યર્મિયા 48:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 મોઆબનું ગૌરવ હવે રહ્યું નથી, હેશ્બોનમાં મોઆબના શત્રુઓએ એના પતનની યોજના ઘડી છે. તેઓ કહે છે ‘ચાલો, આપણે તેને દેશ તરીકે ભૂંસી નાખીએ. માદમેન નગરને પણ ચૂપ કરવામાં આવશે; શત્રુઓની તલવાર તારો પીછો કરશે.’ See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 મોઆબનાં વખાણ ફરીથી કોઈ કરશે નહિ. તેઓએ હેશ્બોનમાં તેની પાયમાલી કરવાની યોજના કરી છે, ચાલો, ને તે એક પ્રજા તરીકે રહે નહિ એવી રીતે તેને નષ્ટ કરીએ. હે માદમેન, તારામાં પણ કોઈ અવાજ સંભળાશે નહિ! તરવાર તારી પાછળ પડશે. See the chapterપવિત્ર બાઇબલ C.L.2 મોઆબનું ગૌરવ ચાલ્યું ગયું છે. હેશ્બોન નગરમાં શત્રુઓ તેના પતનનું કાવતરું ઘડે છે: ‘ચાલો, એ આખી પ્રજાનું નિકંદન કાઢી નાખીએ’ હે માદમેન નગર, તને સૂમસામ બનાવી દેવાશે! તારામાં ભયંકર ક્તલેઆમ થશે. See the chapterપવિત્ર બાઈબલ2 મોઆબનું ગૌરવ હવે રહ્યું નથી, હેશ્બોનમાં મોઆબના શત્રુઓએ એના પતનની યોજના ઘડી છે. તેઓ કહે છે ‘ચાલો, આપણે એને રાષ્ટ તરીકે ભૂંસી નાખીએ.’ માદમેન નગરને પણ ચૂપ કરવામાં આવશે; શત્રુઓની તરવાર તારો પીછો કરશે. See the chapter |