યર્મિયા 9:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 હું પર્વતોને માટે શોક અને રુદન કરીશ. અને જંગલમાં બીડોને માટે વિલાપ કરીશ. કેમ કે તેઓ એટલાં બધાં બળી ગયા છે કે કોઈ તેમાં થઈને જતું નથી. જાનવરોનો અવાજ સંભળાતો નથી. અને આકાશના પક્ષીઓ તથા પશુઓ પણ ત્યાંથી નાસી ગયાં છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 [મેં કહ્યું,] “હું પર્વતોને માટે રુદન તથા શોક કરીશ, ને રાનમાંના બીડોને માટે વિલાપ કરીશ, કેમ કે તેઓ એટલાં બધાં બળી ગયાં છે કે, કોઈ તેમાં થઈને જતું નથી. અને ઢોરનો અવાજ સાંભળવામાં આવતો નથી; આકાશનાં પક્ષીઓ તેમ જ પશુઓ પણ નાઠાં છે, તેઓ જતાં રહ્યાં છે.” See the chapterપવિત્ર બાઇબલ C.L.10 હું પર્વતોને માટે શોકગીત ગાઈશ, અને ઘાસચારાનાં મેદાનો માટે હું રુદન કરીશ. કારણ, તે એવાં સુકાઈ ગયાં છે કે ત્યાંથી કોઈ પસાર પણ થતું નથી! ત્યાં હવે ઢોરોનો અવાજ સંભળાતો નથી. આકાશનાં પક્ષીઓ અને પશુઓ નાસી છૂટીને જતાં રહ્યાં છે. See the chapterપવિત્ર બાઈબલ10 હું તેઓના પર્વતો અને ઘાસચારાના બીડો માટે વિલાપ અને રૂદન કરતાં કરતાં તેમની તરફ નજર કરું છું; તેઓ ઉજ્જડ થઇ ગયા છે, તેમાં કોઇ જીવતું રહ્યું નથી. ઢોરનો અવાજ સંભળાતો નથી અને પક્ષીઓ તથા જંગલી પ્રાણીઓ પણ ત્યાં નથી; સર્વ નાસી ગયા છે. See the chapter |
તે દિવસે તમારા શત્રુઓ તમને મહેણાં ટોણાં મારશે, અને તમારે માટે વિલાપનાં ગીતો ગાઈને રુદન કરશે. તેઓ ગાશે કે, ‘આપણે ઇઝરાયલીઓ તો સંપૂર્ણ રીતે પાયમાલ થઈ ગયા છીએ; યહોવાહે અમારા લોકનો પ્રદેશ બદલી નાખ્યો છે, મારી પાસેથી તે કેવી રીતે લઈ લીધો છે? અને તે યહોવાહ અમારા ખેતરો અમને દગો આપનારાઓ વચ્ચે વહેંચી આપે છે!”