Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યહોશુઆ 11:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 યહોશુઆએ તે સર્વ દેશ, પર્વતીય દેશ, આખો નેગેબ, આખો ગોશેન દેશ, નીચાણની ટેકરીઓ, યર્દન નદીની ખીણ, ઇઝરાયલનો પર્વતીય દેશ અને નીચાણવાળો દેશ કબજે કર્યો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 એ પ્રમાણે યહોશુઆએ તે આખો દેશ કબજે કર્યો, એટલે પહાડી પ્રદેશ, ને આખો નેગેબ, ને આખો ગોશેન દેશ, ને નીચાણનો પ્રદેશ, ને અરાબા, ને ઇઝરાયલનો પહાડી પ્રદેશ, ને તેના જ તાબાનો નીચાણનો પ્રદેશ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

16 યહોશુઆએ આખો દેશ જીતી લીધો: પહાડી પ્રદેશ, દક્ષિણનો આખો નેગેવનો પ્રદેશ, ગોશેનનો આખો પ્રાંત, પશ્ર્વિમનો તળેટીનો પ્રદેશ, અરાબાનો પ્રદેશ, તળેટીના પ્રદેશસહિત ઇઝરાયલના પર્વતો,

See the chapter Copy

પવિત્ર બાઈબલ

16 આ રીતે યહોશુઆએ સમગ્ર ભૂમિ ડુંગરાળ પ્રદેશ, નીચાણનો પ્રદેશ, સમગ્ર દક્ષિણનો પ્રદેશ, ગોશેનનો સમગ્ર પ્રદેશ, પશ્ચિમી ટેકરીઓ, યર્દનની ખીણ, ઇસ્રાએલનો પર્વતીય પ્રદેશ અને તેની ટેકરીઓ કબજે કરી.

See the chapter Copy




યહોશુઆ 11:16
16 Cross References  

તેમણે તેઓને વિદેશીઓની ભૂમિ આપી; તે લોકોએ કરેલા શ્રમના ફળનો વારસો તેમને મળ્યો.


તેમણે તેઓની આગળથી વિદેશીઓને કાઢી મૂક્યા અને જમીન માપીને ઇઝરાયલનાં કુળોને વારસાના ભાગ પાડી આપ્યા અને તેમને તેઓના તંબુઓમાં વસાવ્યા.


હું તેને ઇઝરાયલના ઊંચામાં ઊંચા પર્વતની ટોચે રોપીશ, તેને ડાળીઓ ફૂટશે, ફળ બેસશે, તે પ્રખ્યાત દેવદાર વૃક્ષ બનશે. તમામ પ્રકારનાં પક્ષીઓ તેની નીચે વાસો કરશે. તેઓ તેની ડાળીઓની છાયામાં માળા બાંધશે.


પણ, હે ઇઝરાયલના પર્વતો, તમારાં વૃક્ષોને ડાળીઓ ફુટશે અને તમે મારા ઇઝરાયલી લોકો માટે ફળ આપશો, તેઓ ઉતાવળે તમારી પાસે પાછા આવશે.


તો હવે તમે પાછા ફરો, અને કૂચ કરીને અમોરીઓના પહાડી પ્રદેશમાં તથા તેની નજીકની સર્વ જગ્યાઓમાં એટલે અરાબા, પહાડીપ્રદેશમાં, નીચલાપ્રદેશમાં, નેગેબમાં તથા સમુદ્રકાંઠે, કનાનીઓના દેશમાં તથા લબાનોનમાં એટલે મોટી નદી ફ્રાત નદી સુધી જાઓ.


એમ યહોશુઆએ, આખા દેશને જીતી લીધો. પર્વતીય પ્રદેશ, નેગેબ, નીચાણવાળો પ્રદેશ અને તળેટીઓમાંના સર્વ રાજાઓમાંથી કોઈને પણ જીવતા રહેવા દીધા નહિ. પણ જેમ ઇઝરાયલના પ્રભુ, યહોવાહે આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે દરેક સજીવોનો સંપૂર્ણ નાશ કર્યો.


કાદેશ બાર્નેઆથી ગાઝા સુધી અને ગોશેનના આખા દેશથી ગિબ્યોન સુધી યહોશુઆએ તેઓને તલવારથી માર્યા.


યહોવાહે પોતાના સેવક મૂસાને આજ્ઞા આપી હતી તે જ પ્રમાણે મૂસાએ યહોશુઆને આજ્ઞા આપી હતી. અને યહોવાહ મૂસાને જે કરવાની આજ્ઞા આપી હતી તે સઘળામાંથી યહોશુઆએ કોઈ પણ કામ કરવામાં કચાશ રાખી નહિ.


અને જેઓ ઉત્તરે પર્વતીય દેશમાં, કિન્નેરેથની દક્ષિણે યર્દન નદીની ખીણમાં, નીચાણવાળા દેશોમાં અને પશ્ચિમે દોરના પર્વત પર હતા તે રાજાઓને સંદેશો મોકલ્યો.


અને તે વખતે યહોશુઆએ જઈને પહાડી પ્રદેશમાંના, હેબ્રોનમાંના, દબીરમાંના, અનાબમાંના, યહૂદિયાના આખા પહાડી પ્રદેશમાંના અને ઇઝરાયલના આખા પહાડી પ્રદેશમાંના અનાકીઓનો સંહાર કર્યો. યહોશુઆએ તેઓનો તથા તેઓના નગરોનો સંપૂર્ણ સંહાર કર્યો.


આ વિસ્તારમાં પહાડી પ્રદેશ, નીચાણવાળો પ્રદેશ, અરાબા, પર્વતોના ઢોળાવનો પ્રદેશ, અરણ્ય અને નેગેબનો સમાવેશ થતો હતો. તેમાં હિત્તીઓ, અમોરીઓ, કનાનીઓ, પરિઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓનો વસવાટ હતો.


પછી જે રાજાઓ યર્દન નદીની પેલી પાર પશ્ચિમમાં હતા તેઓ પર્વતોમાં અને નીચાણવાળા પ્રદેશોમાં અને લબાનોન તરફ સમુદ્રતટે રહેનાર હિત્તીઓ, અમોરીઓ, કનાની, પરિઝી, હિવ્વીઓ તથા યબૂસીઓના બધા જ રાજાઓ


Follow us:

Advertisements


Advertisements