યહોશુઆ 15:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 તે સરહદ ઉત્તર તરફ એક્રોનની બાજુએ ગઈ, પછી શિક્કરોનથી વળીને, બાલાહ પર્વતથી પસાર થઈને યાબ્નએલ સુધી ગઈ. તે સરહદનો અંત સમુદ્ર પાસે આવ્યો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને તે સીમા ઉત્તર તરફ એક્રોનની બાજુએ ગઈ; અને શિક્કરોન સુધી તે સીમા દોરેલી હતી, ને આગળ વધીને બાલા પર્વત સુધી તે ગઈ, ને યાબ્નએલ સુધી પહોંચી; અને તે સીમાનો છેડો સમુદ્ર આગળ આવ્યો. See the chapterપવિત્ર બાઇબલ C.L.11 તે સીમા ત્યાંથી નીકળીને એક્રોનની ઉત્તરે આવેલા પર્વત સુધી પહોંચી, શિક્કેરોન તરફ વળાંક લઈ બાઅલા પર્વતની બાજુ પર થઈને આબ્નએલ તરફ ગઈ અને ભૂમધ્ય સમુદ્ર પાસે પૂરી થઈ. See the chapterપવિત્ર બાઈબલ11 પછી સરહદ એક્રોની ઉત્તરની ટેકરી સુધી જાય છે. ત્યાંથી શિક્કરોન તરફ વળીને પછી બાઅલાહ પર્વત સુધી અને પછી યાબ્નએલ સુધી ચાલુ રહીને ભૂમધ્ય સમુદ્રમાં પૂરી થાય છે. See the chapter |
તેઓએ તેને કહ્યું, “એક માણસ અમને મળવા આવ્યો અને તેણે અમને કહ્યું કે, ‘જે રાજાએ તમને મોકલ્યા છે તેની પાસે પાછા જઈને તેને કહો કે, “યહોવાહ એવું કહે છે કે, ‘શું ઇઝરાયલમાં કોઈ ઈશ્વર નથી કે, તું એક્રોનના દેવ બઆલ-ઝબૂબને સલાહ પૂછવા મોકલે છે? માટે જે પલંગ પર તું સૂતો છે તે પરથી તારાથી ઉઠાશે નહિ, પણ તું નિશ્ચે મરણ પામશે.’”