Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 51:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 ધર્નુધારીઓને તેઓનું બાણ ખેંચવા દેશો નહિ; તેઓને બખતર પહેરવા દેશો નહિ. તેઓના સૈનિકો પર દયા ન બતાવશો; તેઓના સૈન્યનો નાશ કરો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 ધનુર્ધારી [તેની વિરુદ્ધ] પોતાનું ધનુષ્ય ખેંચે, ને બખતર પહેરીને ઊભો થાય; વળી તેના જુવાનો પર દયા ન કરો; તેના સર્વ સૈન્યનું સત્યાનાશ વાળો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

3 તેના ધનુર્ધારીઓને ધનુષ્ય ચડાવવાનો સમય મળશે નહિ, કે તેના સૈનિકોને બખ્તર સજવાનો સમય રહેશે નહિ. તેના યુવાનો પર દયા દાખવવામાં આવશે નહિ અને તેના સૈન્યનો સંપૂર્ણ નાશ થશે.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

3 ભલે તેમના ધર્નુધારી માણસો પોતાના હથિયાર વાપરવા માટે તૈયાર ન હોય. તેમના સૈનિકોને બખતર પહેરવા દેશો નહિ. તેઓના સૈનિકો પર દયા ન બતાવશો, તેમના સૈન્યનો નાશ કરો.

See the chapter Copy




યર્મિયા 51:3
12 Cross References  

જે કોઈ તારાં નાના બાળકોને ખડક પર પછાડે તે આશીર્વાદિત છે.


ઘોડાઓ પર જીન બાંધો અને હે સવારો તમે તેના પર સવાર થાઓ તમે ટોપ પહેરીને સજ્જ થાઓ. ભાલાઓની ધાર તીક્ષ્ણ કરો અને બખતર ધારણ કરો.


બાબિલની આસપાસ હારબંધ ગોઠવાઈ જાઓ, સર્વ ધનુર્ધારીઓ તેને તાકીને બાણ મારો. તમારાં તીર પાછાં ન રાખો, કેમ કે તેણે યહોવાહ વિરુદ્ધ પાપ કર્યું છે.


“મેરાથાઈમ દેશ પર હા, તે જ દેશ પર અને પેકોદના વતનીઓ પર ચઢાઈ કર, તેઓની પાછળ પડીને તેઓનો ઘાત કર તેઓનો સંહાર કરો. “મેં તને જે સર્વ કરવાનું ફરમાવ્યું છે, તે પ્રમાણે કર, એમ યહોવાહ કહે છે.


તેના સર્વ બળદોને મારી નાખો, તેઓની હત્યા થવા માટે નીચે ઊતરી જવા દો. તેઓને અફસોસ તેઓના દિવસો ભરાઈ ચૂક્યા છે તેઓની સજાનો દિવસ આવી પહોંચ્યો છે.


જો કે બાબિલ આકાશે પહોંચે તોપણ અને તે પોતાના ઊંચા કોટોની કિલ્લેબંધી કરે તોપણ મારી પાસેથી તેના પર વિનાશક આવશે.’ એવું યહોવાહ કહે છે.


મરણ આપણી બારીઓમાંથી આવ્યું છે; તે આપણા મહેલોમાં પેઠું છે. કેમ કે આપણાં બાળકોનો નાશ થયો છે અને તરુણો જાહેર ચોકમાં રહ્યા નથી.


બહાર તલવાર તેઓને પૂરા કરશે, અને ઘરમાં ત્રાસથી તેઓ મરશે. જુવાન સ્ત્રી-પુરુષ કે વૃદ્વોનો અને દૂધપીતાં બાળકોનો પણ નાશ થશે,


કેમ કે જેણે દયા નથી રાખી, તેનો ન્યાય દયા વગર કરાશે; ન્યાય પર દયા વિજય મેળવે છે.


Follow us:

Advertisements


Advertisements