Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 8:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 આપણે શાંતિની અપેક્ષા રાખી હતી, પરંતુ કંઈ હિત થયું નહિ, આપણે સારા સમયની રાહ જોઈ હતી, પણ જુઓ, ભય આવી પડ્યો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 આપણે શાંતિની આશા રાખી, પણ કંઈ હિત થયું નહિ; અને કુશળ સમયની રાહ જોઈ, પણ જુઓ, ભય!

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

15 આપણે આબાદીની આશા રાખી હતી, પરંતુ કંઈ હિત થયું નહીં; સાજા થવાની આશા હતી, પણ એને બદલે આતંક આવી પડયો.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

15 આપણે શાંતિની અપેક્ષા રાખી હતી, પરંતુ કઇં શાંતિ થઇ નહિ, આપણે કુશળ સમયની રાહ જોઇ હતી, પરંતુ તેના બદલે ભય આવી પડ્યો.

See the chapter Copy




યર્મિયા 8:15
9 Cross References  

મેં ભલાઈની આશા રાખી હતી પણ દુષ્ટતા આવી પડી મેં પ્રકાશની આશા રાખી હતી પણ અંધારું આવી પડ્યું.


જંગલમાની સર્વ ઉજ્જડ ટેકરીઓ પર નાશ કરનારા ચઢી આવ્યા છે. કેમ કે યહોવાહની તલવાર દેશના એક છેડાથી બીજા છેડા સુધી ખાઈ જાય છે. પ્રાણી માત્રને શાંતિ નથી.


શું તમે યહૂદિયાને સંપૂર્ણપણે તજી દીધું છે? શું તમે સિયોનને ધિક્કારો છો? અમને રૂઝ વળે નહિ એવી રીતે તમે અમને શા માટે માર્યા છે? અમે શાંતિની આશા રાખતા હતા. પરંતુ શાંતિ સ્થપાઈ નહિ અને સાજા થવાના સમયની આશા રાખતા હતા પણ તેના બદલામાં ત્રાસ જ જોવા મળ્યો છે.


તેથી હું બોલ્યો, આહા, પ્રભુ યહોવાહ, ‘તમને શાંતિ થશે.’ એમ કહીને તમે આ લોકને તથા યરુશાલેમને સંપૂર્ણ છેતર્યા છે. અહીં તો તલવાર જીવ સુધી આવી પહોંચી છે.”


બહાર ખેતરોમાં જશો નહિ, રસ્તાઓ પર મુસાફરી કરશો નહિ, કેમ કે સર્વત્ર શત્રુની તલવારનો ભય લાગે છે.


અને કંઈ પણ શાંતિ ન હોવા છતાં, “શાંતિ, શાંતિ,” એમ કહીને, તેઓએ મારા લોકની દીકરીઓના ઘા ઉપરઉપરથી રુઝાવ્યા છે.


ભય આવશે, તેઓ શાંતિ શોધશે પણ તે મળશે નહિ!


કેમ કે મારોથના લોકો ચિંતાતુર થઈને કંઈ સારું થાય તેની રાહ જોએ છે, કેમ કે, યહોવાહ તરફથી, યરુશાલેમના દરવાજા સુધી આફત આવી પહોંચી છે.


કેમ કે જયારે લોકો કહેશે કે, ‘શાંતિ તથા સલામતી છે’, ત્યારે સગર્ભાની વેદનાની જેમ તેઓનો એકાએક વિનાશ થશે, તેઓ બચવા પામશે જ નહિ.


Follow us:

Advertisements


Advertisements