Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યહોશુઆ 15:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 પછી તે સરહદ ત્યાંથી વળીને પશ્ચિમ તરફ બાલાહથી સેઈર પર્વત સુધી ગઈ, પછી આગળ વધીને ઉત્તર તરફ યારીમ પર્વતની એટલે કસાલોન ની બાજુથી પસાર થઈ અને બેથ-શેમેશ સુધી નીચે થઈને તિમ્નાથી પસાર થઈને આગળ વધી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને તે સીમા ત્યાંથી વળીને પશ્ચિમ તરફ બાલાથી સેઈર પર્વત સુધી ગઈ, ને આગળ વધીને ઉત્તર તરફ યારીમ પર્વત (એટલે કસાલોન)ની બાજુ સુધી ગઈ, ને બેથ-શેમેથ સુધી નીચે ઊતરી, ને તિમ્નાની બાજુ પર થઈને આગળ વધી;

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

10 જ્યાંથી તે બાઅલાની પશ્ર્વિમે ચકરાવો ખાઈને અદોમના પહાડીપ્રદેશ તરફ, અને ત્યાંથી યઆરીમની (એટલે ક્સાલોન) ઉત્તર બાજુએ ગઈ અને બેથ-શેમેશ સુધી નીચે ઊતરી અને તિમ્નાને બાજુ પર રાખી આગળ વધી.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

10 પછી સરહદ બાઅલાહની પશ્ચિમે સેઈર ના પર્વતીય દેશ તરફ વળતી હતી; અને યઆરીમ પર્વતની ઉત્તર બાજુએ ઢાળ સુધી જઈને, નીચે ઊતરી બેથ-શેમેશ તરફ વળીને તિમ્નાહ તરફ જાય છે.

See the chapter Copy




યહોશુઆ 15:10
12 Cross References  

પછી દાઉદ પોતાની સાથેના સર્વ માણસોને લઈને તે કરુબો પર બિરાજમાન ઈશ્વરનો કોશ લેવાને બાલે-યહૂદિયાથી જ્યાં કોશ હતો ત્યાં ગયો. જે સૈન્યોના ઈશ્વરના નામથી ઓળખાય છે.


પણ અમાસ્યાએ સાંભળ્યું નહિ. તેથી ઇઝરાયલના રાજા યોઆશે યુદ્ધ કર્યું, તે અને યહૂદિયાનો રાજા અમાસ્યા યહૂદિયામાં આવેલા બેથ-શેમેશ આગળ એકબીજાને સામ સામે મળ્યા.


પલિસ્તીઓએ પણ યહૂદિયાના નીચાણના પ્રદેશોમાં તેમ જ દક્ષિણનાં શહેરો ઉપર હુમલો કર્યો અને આજુબાજુ ગામડાંઓ સહિત બેથ-શેમેશ, આયાલોન, ગદેરોથ, સોખો, તિમ્ના અને ગિમ્ઝો નગરો કબજે કર્યાં અને તેમાં વસવાટ કર્યો.


તે સરહદ ઉત્તર તરફ એક્રોનની બાજુએ ગઈ, પછી શિક્કરોનથી વળીને, બાલાહ પર્વતથી પસાર થઈને યાબ્નએલ સુધી ગઈ. તે સરહદનો અંત સમુદ્ર પાસે આવ્યો.


કાઈન, ગિબયા તથા તિમ્ના તેઓના ગામો સહિત આ દસ નગરો.


ઈરોન, મિગ્દાલેલ, હોરેમ, બેથ-અનાથ તથા બેથ-શેમેશ. તેઓનાં ગામો સહિત આ કુલ ઓગણીસ નગરો હતાં.


આઈન તેનાં ગૌચર સહિત, યૂટ્ટા તેનાં ગૌચર સહિત અને બેથ-શેમેશ તેનાં ગૌચર સહિત. એ નવ નગરો આ બે કુળને આપવામાં આવ્યાં.


સામસૂન તિમ્ના નગરમાં ગયો, ત્યાં તેણે એક સ્ત્રીને જોઈ, જે પલિસ્તીઓની દીકરીઓમાંની હતી.


ત્યારે સામસૂન તિમ્નામાં તેના માતાપિતા સાથે ગયો અને તેઓ તિમ્નાની દ્રાક્ષવાડીમાં આવ્યા. અને ત્યાં એક જુવાન સિંહે આવીને તેની તરફ ગર્જના કરી.


પછી જુઓ; તે પોતાના માર્ગે બેથ-શેમેશ તરફ જાય, તો તે જ ઈશ્વર આપણા પર આ મોટી આફત લાવ્યા છે. પણ જો તેમ નહિ, તો આપણે જાણીશું કે તેમના હાથે આપણને દુઃખી કર્યા નથી; પણ છતાં, ઈશ્વરે નિર્મિત કર્યા મુજબ એ આપણને થયું હતું.”


Follow us:

Advertisements


Advertisements