાંથી દબીરના રહેવાસીઓ પર ચઢાઈ કરી. દબીરનું નામ તો પૂર્વે કિર્યાથ-સેફેર હતું.


તે સરહદ બેથ-હોગ્લા અને બેથ-અરાબાની ઉત્તર તરફ પસાર થઈને આગળ ગઈ. પછી તે સરહદ બોહાનની શિલા, રુબેનના દીકરા સુધી ગઈ.


તે ઉત્તરથી વળીને, એન-શેમેશની દિશામાં અને ત્યાંથી ગલીલોથ તરફ ગઈ, તે અદુમ્મીમના ઘાટની સામે છે. પછી તે નીચે બોહાનની શિલા તે રુબેનનો પુત્ર હતો સુધી ગઈ.


લોકો પહેલા મહિનાને દસમે દિવસે યર્દનમાંથી બહાર આવ્યા, તેઓએ યરીખોની પૂર્વ દિશાએ ગિલ્ગાલમાં મુકામ કર્યો.


અને યહોશુઆ તથા સર્વ ઇઝરાયલ, ઝેરાહના પુત્ર આખાનને તથા ચાંદી, જામો, સોનાનું પાનું, આખાનના દીકરા અને દીકરીઓ, બળદો, ગધેડાં, ઘેટાં, તંબુ, અને તેના સર્વસ્વને, આખોરની ખીણમાં લઈ ગયા.


અને તેઓએ તેના પર પથ્થરનો મોટો ઢગલો કર્યો જે આજ સુધી છે. ત્યારે યહોવાહ પોતાના ક્રોધનો જુસ્સો શાંત કર્યો. તે માટે તે સ્થળનું નામ ‘આખોરની ખીણ’ એવું પડયું જે આજ સુધી છે.


Follow us:

Advertisements


Advertisements