યહોશુઆ 10:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 લોકોએ પોતાના દુશ્મનો ઉપર વેર વાળ્યું ત્યાં સુધી સૂર્ય સ્થિર રહ્યો અને ચંદ્ર થંભી ગયો. આ બધું ‘યાશારના’ પુસ્તકમાં લખેલું નથી શું?’ અને આકાશની વચ્ચે સૂર્ય થંભી રહ્યો અને લગભગ એક આખા દિવસ માટે તે આથમ્યો નહિ.’ See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને લોકોએ તેઓના શત્રુ ઉપર વેર વાળ્યું ત્યાં સુધી સૂર્ય સ્થિર રહ્યો, ને ચંદ્ર થંભી રહ્યો. એ યાશારના પુસ્તકમાં લખેલું નથી શું? અને આકાશની મધ્યે સૂર્ય થંભી રહ્યો, અને આશરે એક આખા દિવસ સુધી તેણે આથમવાની ઉતાવળ ન કરી. See the chapterપવિત્ર બાઇબલ C.L.13 ઇઝરાયલી લોકોએ પોતાના શત્રુઓને પરાજિત કર્યા ત્યાં સુધી સૂર્ય ગિબ્યોન પર સ્થિર રહ્યો; અને ચંદ્ર પોતાના સ્થાનમાંથી ખસ્યો નહિ. યાશારના પુસ્તકમાં આ વિષે લખેલું છે. સૂર્ય આકાશની મધ્યમાં સ્થિર રહ્યો અને એક આખા દિવસ સુધી આથમ્યો નહિ. See the chapterપવિત્ર બાઈબલ13 તેથી જ્યાં સુધી આ લોકોએ શત્રુઓ પર વિજય મેળવ્યો સૂર્ય હલ્યો નહિ અને ચંદ્ર થોભી ગયો. આ ઘટનાનું વિશદ વિસ્તૃત વર્ણન યાશારના ગ્રંથમાં લખેલું છે, તેમ સૂર્ય આકાશની વચ્ચોવચ થંભી ગયો અને લગભગ એક દિવસ સુધી તેણે આથમી જવામાં વિલંબ કર્યો. See the chapter |