યર્મિયા 7:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 તેથી હવે, યહોવાહ કહે છે, તમે આ સર્વ દુષ્ટતા કરી છે મેં તમને વારંવાર ચેતવ્યા, પણ તમે સાભળ્યું નહિ, મેં તમને બોલાવ્યા છતાં તમે મને પ્રત્યુત્તર આપ્યો નહિ. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 યહોવા કહે છે, હમણાં તમે એ સર્વ કામો કર્યાં છે, ને હું પ્રાત:કાળે ઊઠીને તમને કહેતો હતો, પણ તમે સાંભળ્યું નહિ:મેં તમને બોલાવ્યા, પણ તમે ઉત્તર આપ્યો નહિ. See the chapterપવિત્ર બાઇબલ C.L.13 છતાં તમે તમારાં દુષ્કૃત્યો ચાલુ રાખ્યાં છે અને હું તો તમને વારંવાર આગ્રહથી ચેતવતો રહ્યો છું, પણ તમે મારી વાણી સાંભળી નથી; મેં બોલાવ્યા ત્યારે તમે ઉત્તર આપ્યો નથી. See the chapterપવિત્ર બાઈબલ13 અને હવે, જ્યારે આ સર્વ દુષ્ટતા તમે કરી છે માટે હવે હું તમારી સાથે પણ એવો જ વ્યવહાર કરીશ. મેં વારંવાર કહ્યું છે કે યહોવા આ પ્રમાણે કહે છે, છતાં તમે મારું સાંભળ્યું નહિ, મેં તમને સાદ કર્યો છતાં તમે પ્રત્યુત્તર ન આપ્યો. See the chapter |
હું શા માટે આવ્યો પણ ત્યાં કોઈ હતું નહિ? મેં શા માટે પોકાર કર્યો પણ કોઈએ જવાબ આપ્યો નહિ? શું મારો હાથ એટલો બધો ટૂંકો થઈ ગયો છે કે તમને છોડાવી શકે નહિ? શું તમને બચાવવા માટે મારામાં શક્તિ નથી? જુઓ, મારા ઠપકાથી હું સમુદ્રને સૂકવી નાખું છું; હું નદીઓને રણ કરી નાખું છું; તેમાંની માછલીઓ પાણી વિના મરી જાય છે અને ગંધાઈ ઊઠે છે.