યહોશુઆ 1:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 બળવાન તથા ઘણો હિંમતવાન થા. મારા સેવક મૂસાએ જે સઘળાં નિયમની તને આજ્ઞા આપી છે તે પાળવાને કાળજી રાખ. તેનાથી જમણી કે ડાબી બાજુ ફરતો ના, કે જેથી જ્યાં કંઈ તું જાય ત્યાં તને સફળતા મળે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 પણ મારા સેવક મૂસાએ જે સર્વ નિયમો તને ફરમાવ્યા તે પ્રમાણે સંભાળીને કરવા માટે બળવાન તથા બહુ હિમ્મતવાન થા. તેમાંથી જમણી કે ડાબી તરફ ફરતો ના, એ માટે કે જ્યાં કંઈ તું જાય ત્યાં તું ફતેહ પામે. See the chapterપવિત્ર બાઇબલ C.L.7 માત્ર એટલું જ કે તું બળવાન તથા હિમ્મતવાન થા; અને મારા સેવક મોશેએ તમને આપેલો નિયમ પૂરેપૂરો પાળવાની તું કાળજી રાખ. તારે એમાંથી લેશમાત્ર ચલિત થવાનું નથી; એમ કરીશ તો તું જ્યાં કહીં જશે ત્યાં સફળ થશે. See the chapterપવિત્ર બાઈબલ7 તારે તો માંત્ર બળવાન અને હિમ્મતવાન થવાનું છે. અને માંરા સેવક મૂસાએ જે નિયમો તને આપ્યાં તેનું તારે સંપૂર્ણ પાલન કરવાનું છે. જો તું તેને સંપૂર્ણપણે અનુસરીશ તો તું જે કંઈ કરીશ તેમાં સફળ થઈશ. તેનાથી ફરતો નહિ, નહિ ડાબે કે નહિ જમણે. See the chapter |