Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યહોશુઆ 10:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 પછી યહોવાહે ઇઝરાયલને અમોરીઓ ઉપર જે દિવસે વિજય અપાવ્યો હતો તે દિવસે યહોશુઆએ યહોવાહ સાથે વાત કરી, તેણે ઇઝરાયલના દેખતાં યહોવાહની સમક્ષ કહ્યું, “સૂર્ય, તું ગિબ્યોન ઉપર સ્થિર રહે; અને ચંદ્ર, તું આયાલોનની ઉપર સ્થિર રહે.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 તે સમયે, એટલે યહોવાએ અમોરીઓને ઇઝરાયલીઓને સ્વાધીન કર્યા તે દિવસે, યહોશુઆ યહોવાની આગળ બોલ્યો; અને ઇઝરાયલના જોતાં તે બોલ્યો; અને ઇઝરાયલના જોતાં તે બોલ્યો, “સૂર્ય, તું ગિબ્યોન ઉપર સ્થિર રહે; અને ચંદ્ર, તું આયાલોનની ખીણ ઉપર [સ્થિર રહે].”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

12 જે દિવસે પ્રભુએ ઇઝરાયલના માણસોને અમોરીઓ પર વિજય પમાડયો તે દિવસે યહોશુઆએ પ્રભુ સાથે વાત કરી. ઇઝરાયલીઓની હાજરીમાં તેણે કહ્યું, “ઓ સૂર્ય, તું ગિબ્યોન પર રોકાઈ જા. ઓ ચંદ્ર, તું આયાલોનની ખીણ પર થંભી જા.”

See the chapter Copy

પવિત્ર બાઈબલ

12 તે દિવસે યહોવાએ ઇસ્રાએલને અમોરીઓને હરાવવા દીધા. અને તે દિવસે યહોશુઆ ઇસ્રાએલના બધા લોકો સમક્ષ ઊભો રહ્યો અને યહોવાને કહ્યું: “ઓ સૂર્ય, ગિબયોન ઉપર થંભી જા. ઓ ચંદ્ર આયલોનની ખીણ ઉપર સ્થિર થા.”

See the chapter Copy




યહોશુઆ 10:12
29 Cross References  

નેરનો દીકરો આબ્નેર તથા શાઉલના દીકરા ઈશ-બોશેથના ચાકરો, માહનાઇમથી નીકળીને ગિબ્યોનમાં ગયા.


હિઝકિયાએ જવાબ આપ્યો, “છાંયડો દસ અંશ આગળ વધે એ તો નાની વાત છે; એમ નહિ, પણ દસ અંશ પાછો હઠે.”


યશાયા પ્રબોધકે યહોવાહને મોટેથી પોકાર કર્યો, તેથી આહાઝના સમયદર્શક યંત્રમાં છાંયડો જેટલો નમ્યો હતો, ત્યાંથી તેમણે દસ અંશ પાછો હઠાવ્યો.


યશાયાએ કહ્યું, “યહોવાહે જે વચન કહ્યું છે તે પૂરું કરશે, તેનું ચિહ્ન આ છે. છાંયડો દસ અંશ આગળ જાય કે, દસ અંશ પાછળ જાય?”


તેના બીજા દીકરાઓ; બરિયા તથા શેમા. તેઓ આયાલોનમાં રહેતા કુટુંબોના આગેવાનો હતા, તેઓએ ગાથના રહેવાસીઓને કાઢી મૂક્યા.


સોરાહ, આયાલોન, અને હેબ્રોન નગરો બાંધ્યાં. એ યહૂદિયામાં અને બિન્યામીનમાં આવેલા કિલ્લાવાળાં નગરો છે.


તે એ જ ઈશ્વર છે જે સૂર્યને આજ્ઞા કરે છે અને તે ઊગતો નથી, અને જે તારાઓને ઢાંકી દે છે.


સૂર્ય તથા ચંદ્ર, તમે તેમની સ્તુતિ કરો; સર્વ ઝગઝગતાં તારા, તેમની સ્તુતિ કરો.


તેઓનો વિસ્તાર આખી પૃથ્વીમાં છે અને જગતના છેડા સુધી તેઓની સાક્ષી ફેલાયેલી છે. તેઓમાં ઈશ્વરે સૂર્યને માટે મંડપ ઊભો કર્યો છે.


દિવસ તમારો છે અને રાત પણ તમારી છે; તમે સૂર્ય તથા ચંદ્રને તેની જગ્યાએ સ્થિર કર્યા છે.


કેમ કે જેમ પરાસીમ પર્વત પર થયું; તેમ ગિબ્યોનની ખીણમાં યહોવાહ ઊઠશે અને તે પોતાનાં કામ, અસાધારણ તથા અદ્દભુત કૃત્ય કરશે.


જુઓ, આહાઝના સમયદર્શક યંત્રમાં જે છાંયડો દશ અંશ પર છે, તેને હું દશ અંશ પાછો હટાવીશ!” તેથી છાંયડો જે સમયદર્શક યંત્ર પર હતો તે દશ અંશ પાછો હટ્યો.


તારો સૂર્ય કદી અસ્ત થશે નહિ, કે તારો ચંદ્ર જતો રહેશે નહિ; કેમ કે યહોવાહ તારું સર્વકાળનું અજવાળું અને તારા શોકના દિવસો પૂરા થશે.


વળી તે જ વર્ષે યહૂદિયાના રાજા સિદકિયાના શાસનકાળના શરૂઆતમાં ચોથા વર્ષના પાંચમા મહિનામાં ગિબ્યોનના વતની આઝઝુરના દીકરા હનાન્યા પ્રબોધકે યહોવાહના ઘરમાં યાજકો અને બધા લોકોની હાજરીમાં કહ્યું કે,


તોપણ અમોરીઓ જેઓની ઊંચાઈ દેવદાર વૃક્ષોની ઊંચાઈ જેટલી હતી; અને જે એલોન વૃક્ષના જેવા મજબૂત હતા, તેઓનો મેં તેઓની આગળથી નાશ કર્યો, મેં ઉપરથી તેઓનાં ફળનો, અને નીચેથી તેઓના મૂળિયાંઓનો નાશ કર્યો.


“તે દિવસે એમ થશે કે” હું ખરા બપોરે સૂર્યાસ્ત કરીશ, અને ધોળે દિવસે પૃથ્વી પર હું અંધકાર કરીશ. એમ પ્રભુ યહોવાહ કહે છે.


પણ યહોવાહ તેમના પવિત્ર ઘરમાં છે! તેમની આગળ આખી પૃથ્વી શાંત રહો.


તમારા છૂટતાં બાણોના પ્રકાશથી અને તમારા ચકચકતા ભાલાના ચળકાટથી, સૂર્ય તથા ચંદ્ર પોતપોતાના સ્થાનમાં થંભી ગયા છે.


હે સર્વ માણસો, યહોવાહની આગળ શાંત રહો, કેમ કે તે પોતાના નિવાસ સ્થાનમાંથી જાગૃત થયા છે!


અને જો કોઈ બીજા દેવોની પૂજા કરતો હોય, તેઓની આગળ નમતો હોય, એટલે સૂર્ય, ચંદ્ર અથવા તારા જેના વિષે મેં તમને ફરમાવ્યું નથી તેની પૂજા કરતો હોય,


સાવધ રહો રખેને જયારે તમે આકાશ તરફ નજર કરો ત્યારે સૂર્ય, ચંદ્ર, તારા એટલે આખું ગગનમંડળ જેઓને ઈશ્વર તમારા યહોવાહે આકાશ નીચેના સર્વ લોકોને વહેંચી આપ્યાં છે. તેઓને જોઈને તમે આકર્ષાઈને તેમની સેવાપૂજા કરો.


લોકોએ પોતાના દુશ્મનો ઉપર વેર વાળ્યું ત્યાં સુધી સૂર્ય સ્થિર રહ્યો અને ચંદ્ર થંભી ગયો. આ બધું ‘યાશારના’ પુસ્તકમાં લખેલું નથી શું?’ અને આકાશની વચ્ચે સૂર્ય થંભી રહ્યો અને લગભગ એક આખા દિવસ માટે તે આથમ્યો નહિ.’


શાલાબ્બીન, આયાલોન તથા યિથ્લાનો સમાવેશ થતો હતો.


આયાલોન તેનાં ગૌચર સહિત, ગાથ-રિમ્મોન તેનાં ગૌચર સહિત. ચાર નગરો આપવામાં આવ્યાં.


એલોન ઝબુલોની મરણ પામ્યો અને ઝબુલોનના આયાલોન દેશમાં દફનાવવામાં આવ્યો.


આકાશમાંના તારાઓએ યુદ્ધ કર્યું, તારાઓએ પોતાની કક્ષામાં સીસરાની સામે યુદ્ધ કર્યું.


તેથી શમુએલે ઈશ્વરને વિનંતી કરી; તે દિવસે ઈશ્વરે ગર્જના તથા વરસાદ મોકલ્યા. ત્યારે સર્વ લોકો ઈશ્વરથી તથા શમુએલથી ભયભીત થયા.


અને તે દિવસે મિખ્માશથી આયાલોન સુધી તેઓ પલિસ્તીઓ પર હુમલો કરતા ગયા. પરંતુ લોકો ઘણાં નિર્બળ થયા.


Follow us:

Advertisements


Advertisements