Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 5:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 આથી જંગલમાંનો સિંહ તેઓને મારી નાખશે. અરણ્યમાંથી વરુ તેઓને ફાડી ખાશે. ચિત્તો તેઓના નગરો પર તાકી રહેશે. જે કોઈ તેમાંથી બહાર આવશે તેઓને તે ફાડી ખાશે, કેમ કે તેઓનાં પાપ અતિ ઘણાં છે તેઓનાં દુષ્કર્મો વધ્યાં છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તે માટે વનમાંનો સિંહ તેઓને મારી નાખશે, અરણ્યમાં વરુ તેઓને ફાડી ખાશે, ચિત્તો તેઓનાં નગરો પર તાકી રહેશે, જે કોઈ તેમાંથી બહાર આવશે તેને તેઓ ફાડી નાખશે. કેમ કે તેઓના અપરાધો ઘણાં થયા છે, તેઓનાં ફિતૂરી કામો વધ્યાં છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

6 તેથી વનમાંનો સિંહ તેમને મારી નાખશે, અને રણનું વરૂ તેમને ફાડી ખાશે. તેમના નગર પાસે ચિત્તો ટાંપી રહેશે અને જે કોઈ બહાર નીકળશે તેને તે ચીરી નાખશે; કારણ, તેમના અપરાધો અસંખ્ય છે અને તેઓ ઈશ્વર સામે વારંવાર બંડખોર બન્યા છે.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

6 આથી જંગલમાંથી સિંહ આવી તેમને ભોંયભેગા કરી દેશે. વગડામાંથી વરૂ આવી તેઓને ફાડી ખાશે. તેમનાં શહેરો ફરતે ચિત્તો આંટા માર્યા કરશે; નગરની બહાર જનારા દરેકને તે ફાડી ખાશે, કારણ કે તેઓનાં પાપ અતિઘણાં અને મારી વિરુદ્ધ તેઓનું બંડ અતિ ભારે છે. અસંખ્ય વાર તેઓ દેવથી વિમુખ થયાં છે.

See the chapter Copy




યર્મિયા 5:6
38 Cross References  

તે ઉપરાંત યાજકોના સર્વ આગેવાનો અને લોકોએ પણ બીજા લોકોની જેમ ધિક્કારપાત્ર કાર્યો કરીને પાપ કર્યું. તેઓએ યરુશાલેમમાં આવેલા ઈશ્વરે પવિત્ર કરેલા સભાસ્થાનને ભ્રષ્ટ કર્યું.


પછી યાજક એઝરાએ ઊભા થઈને કહ્યું, “તમે વિધર્મી સ્ત્રીઓ સાથે લગ્ન કરીને ઈશ્વરને તજી દીધા છે અને ઇઝરાયલમાં અપરાધનો વધારો કર્યો છે.


મેં કહ્યું, “હે મારા ઈશ્વર, મારું મુખ તમારા તરફ ઊંચું કરતાં મને શરમ આવે છે. કારણ કે અમારા પાપોનો ઢગલો અમારા માથાથી પણ ઊંચો થઈ ગયો છે અને અમારા અપરાધ છેક ઉપર આકાશ સુધી પહોંચ્યા છે.


જો હું ગર્વ કરું, તો તમે સિંહની જેમ મારી પૂઠે લાગો છો અને ફરીથી તમે મારી સામે તમારી મહાનતા બતાવો છો.


તમે અંધારું કરો છો એટલે રાત થાય છે ત્યારે જંગલનાં પશુઓ બહાર આવે છે.


જંગલમાંથી ડુક્કરો આવીને તેને બગાડે છે અને રાની પશુઓ તેને ખાઈ જાય છે.


તારા રાજકર્તાઓ બળવાખોર અને ચોરોના સાથીઓ થયા છે; તેઓમાંના દરેક લાંચના લાલચુ છે અને નજરાણાં પાછળ દોડે છે; તેઓ અનાથનું રક્ષણ કરતા નથી, અને વિધવાઓની ન્યાયી અરજ તેઓ સાંભળતા નથી.


કેમ કે અમારા અપરાધો તમારી આગળ ઘણા છે અને અમારાં પાપ અમારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે; કેમ કે અમારા અપરાધો અમારી સાથે છે અને અમારાં પાપ અમે જાણીએ છીએ.


જોકે, અમારાં પાપો અમારી વિમુખ સાક્ષી પૂરે છે, તેમ છતાં, હે યહોવાહ, તમારા નામ ખાતર કામ કરો. અમે અનેકવાર તમારો ત્યાગ કર્યો છે, અમે તમારી વિરુદ્ધ પાપ કર્યું છે.


જુવાન સિંહોએ તેની સામે ગર્જના કરી છે, તેઓએ તેની ભૂમિ વેરાન કરી છે. તેનાં નગરો બાળી નંખાયેલાં છે તેઓમાં કોઈ રહેતું નથી.


જ્યારે યહોવાહ તારા ઈશ્વર માર્ગમાં તને ચલાવતા હતા ત્યારે તેં તેમને ત્યજી દીધા તેથી શું તું જ આ દશા તારી પર લાવ્યો નથી?


તારાં પોતાનાં જ દુષ્કર્મોનાં પરિણામ તું ભોગવશે, તથા તારા અવિશ્વાસુપણાનાં કામોનો તને ઠપકો મળશે. માટે તારે સમજી લેવું કે, તેં યહોવાહ તારા ઈશ્વરને ત્યજી દીધા છે. અને તને તેમનું ભય નથી. એ કેટલું અનિષ્ટ અને કડવું છે. એમ પ્રભુ એટલે સૈન્યોનો ઈશ્વર યહોવાહ કહે છે.


હે મારા વંશજ, તમે યહોવાહનું વચન જુઓ, શું હું ઇઝરાયલ માટે વેરાન વગડા જેવો કે ઘોર અંધકારની ભૂમિરૂપ હતો? મારા લોકો શા માટે કહે છે કે, “અમે સ્વતંત્ર થયા છીએ, ફરી તારી પાસે આવીશું નહિ?”


તે જુવાન સિંહની જેમ પોતાની ગુફામાંથી બહાર આવે છે. કેમ કે ઉપદ્રવ કરનારની ગર્જનાને લીધે, તેઓના ભારે રોષને લીધે તેઓની ભૂમિ વિસ્મય પમાડે એવી વેરાન થઈ ગઈ છે.”


તારા બધા પ્રેમીઓ તને ભૂલી ગયા છે. તેઓ તને શોધતા નથી. કેમ કે મેં તને શત્રુની જેમ ઘાયલ કર્યો છે. હા, નિર્દય માણસની જેમ મેં તને ઈજા પહોંચાડી છે. કેમ કે તારાં પાપ ઘણાં થવાને લીધે અને તારા અપરાધ વધી ગયા છે.


તારા ઘાને લીધે તું કેમ બૂમો પાડે છે? તારા ઘાનો કોઈ ઇલાજ નથી. તારા અપરાધો ઘણા થવાને લીધે તારા અપરાધો વધી ગયા જેને લીધે આ શિક્ષા કરવાની મને ફરજ પડી.


યહોવાહની યોજના અમલમાં આવે છે. તેઓ સિદ્ધ કરે નહિ ત્યાં સુધી તેમનો ક્રોધ શાંત થાય તેમ નથી, ભવિષ્યમાં તે તમને સમજાશે.”


સિંહ પોતાની ઝાડીમાંથી ચઢી આવ્યો છે; તે તો પ્રજાઓનો વિનાશક છે. તારા દેશને ઉજ્જડ કરવા માટે તે પોતાના રહેઠાણમાંથી બહાર આવ્યો છે. તારાં નગરો એવાં ઉજ્જડ થશે કે, તેઓમાં કોઈ રહેવાસી જોવામાં આવશે નહિ.


જુઓ, સિંહ યર્દનની ઝાડીમાંથી સદાય લીલાછમ ચરાણમાં ચઢી આવે છે! હું પણ અચાનક અદોમને ત્યાંથી નસાડીશ અને જેને મેં પસંદ કર્યો છે તેને હું તેના પર ઠરાવીશ. કેમ કે, મારા સમાન બીજું કોણ છે? અને મારે સારુ મુદ્દત બીજું કોણ ઠરાવે છે. મારી બરોબરી કરી શકે એવો ઘેટાંપાળક કોણ છે?


યરુશાલેમના આ લોકો પાછા હઠયા છે, તેઓ હંમેશને માટે કેમ પાછા હઠી ગયા છે? તેઓ દુષ્કર્મોને વળગી રહે છે. અને પાછા આવવાની ના પાડે છે.


આકાશમાં ઊડતો સારસ પણ પોતાના સ્થળાંતરનો સમય જાણે છે, તેમ જ કબૂતર, અબાબીલ તથા બગલો પણ પોતપોતાનો આવવાનો સમય સાચવે છે, પરંતુ મારા લોક યહોવાહનો નિયમ સમજતા નથી.


નગરના શત્રુઓ તેના સત્તાધીશો થઈ ગયા; અને સમૃદ્ધ થયા. તેના અસંખ્ય પાપોના કારણે યહોવાહે તેને શિક્ષા કરીને તેને દુ:ખ દીધું છે. દુશ્મનો તેનાં બાળકોને ઢસડીને બંદીવાસમાં લઈ ગયા છે.


તેં રસ્તાના દરેક મથક આગળ સભાસ્થાનો બંધાવ્યા છે, પોતાની સુંદરતાને કંટાળો આવે એવું તેં કરી નાખ્યું છે, કેમ કે તેં પાસે થઈને જનાર દરેકની આગળ પોતાના પગ ખુલ્લા કરીને વ્યભિચાર કર્યો છે.


તેના રાજકુમારો શિકાર ફાડીને લોહી વહેવડાવનાર વરુઓ જેવા છે; તેઓ હિંસાથી લોકોને મારી નાખીને અપ્રામાણિક લાભ મેળવનારા છે.


પછી તેણે મિસર દેશમાં પોતાની જુવાનીમાં વ્યભિચાર કર્યો હતો, તે દિવસો યાદ કરીને તેણે પુષ્કળ વ્યભિચાર કર્યો.


પહેલું સિંહના જેવું હતું પણ તેને ગરુડના જેવી પાંખો હતી. હું જોતો હતો એટલામાં, તેની પાંખો ખેંચી લેવામાં આવી અને તેને જમીન પરથી ઊંચકવામાં આવ્યું. તેને બે પગ પર માણસની જેમ ઊભું રાખવામાં આવ્યું. તેને મનુષ્યનું હૃદય આપવામાં આવ્યું.


આ પછી મેં ફરીથી જોયું. ત્યાં બીજું એક પશુ હતું, તે દીપડાના જેવું દેખાયું. તેની પીઠ પર પક્ષીના જેવી ચાર પાંખો હતી, તેને ચાર માથાં હતાં. તેને રાજ્યાધિકાર આપવામાં આવ્યો હતો.


કેમ કે હું એફ્રાઇમ પ્રત્યે સિંહની જેમ, યહૂદિયાના લોકો પ્રત્યે જુવાન સિંહ જેવો થઈશ. હું, હા હું જ, તેઓને ફાડી નાખીને જતો રહીશ; હું તેમને પકડી લઈ જઈશ, તેઓની રક્ષા કરનાર કોઈ હશે નહિ.


તેઓના ઘોડાઓ દીપડાઓ કરતાં વધારે જલદ છે, સાંજના વરુઓ કરતાં વિકરાળ છે. તેઓના ઘોડાઓ પર છાપ મારેલી છે, અને તેઓના ઘોડેસવારો ઘણે દૂરથી આવે છે. તેઓ ઝડપથી ઊડતા ગરુડની માફક ભક્ષ કરવા માટે દોડે છે.


તેની મધ્યે તેના સરદારો ગર્જના કરતા સિંહ જેવા છે! તેના ન્યાયાધીશો સાંજે ફરતા વરુઓ જેવા છે, જેઓ આવતીકાલ માટે કે સવાર સુધી કશું રહેવા દેતા નથી!


જુઓ, તમે પાપી લોકો જેવા, તમારા પિતાઓની જગ્યાએ ઊભા થઈને, ઇઝરાયલ પ્રત્યે યહોવાહનો ગુસ્સો હજી પણ વધુ સળગાવ્યો છે.


જે હિંસક પશુને મેં જોયું, તે ચિત્તાના જેવું હતું, તેના પગ રીંછના પગ જેવા હતા, તેનું મોં સિંહના મોં જેવું હતું; તેને અજગરે પોતાનું પરાક્રમ, રાજ્યાસન તથા મોટો અધિકાર આપ્યાં.


Follow us:

Advertisements


Advertisements