યર્મિયા 6:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 સૈન્યોના ઈશ્વર યહોવાહ કહે છે; ઇઝરાયલમાં જે થોડા બાકી રહેલા હશે તેઓને દ્રાક્ષની પેઠે વીણીને લઈ જવામાં આવશે. દ્રાક્ષા તોડનારની પેઠે તું તારો હાથ ફરી ડાળખી પર ફેરવ. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “ઇઝરાયલમાંનું જે બાકી રહ્યું હોય તે તો દ્રાક્ષાની જેમ તમામ વીણી લેવામાં આવશે. દ્રાક્ષા તોડનારની જેમ તું તારો હાથ ડાંખળીમાં ફરી ફેરવ. See the chapterપવિત્ર બાઇબલ C.L.9 સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે, “દ્રાક્ષવાડીમાંથી બધી દ્રાક્ષ તોડી લેવામાં આવે તેમ ઇઝરાયલમાંના બાકી રહી ગયેલાંને પણ લઈ જવામાં આવશે. યર્મિયા, તે માટે દ્રાક્ષ વીણનારની માફક ફરીથી તારો હાથ ડાળીઓ પર ફેરવ.” See the chapterપવિત્ર બાઈબલ9 સૈન્યોના દેવ યહોવાએ મને કહ્યું, “તમારા પર એક પછી એક આફત આવી પડશે અને ઇસ્રાએલમાં જે થોડાં બાકી રહેલા હશે તેઓને શોધીને લઇ જવામાં આવશે. દ્રાક્ષા તોડનાર વેલા પર ચૂંટાયા વગર રહી ગયેલી દ્રાક્ષાઓને એકત્ર કરવા ફરીથી વેલાને તપાસી જુએ છે, તેમ બચાવી લીધેલા મારા થોડા લોકોને તું જરૂર જોતો હોઇશ.” See the chapter |