Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યહોશુઆ 10:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 આખું સૈન્ય માક્કેદાની છાવણીમાં યહોશુઆ પાસે શાંતિથી પાછું આવ્યુ. અને ઇઝરાયલના લોકોમાંના કોઈની વિરુદ્ધ એક પણ શબ્દ બોલવાની કોઈએ હિંમત કરી નહી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 સર્વ લોક માક્કેદાની છાવણીમાં યહોશુઆ પાસે સહીસલામત પાછા આવ્યા. ઇઝરાયલ પ્રજામાંના કોઈની વિરુદ્ધ કોઈ પણ એકે શબ્દ બોલી શક્યો નહિ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

21 પછી યહોશુઆના સર્વ માણસો તેની પાસે માક્કેદાની ગુફા પાસે સહીસલામત આવી પહોંચ્યા. દેશમાં ઇઝરાયલીઓ વિરુદ્ધ એક હરફ પણ ઉચ્ચારવાની કોઈનામાં હિમ્મત રહી નહિ.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

21 ત્યારબાદ યહોશુઆના માંણસો તેમની માંક્કેદાહની છાવણી પર સુરક્ષિત પાછા ફર્યા. પછી કોઈએ ઇસ્રાએલના લોકો સામે કંઈ પણ કહેવા માંટે હિમ્મત કરી નહિ.

See the chapter Copy




યહોશુઆ 10:21
5 Cross References  

પરંતુ ઇઝરાયલના કોઈ પણ મનુષ્ય કે જાનવરનું કોઈ નામ લઈ શકશે નહિ. તેઓની સામે કૂતરા પણ જીભ હલાવશે નહિ. એના પરથી તમે જાણી શકશો કે યહોવાહ મિસરીઓ તથા ઇઝરાયલપુત્રો વચ્ચે ભેદ રાખે છે.


તારી વિરુદ્ધ વાપરવા માટે ઘડેલું કોઈ પણ હથિયાર સાર્થક થશે નહિ; અને જે કોઈ તારી વિરુદ્ધ બોલશે તેને તું દોષિત ઠરાવીશ. એ યહોવાહના સેવકોનો વારસો છે અને તેમનું ન્યાયીપણું મારાથી છે” એમ યહોવાહ કહે છે.


તમે કોની મશ્કરી કરો છો? તમે કોની સામે મુખ પહોળું કરો છો અને કોની સામે જીભ કાઢો છો? શું તમે બળવાખોરનાં, કપટકરનારનાં સંતાનો નથી?


જયારે યહોશુઆ અને ઇઝરાયલપુત્રોએ ભારે કતલ કરીને તેઓનો સંહાર કર્યો જ્યાં સુધી તેઓ સંપૂર્ણ રીતે નાશ થયા. અને તેઓમાંના જેઓ બચીને ભાગ્યા તેઓ કોટવાળાં નગરોમાં પહોંચી ગયા.


ત્યારે યહોશુઆએ કહ્યું, “ગુફાનુ મુખ ખોલીને તેમાં છુપાયેલા પાંચ રાજાઓને તેમાંથી બહાર કાઢીને મારી પાસે લાવો.”


Follow us:

Advertisements


Advertisements