યર્મિયા 49:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 “હે હેશ્બોન, વિલાપ કર. આમ્મોનમાંનું આય નગર નાશ પામ્યું છે! રાબ્બાહની દીકરીઓ રુદન કરો, શોકનાં વસ્ત્રો પહેરો, રડતાં રડતાં વાડામાં આમતેમ દોડો, કેમ કે મિલ્કોમ, તેના યાજકો અને સરદારો સર્વ બંદીવાસમાં જશે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 હેશ્બોન, વિલાપ કર, કેમ કે આય ઉજ્જડ થયું છે. હે રાબ્બાની દીકરીઓ, બૂમ પાડો, ટાટ ઓઢો; અને રડતાં રડતાં વાડોની પાસે આમતેમ દોડો; કેમ કે મિલ્કોમ, તેના યાજકો તથા તેના સરદારો તમામ બંદીવાસમાં જશે. See the chapterપવિત્ર બાઇબલ C.L.3 હે હેશ્બોનના લોકો, વિલાપ કરો! કારણ, આય નગરનો નાશ કરવામાં આવ્યો છે. હે રાબ્બાની સ્ત્રીઓ, પોક મૂકીને રડો! શોક પ્રદર્શિત કરવા કંતાન ઓઢો, ગૂંચવાઈ જઈને આમતેમ દોડો; કારણ, તમારા દેવ મિલ્કોમને તેના યજ્ઞકારો અને અધિકારીઓ સહિત બંદી કરીને લઈ જવાશે. See the chapterપવિત્ર બાઈબલ3 “હે હેશ્બોન, વિલાપ કર. આમ્મોનમાંનું આયનગર નાશ પામ્યું છે! રાબ્બાહની સ્ત્રીઓ રૂદન કરો, શોકના વસ્ત્રો પહેરો, વાડામાં સંતાઇને રડો અને પ્રશ્ચાતાપ કરો. કારણ કે તમારા દેવ મિલ્કોમ, તેના યાજકો અને અમલદારોનો દેશનિકાલ કરવામાં આવશે. See the chapter |