Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યહોશુઆ 10:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 અને તેઓ ઇઝરાયલની આગળથી નાચતાં નાચતાં બેથ-હોરોનના ઢોળાવ આગળ આવ્યા, ત્યારે એમ થયું કે, અઝેકા સુધી યહોવાહ તેઓ ઉપર આકાશમાંથી મોટા કરા વરસાવ્યા, તેઓ સર્વ મરણ પામ્યા. જેઓને ઇઝરાયલી લોકોએ તલવારથી માર્યા હતા તેમના કરતાં જેઓ કરાથી માર્યા ગયા તેઓની સંખ્યા વધારે હતી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને તેઓ ઇઝરાયલની આગળથી નાસતાં નાસતાં બેથ-હોરોનના ઢોળાવ આગળ આવ્યા, ત્યારે એમ થયું કે, અઝેકા સુધી યહોવાએ તેઓ ઉપર આકાશમાંથી મોટા મોટા કરા વરસાવ્યા, ને તેઓ મરણ પામ્યા. જેઓને ઇઝરાયલી લોકોએ તરવારથી માર્યા હતા, તેમના કરતાં જેઓ કરાથી માર્યા ગયા તેઓ વધારે હતા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

11 અમોરીઓ ઇઝરાયલી સૈન્ય આગળથી ઘાટમાં થઈને નાસી રહ્યા હતા ત્યારે છેક અઝેકા સુધી પ્રભુએ તેમના પર મોટા કરા વરસાવીને તેમને માર્યા. ઇઝરાયલીઓ દ્વારા જેટલા માર્યા ગયા તેના કરતાં કરાથી માર્યા ગયેલાઓની સંખ્યા વધારે હતી.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

11 શત્રુનું સૈન્ય ઇસ્રાએલના સૈન્યથી ભાગીને બેથ-હોરોનના રસ્તે આવ્યું અને અઝેકાહ સુધીના સમગ્ર માંર્ગમાં યહોવાએ આકાશમાંથી તેમના ઉપર મોટા બરફના કરા વરસાવ્યા. ઇસ્રાએલી સૈનિકોને તરવારો કરતાં બરફના કરાઓથી વધારે શત્રુઓ માંર્યા હતાં.

See the chapter Copy




યહોશુઆ 10:11
17 Cross References  

પછી પ્રભુ ઈશ્વરે આકાશમાંથી સદોમ તથા ગમોરા પર ગંધક તથા આગ વરસાવ્યાં.


દેશભરમાં યુદ્ધ ફેલાઈ ગયું તે દિવસે તલવારથી જેટલા માણસો મરાયા તેના કરતાં જંગલનાં વૃક્ષો વચ્ચે અટવાઈને વધારે માણસો મરાયા.


શું તું બરફના ભંડારોમાં ગયો છે, અથવા તેના સંગ્રહસ્થાન શું તેં જોયાં છે,


આ સર્વ બાબતો આફતના સમયને માટે, અને લડાઈ અને યુદ્ધના દિવસો માટે રાખી છે.


તે દુષ્ટ લોકો પર વરસાદની જેમ અગ્નિ, ગંધક અને ભયંકર લૂ વરસાવે છે; તે તેઓના પ્યાલાનો ભાગ થશે.


રોટલીના કટકા જેવા કરા વરસાવે છે; તેની ટાઢ આગળ કોણ ઊભું રહી શકે?


જુઓ, પ્રભુનો એક પરાક્રમી અને સમર્થ વીર છે; તે કરાની આંધી, નાશ કરનાર તોફાન, જબરાં ઊભરાતાં પાણીના પૂરની જેમ પૃથ્વીને પોતાના હાથના જોરથી પછાડશે.


કેમ કે જેમ પરાસીમ પર્વત પર થયું; તેમ ગિબ્યોનની ખીણમાં યહોવાહ ઊઠશે અને તે પોતાનાં કામ, અસાધારણ તથા અદ્દભુત કૃત્ય કરશે.


યહોવાહ પોતાની વિજયી ગર્જના સંભળાવશે અને ઉગ્ર કોપથી, બળતા અગ્નિની જવાળાથી, આંધીથી, મુશળધાર વરસાદથી તથા કરાથી તે શત્રુઓને પોતાના ભુજનું સામર્થ્ય દેખાડશે.


ચૂનો ધોળનારાઓને કહે કે; ‘તે દીવાલ પડી જશે; ત્યાં મુશળધાર વરસાદ વરસશે; મોટા કરા વરસશે અને તોફાની વાવાઝોડું તેને પાડી નાખશે.


કેમ કે તમને બચાવવા અને તમારા પક્ષે રહીને તમારા દુશ્મનો સામે જે લડવા જાય છે તે તો યહોવાહ તમારા ઈશ્વર છે.


પછી સ્વર્ગમાં ઈશ્વરનું જે ભક્તિસ્થાન છે તે ઉઘાડવામાં આવ્યું. અને ભક્તિસ્થાનમાં તેમના કરારનો કોશ દેખાયો. અને વીજળીઓ, વાણીઓ, ગર્જનાઓ તથા ધરતીકંપ થયાં. અને પુષ્કળ કરા પડ્યા.


અને આકાશમાંથી આશરે ચાલીસ કિલોગ્રામનાં કરા માણસો પર પડ્યા અને કરાની આફતને લીધે માણસોએ ઈશ્વરને શ્રાપ આપ્યો કેમ કે તે આફત અતિશય ભારે હતી.


આકાશમાંના તારાઓએ યુદ્ધ કર્યું, તારાઓએ પોતાની કક્ષામાં સીસરાની સામે યુદ્ધ કર્યું.


Follow us:

Advertisements


Advertisements