Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યહોશુઆ 10:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 અને યહોવાહે ઇઝરાયલની આગળ તેના વૈરીઓને વિખેરી નાખ્યા. તેમણે ગિબ્યોનમાં તેઓનો સંહાર કર્યો, બેથ-હોરોનના ઘાટના માર્ગે તેઓની પાછળ પડીને તેઓએ અઝેકા અને માક્કેદાના માર્ગ સુધી તેઓને મારતા ગયા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને ઇઝરાયલની આગળ યહોવાએ તેઓને હરાવ્યા, ને ગિબ્યોન આગળ તેઓને મારીને તેણે તેઓનો મોટો સંહાર કર્યો, ને બેથ-હોરોન ઘાટને માર્ગે તેઓની પાછળ પડીને અઝેકા સુધી ને માક્કેદા સુધી તે તેઓને મારતો ગયો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

10 અમોરીઓએ ઇઝરાયલી સૈન્યને જોયું કે પ્રભુએ તરત જ અમોરીઓમાં આતંક ફેલાવી દીધો. ઇઝરાયલીઓએ ગિબ્યોન આગળ તેમનો મોટો સંહાર કર્યો, અને બેથ-હોરોનના ઘાટ તરફ તેમનો પીછો કર્યો અને દક્ષિણે છેક અઝેકા અને માક્કેદા સુધી તેમના પર હુમલો જારી રાખ્યો.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

10 યહોવાએ ગિબયોનના લશ્કરોને ખૂબ મૂંઝવી નાખ્યાં, તેથી ઇસ્રાએલે તેમને હરાવી દીધા. તેઓએ તેમનો પીછો બેથ-હોરોનના રસ્તા પર કર્યો અને તેમને બધાને અઝેકાહ અને માંક્કેદાહ સુધી માંરી નાખ્યા.

See the chapter Copy




યહોશુઆ 10:10
29 Cross References  

તેમણે તીર મારીને તેમના શત્રુઓને વિખેરી નાખ્યા વીજળી મોકલીને તેઓને થથરાવી નાખ્યા.


તેથી સુલેમાને ગેઝેર, નીચાણનું બેથ-હોરોન,


તેથી ઈશ્વરે આસા અને યહૂદિયાના સૈન્યની સામે કૂશીઓને હરાવ્યા અને તેઓ નાસી ગયા.


તે દરમિયાન અમાસ્યાએ જે સૈન્યના સૈનિકોને પાછા મોકલી દીધા હતા કે જેથી તેઓ તેની સાથે યુદ્ધમાં ના જાય, તેઓએ સમરુનથી બેથ-હોરોન સુધીના યહૂદિયાના નગરો પર હુમલો કરીને ત્રણ હજાર માણસોને મારી નાખ્યા અને મોટી લૂંટ એકત્ર કરીને ચાલ્યા ગયા.


તેમણે બાણ મારીને તેના શત્રુઓને મારી નાખ્યા; તેમણે વીજળીઓ મોકલીને તેમને થથરાવી નાખ્યા.


તેઓએ પોતાની તલવાર વડે દેશને કબજે કર્યો નહોતો, વળી તેઓએ પોતાના ભુજ વડે પોતાનો બચાવ કર્યો નહોતો; પણ તમારા જમણા હાથે, તમારા ભુજે અને તમારા મુખના પ્રકાશે તેમને બચાવ્યા હતા, કેમ કે તમે તેઓ પર પ્રસન્ન હતા.


જ્યારે સર્વસમર્થે ત્યાં રાજાઓને વિખેરી નાખ્યા, ત્યારે સાલ્મોનના પર્વત પર હિમ પડ્યા જેવું થયું.


તેમણે તેઓની આગળથી વિદેશીઓને કાઢી મૂક્યા અને જમીન માપીને ઇઝરાયલનાં કુળોને વારસાના ભાગ પાડી આપ્યા અને તેમને તેઓના તંબુઓમાં વસાવ્યા.


કેમ કે જેમ પરાસીમ પર્વત પર થયું; તેમ ગિબ્યોનની ખીણમાં યહોવાહ ઊઠશે અને તે પોતાનાં કામ, અસાધારણ તથા અદ્દભુત કૃત્ય કરશે.


યહોવાહ પોતાની વિજયી ગર્જના સંભળાવશે અને ઉગ્ર કોપથી, બળતા અગ્નિની જવાળાથી, આંધીથી, મુશળધાર વરસાદથી તથા કરાથી તે શત્રુઓને પોતાના ભુજનું સામર્થ્ય દેખાડશે.


તે સમયે બાબિલ રાજાનું સૈન્ય યરુશાલેમની સામે તથા યહૂદિયાનાં બાકી રહેલાં નગરો લાખીશ અને અઝેકા નગરોની સામે લડતું હતું. કેમ કે યહૂદિયાનાં નગરોમાંનાં કિલ્લેબંદીવાળાં નગરો આ બે જ હતાં.


પણ જેમ યહોવાહ યુદ્ધના દિવસે લડ્યા હતા તેમ તે પ્રજાઓની જેમ લડશે.


જ્યારે તું તેઓ સાથે યુદ્ધ કરીશ, ત્યારે યહોવાહ તારા ઈશ્વર તને તેઓ પર વિજય આપશે; જ્યાં સુધી તેઓનો નાશ ન થાય ત્યાં સુધી તે તેઓને ગૂંચવશે.


અને તેઓ ઇઝરાયલની આગળથી નાચતાં નાચતાં બેથ-હોરોનના ઢોળાવ આગળ આવ્યા, ત્યારે એમ થયું કે, અઝેકા સુધી યહોવાહ તેઓ ઉપર આકાશમાંથી મોટા કરા વરસાવ્યા, તેઓ સર્વ મરણ પામ્યા. જેઓને ઇઝરાયલી લોકોએ તલવારથી માર્યા હતા તેમના કરતાં જેઓ કરાથી માર્યા ગયા તેઓની સંખ્યા વધારે હતી.


તે રીતે, તે દિવસે યહોશુઆએ માક્કેદા કબજે કર્યું અને ત્યાં રાજા સહિત દરેકને તલવારથી મારી નાખ્યા. તેણે તેઓનો અને ત્યાંના સર્વ પ્રાણીઓનો સંપૂર્ણપણે નાશ કર્યો. તેણે કોઈને પણ જીવતા રહેવા દીધાં નહિ. જેમ તેણે યરીખોના રાજાને કર્યું હતું તેમ તેણે માક્કેદાના રાજાને કર્યું.


ગિલ્ગાલથી આખી રાત કૂચ કરીને, યહોશુઆએ અચાનક જ તેઓના પર આક્રમણ કર્યું.


યહોવાહે શત્રુઓને ઇઝરાયલના હાથમાં સોંપ્યા, તેઓએ તલવારથી તેઓને માર્યા. તેઓ સિદોન, મિસ્રેફોથ-માઇમ, પૂર્વ તરફ મિસ્પાની ખીણ સુધી તેઓની પાછળ પડયા. તેઓએ તેમને તલવારથી એવા માર્યા કે તેઓમાંનો એક પણ જીવતો રહ્યો નહિ.


માક્કેદાનો રાજા, બેથેલનો રાજા.


યાર્મૂથ, અદુલ્લામ, સોખો તથા અઝેકા,


ગદેરોથ, બેથ-દાગોન, નાઅમાહ તથા માક્કેદા. તેઓનાં તાબાના ગામો સહિત આ કુલ સોળ નગરો હતાં.


પછી પશ્ચિમ તરફ નીચે યાફલેટીઓના પ્રદેશથી, દૂર સુધી નીચાણમાં બેથ-હોરોનના પ્રદેશ સુધી અને ગેઝેર સુધી તે સમુદ્ર પાસે પૂરી થઈ.


એફ્રાઇમનાં કુળને તેનાં કુટુંબો પ્રમાણે આ રીતે પ્રદેશની સોંપણી થઈ: પૂર્વ તરફ તેઓની સરહદ અટારોથ આદ્દારથી ઉપરના બેથ-હોરોન સુધી હતી


કિબ્સાઈમ તેનાં ગૌચર સહિત તથા બેથ-હોરોન તેનાં ગૌચર સહિત. એ ચાર નગરો તેઓને આપ્યાં.


ઈશ્વરે સીસરાનો તેના સૈન્યનો, તેના સર્વ રથોનો અને બારાકની આગળ પરાજય કર્યો, તેથી સીસરા પોતાના રથમાંથી ઊતરીને નાસી ગયો.


પણ બારાક વિદેશીઓના હરોશેથ-હગોઈમ સુધી સૈન્યની પાછળ પડ્યો તેથી સીસરાનું સર્વ સૈન્ય તલવારે મરાયું અને એકપણ માણસ બચ્યો નહિ.


આકાશમાંના તારાઓએ યુદ્ધ કર્યું, તારાઓએ પોતાની કક્ષામાં સીસરાની સામે યુદ્ધ કર્યું.


બીજી ટોળી બેથ-હોરોન તરફ ગઈ અને એક બીજી ટોળી સબોઈમના નીચાણની સામે અરણ્ય તરફ જે સીમા છે તે તરફ ગઈ.


હવે પલિસ્તીઓએ પોતાનાં સૈન્યોને યુદ્ધ કરવા સારુ યહૂદિયાના તેઓ સોખોમાં એકત્ર કર્યા, જે યહૂદિયાનું છે. તેઓએ સોખો અને અઝેકાની વચ્ચે એફેસ-દામ્મીમમાં છાવણી નાખી.


Follow us:

Advertisements


Advertisements