Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 50:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 તેથી તમારી માતા બહુ લજ્જિત થશે. તમારી જનેતા શરમાશે. જુઓ, તે રણ, સૂકી ભૂમિ તથા ઉજ્જડ થઈને કનિષ્ઠ દેશ ગણાશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 તેથી તમારી માતા બહુ લજ્જિત થશે, ને તમારી જનેતા શરમાશે! જુઓ, તે વગડો, સૂકી ભૂમિ તથા ઉજ્જડ થઈને કનિષ્ઠ દેશ ગણાશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

12 પરંતુ તમારી માતૃભૂમિ બહુ લજ્જિત થશે, અને તમારી જન્મભૂમિ અપમાનિત થશે. બધા દેશોમાં બેબિલોનનું સ્થાન સૌથી ઊતરતું હશે અને તે વેરાન, નિર્જળ અને રણપ્રદેશ જેવું બની જશે.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

12 તેમ છતાં તમારી માતૃભૂમિ બાબિલને બેઆબરૂ કરવામાં આવશે. તમારા જન્મદાતાઓની નામોશી કરવામાં આવશે; બીજી બધી સમૂહની પ્રજાઓમાં બાબિલનું સ્થાન સૌથી છેલ્લું રહેશે. તમારી ભૂમિ વેરાન સૂકું રણ બની જશે.

See the chapter Copy




યર્મિયા 50:12
17 Cross References  

સૈન્યોના યહોવાહ કહે છે, “હું તેઓની સામે ઊઠીશ.” “બાબિલમાંથી તેઓનું નામ તથા શેષ સંતાનોને કાપી નાખીશ,” યહોવાહનું વચન એવું છે.


ખાલદીઓના દેશને જુઓ. તે પ્રજા નહોતી; આશ્શૂરે તેને જંગલી પ્રાણીઓને માટે અરણ્ય બનાવ્યું છે: તેઓએ તેના બુરજો ઊભા કર્યા, તેઓએ એના મહેલોને જમીનદોસ્ત કર્યા; તેણે તેને ઉજ્જડ કરી નાખ્યો.


જે વારસો મેં મારી પ્રજાને, એટલે કે ઇઝરાયલને આપ્યો છે, તેને જે મારા દુષ્ટ પડોશીઓ આંચકી લેવા માંગે છે, તેઓ સર્વ વિષે યહોવાહ કહે છે, જુઓ, હું તેઓની ભૂમિમાંથી તેઓને ઉખેડી નાખીશ. અને હું તેઓના હાથમાંથી યહૂદિયાને ખૂંચવી લઈશ.


જેણે સાત દીકરાઓને જન્મ આપ્યો હતો તે ઝૂરે છે, તેણે પ્રાણ છોડ્યો છે. દિવસ છતાં તેનો સૂર્ય અસ્ત પામ્યો છે. તે લજ્જિત તથા વ્યાકુળ થઈ છે. તેઓના શત્રુઓ આગળ જેઓ હજુ જીવતા હશે તેઓને તલવારને સ્વાધીન કરીશ. એમ યહોવાહ કહે છે.


યહૂદિયાના રાજાના રાજમહેલ વિષે યહોવાહ કહ્યું છે કે; ‘તું મારે મન ગિલ્યાદ જેવો છે, લબાનોનનું શિર છે. તેમ છતાં હું તને વેરાન અને વસ્તીહીન નગરો જેવું બનાવી દઈશ.


અને સિત્તેર વર્ષ પૂરાં થાય કે તરત જ હું બાબિલના રાજા તથા તેના લોકોને ખાલદીઓના દેશને તેનાં પાપોને લીધે શિક્ષા કરીશ” એમ યહોવાહ કહે છે. “તેમની ભૂમિ હંમેશને માટે ઉજ્જડ થશે.


ઉત્તરના અને દૂરના, બધા રાજાઓને અને પૃથ્વીના પડ પરનાં બધાં રાજ્યો એ તમામને મેં એ પ્યાલો પાયો. તેઓની પાછળ શેશાખનો રાજા પણ એ પીશે.”


તેથી જુઓ, એવો સમય આવી રહ્યો છે જ્યારે આમ્મોનના પાટનગર રાબ્બાહમાં યુદ્ધનો રણનાદ ગાજી રહેશે અને એ ઉજ્જડ ટેકરી બની જશે. અને તેમની દીકરીઓને અગ્નિમાં બાળી નાંખવામાં આવશે. અને જેઓએ ઇઝરાયલનો વારસો ભોગવ્યો હતો તેઓનો વારસો ઇઝરાયલ ભોગવશે. એમ યહોવાહ કહે છે.


તેના નગરો ખંડેર સ્થિતિમાં પડ્યાં છે. સમગ્ર દેશ સૂકા અરણ્ય સમાન થઈ ગયો છે. ત્યાં કોઈ રહેતું નથી અને તેમાં થઈને કોઈ મનુષ્ય પણ પસાર થતા નથી.


તેથી, જુઓ એવા દિવસો આવી રહ્યા છે, કે જ્યારે બાબિલની મૂર્તિઓને હું સજા કરનાર છું. આખો દેશ લજ્જિત થશે, અને તેના બધા માણસો કપાઇને પડ્યા હશે.


પણ ઉપરનું યરુશાલેમ સ્વતંત્ર છે, તે આપણી માતા છે;


તેના કપાળ પર એક મર્મજનક નામ લખેલું હતું, એટલે, ‘મહાન બાબિલોન, ગણિકાઓની તથા પૃથ્વીના ધિક્કારપાત્ર બાબતોની માતા.’”


Follow us:

Advertisements


Advertisements