Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 9:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 વળી તેઓથી અને તેઓના પિતૃઓથી અજાણી પ્રજામાં હું તેમને વિખેરી નાખીશ. અને હું તેઓનો વિનાશ થાય ત્યાં સુધી તેઓની પાછળ તલવાર મોકલીશ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 વળી તેઓથી તથા તેઓના પૂર્વજોથી અજાણી પ્રજામાં હું તેઓને વેરણખેરણ કરી નાખીશ; અને હું તેઓનો સંહાર થતાં સુધી તેઓની પાછળ તરવાર મોકલીશ.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

16 તેઓ કે તેમના પૂર્વજો જેમને ઓળખતા નથી એવી પ્રજાઓ મધ્યે હું તેમને વિખેરી નાખીશ અને તેમનો સંહાર થાય ત્યાં સુધી તેમની પાછળ તલવાર મોકલીશ.”

See the chapter Copy

પવિત્ર બાઈબલ

16 હું તેમને સમગ્ર વિશ્વમાં વિખેરી નાખીશ, તેઓ દૂરના દેશોમાં વિદેશીઓ જેવા થશે; ત્યાં પણ વિનાશકારી તરવાર તેઓનો પીછો કરશે. આમ તેઓનો સંપૂર્ણ નાશ થશે.”

See the chapter Copy




યર્મિયા 9:16
29 Cross References  

જે શબ્દો તમે તમારા સેવક મૂસા મારફતે ફરમાવ્યાં હતાં તેને સંભારો, તમે કહ્યું હતું કે, ‘જો તમે અવિશ્વાસુપણે વર્તશો તો હું તમને વિદેશીઓમાં વિખેરી નાખીશ,


વિદેશીઓમાં તેઓના વંશજોને વિખેરી નાખ્યા અને દેશપરદેશમાં તેઓને વિખેરી નાખ્યા.


તે સમયે તેઓ ઊંચાણથી બીશે, બીક લાગશે. તેઓને રસ્તા પર ચાલતાં ડર લાગશે, બદામના ઝાડ પર ફૂલો ખીલશે, તીડ બોજારૂપ થઈ પડશે, અને ઇચ્છાઓ મરી પરવારશે. કેમ કે માણસ પોતાના અનંતકાલિક ઘરે જાય છે. અને વિલાપ કરનારાઓ શેરીઓમાં ફરે છે.


તે માટે જેમ અરણ્યમાં ભૂસું પવનથી ઊડી જાય છે તેમ હું તમને વિખેરી નાખીશ.


જે ભૂમિ મેં તેઓને અને તેઓના પિતૃઓને આપી હતી. તે ભૂમિ પરથી તેઓ નાશ થાય ત્યાં સુધી હું તેઓના પર તલવાર, દુકાળ અને મરકી મોકલીશ.


યહોવાહે મને કહ્યું કે, “હવે તારે તેઓને કહેવું કે, સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; “પીઓ અને મસ્ત થઈને ઓકો, જે તલવાર હું તમારા પર મોકલીશ તેને લીધે પીઓ અને પાછા ઊઠો નહિ.’”


સૈન્યોના યહોવાહ કહે છે કે; ‘જુઓ, હું તેઓ પર તલવાર, દુકાળ અને મરકી મોકલીશ. હું તેઓને ખાઈ ન શકાય એવાં સડેલાં અંજીર જેવા બનાવી દઈશ.


જુઓ, હું હિત કરવા નહિ, પણ વિપત્તિ લાવવા સારુ તમારા પર મારી નજર રાખું છું. અને યહૂદા દેશના સર્વ લોકો જેઓ મિસર દેશમાં રહે છે, તેઓ સમાપ્ત થઈ જશે ત્યાં સુધી તેઓ તલવારથી તથા દુકાળથી નાશ પામતા જશે.


તારા વાળ કાપી નાખ અને તારું માથું મૂંડાવ અને તારા વાળ ફેંકી દે અને પર્વતો પર જઈને વિલાપ કર. કેમ કે યહોવાહે પોતાના રોષને કારણે આ લોકનો ત્યાગ કર્યો છે.


જુઓ, દૂર દેશમાંથી મારા લોકોની દીકરીઓના રુદનનો પોકાર સંભળાય છે, શું યહોવાહ સિયોનમાં નથી? શું તેનો રાજા તેમાં નથી? તેઓએ શા માટે પોતાની કોતરેલી મૂર્તિઓથી અને પારકી વસ્તુઓ દ્વારા મને ક્રોધિત કર્યો છે?


તે માટે, પ્રભુ યહોવાહ કહે છે કે, ‘હું લોકોમાંથી તમને ભેગા કરીશ, જે જે દેશોમાં તમે વિખેરાઈ ગયા છો ત્યાંથી હું તમને એકત્ર કરીશ, હું તમને ઇઝરાયલનો દેશ આપીશ.’


હું તેઓને જ્યારે પ્રજાઓમાં તથા દેશોમાં વિખેરી નાખીશ, ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું.


અથવા, જો હું આ દેશ વિરુદ્ધ તલવાર લાવીને કહું કે, ‘હે તલવાર, જા દેશમાં સર્વત્ર ફરી વળ અને તેમાંથી બન્નેનો એટલે માણસો તથા પશુઓનો સંહાર કર.


તેઓને પ્રજાઓમાં વેરવિખેર કરી નાખવાને તથા દેશદેશ સર્વત્ર વિખેરી નાખવાને, મેં તેઓની આગળ અરણ્યમાં સમ ખાધા.


“હવે, હે મનુષ્યપુત્ર, તું તૂર વિષે વિલાપ કર,


તારો ત્રીજો ભાગ મરકીથી માર્યો જશે, તેઓ તારી મધ્યે દુકાળથી નાશ પામશે. તારી આસપાસ ત્રીજો તલવારથી માર્યો જશે. ત્રીજા ભાગને હું ચારે દિશામાં વેરવિખેર કરી નાખીશ, તલવારથી તેમનો પીછો કરીશ.


ઘેરાના દિવસ પૂરા થાય ત્યારે ત્રીજા ભાગના વાળ નગરની મધ્યમાં બાળી નાખવો. બીજા એક ત્રીજા ભાગને નગરની આસપાસ તલવારથી કાપી નાખ. વળી વાળના ત્રીજા ભાગને પવનમાં ઉડાવી દેવા, અને હું લોકોની પાછળ તલવાર ખેંચીશ.


હું તમને અનેક દેશોમાં વેરવિખેર કરી નાખીશ, હું તલવાર લઈને તમારી પાછળ પડીશ અને તમારો દેશ ઉજ્જડ તથા વેરાન થઈ જશે. તેમ જ તમારા શહેરો ખંડેર થઈ જશે.


સૈન્યોના ઈશ્વર, પ્રભુ; યહોવાહ આ પ્રમાણે કહે છે કે, “શેરીને દરેક ખૂણે શોક થશે, અને બધી શેરીઓમાં તેઓ કહેશે, હાય! હાય! તેઓ ખેડૂતોને શોક કરવાને, અને વિલાપ કરવામાં પ્રવીણ લોકોને પણ બોલાવશે.


તે દિવસે તમારા શત્રુઓ તમને મહેણાં ટોણાં મારશે, અને તમારે માટે વિલાપનાં ગીતો ગાઈને રુદન કરશે. તેઓ ગાશે કે, ‘આપણે ઇઝરાયલીઓ તો સંપૂર્ણ રીતે પાયમાલ થઈ ગયા છીએ; યહોવાહે અમારા લોકનો પ્રદેશ બદલી નાખ્યો છે, મારી પાસેથી તે કેવી રીતે લઈ લીધો છે? અને તે યહોવાહ અમારા ખેતરો અમને દગો આપનારાઓ વચ્ચે વહેંચી આપે છે!”


કેમ કે જે પ્રજાઓને તેઓ જાણતા નથી તેઓમાં હું તેઓને વંટોળિયાની સાથે વેરવિખેર કરી નાખીશ, અને તેઓના ગયા પછી દેશ એવો ઉજ્જડ થઈ જશે કે તે દેશમાં થઈને કોઈ જતું આવતું ન રહેશે, કેમ કે તેઓએ આ રળિયામણા દેશને ઉજ્જડ કરી મૂક્યો હતો.’”


યહોવાહ તમારા શત્રુઓની સામે તમને માર ખવડાવશે, તમે એક માર્ગે તેઓની સામે ધસી જશે અને સાત માર્ગે તેઓની સામેથી નાસી જશો; અને પૃથ્વીના સર્વ રાજ્યોમાં તમે આમતેમ ભટક્યા કરશો.


જે દેશ જાતિઓને તમે કે તમારા પિતૃઓ ઓળખતા નથી તેની પાસે યહોવાહ તમને તથા જે રાજા તમે તમારા પર ઠરાવો તેને લાવશે; અને ત્યાં તમે લાકડાના તથા પથ્થરના અન્ય દેવોની પૂજા કરશો.


યહોવાહ તમને પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી વિખેરી નાખશે; ત્યાં તમે કે તમારા પિતૃઓ લાકડાંના અને પથ્થરના દેવો જેઓને તમે ઓળખતા નથી, તેઓની પૂજા કરશો.


હું તેઓને દૂરના દેશોમાં વિખેરી નાખત. હું તેઓનું સ્મરણ માણસોમાંથી નષ્ટ કરત.


યહોવાહ તમને દેશજાતિઓ મધ્યે વિખેરી નાખશે અને તમને જે દેશજાતિ મધ્યે લઈ જશે તેમની વચ્ચે તમારામાંના બહુ થોડા જ બચવા પામશે.


વિખેરાઈ ગયેલા બારે કુળને, ઈશ્વરના તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં દાસ યાકૂબની સલામ.


Follow us:

Advertisements


Advertisements